Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > CM વિજય રૂપાણીનો દાવો: કોરોના કાળમાં પણ ગુજરાતની વિકાસકૂચ જારી

CM વિજય રૂપાણીનો દાવો: કોરોના કાળમાં પણ ગુજરાતની વિકાસકૂચ જારી

0
53
  • 6 મહિનામાં 9255 કરોડના વિકાસકાર્યોના ઇ-લોકાર્પણ-ખાતમૂર્હત કર્યા છે : મુખ્યમંત્રી
  • વડોદરા મહાનગરમાં 322 કરોડના વિકાસ કામોના લોકાર્પણ કરાવતા વિજયભાઇ રૂપાણી
  • ગુજરાતે વિકાસ કામોનો નવો માર્ગ દેશ-દુનિયાને બતાવ્યોઃ વિજય રૂપાણી

અમદાવાદ: ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી (Vijay Rupani)એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, વૈશ્વિક મહામારી કોરોના (Corona)ના આ કપરા કાળમાં સમગ્ર વિશ્વમાં વિકાસ સ્થગિત છે. ત્યારે ગુજરાતે આ વિકટ સમયમાં પણ રાજ્યમાં 9,255 કરોડના વિકાસ કામો (Development work)ના ઇ લોકાર્પણ-ખાતમૂર્હતના કામો કરીને વિકાસને અટકવા દીધો નથી. કોરોનાના કપરા કાળમાં પણ ગુજરાત ‘ ન ઝૂકયું છે ન રોકાયું છે.’

વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. એટલું જ નહિ, સમયબદ્ધ-સમયસર કામો ઉપાડીને પૂરાં કરવાનો વ્યૂહ અપનાવી જેના ખાતમૂર્હત અમે કરીએ તેના લોકાર્પણ પણ અમે જ કરીએ તેવી જે કાર્યસંસ્કૃતિ વિકસાવી છે તેને આગળ ધપાવી છે.

આ પણ વાંચોઃ ગુજરાત સાક્ષરતા મામલે દેશમાં 9મા સ્થાનેઃ જાણો શું છે કારણ?

તેમણે વડોદરા (Baroda)માં 44 કરોડના વિવિધ લોકાર્પણ અને 279 કરોડના કાર્યારંભ-ખાતમૂર્હત મળી 322.66 કરોડના વિકાસ કામોનો ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા એટ વન કલીક કરી પ્રારંભ કરાવ્યો હતો. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી આ અવસરે મુખ્યમંત્રી સાથે જોડાયા હતા.

તેમણે કોંગ્રેસને આડે હાથ લેતાં કહ્યું કે,ભૂતકાળની કોંગ્રેસી સરકારોમાં વિકાસના કામો નાણાંના અભાવે થતાં જ નહિ. નગરપાલિકા-મહાપાલિકાને આવા કામો માટે ફૂટીકોડી પણ રાજ્ય સરકાર આપતી નહિ અને સ્થાનિક સત્તાતંત્રએ નાણાં સંસ્થાઓ, વર્લ્ડ બેન્ક વગેરે પાસેથી લોન લઇ કામો કરવા પડતા હતા. ‘‘આજે સ્થિતિ સાવ જુદી છે. પૈસાની ચિંતા કર્યા વગર વિકાસ કામો થાય છે’’.

આ પણ વાંચોઃ BREAKING : ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલ કોરોનાની ઝપેટમાં, નેતાઓમાં ફફડાટ

રૂપાણીએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ મહાનગરપાલિકાઓને આહવાન કર્યુ કે પૈસાની ચિંતા કર્યા વિના વિકાસ કામો માટે કેપેસિટી બિલ્ડ અપ કરે. જેટલા વધુ વિકાસ કામો લાવશો તેટલા વધુ પૈસા આ સરકાર આપશે. આપણું લક્ષ્ય વિકાસ જ હોય અને વિકાસના કામો માટેની તત્પરતા સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર નિશ્ચિત લક્ષ્યપૂર્તિથી કાર્યરત છે, ગુજરાતે ખૂલ્લામાં શૌચક્રિયામુકત રાજ્ય તરીકે અગ્રેસરતા મેળવ્યા બાદ હવે પ્રધાનમંત્રીના મહત્વાકાંક્ષી નલ સે જલ યોજનામાં પણ 100 ટકા ઘરોને ટેપ વોટર શુદ્ધ પીવાલાયક પાણી પહોચાડવામાં પણ ગુજરાત આગેવાની લેશે તેવો નિર્ધાર વ્યકત કર્યો હતો.