Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રાજ્યમાં 24 કલાકમાં નોંધાયા સૌથી વધુ કોરોના કેસ, કુલ મૃત્યુઆંક 3108

રાજ્યમાં 24 કલાકમાં નોંધાયા સૌથી વધુ કોરોના કેસ, કુલ મૃત્યુઆંક 3108

0
69
  • છેલ્લા 24 કલાકમાં 1,335 કોરોના સંક્રમિત મળ્યા, 14ની મૃત્યુ

  • કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 1,04,341એ પહોંચી

  • રાજ્યમાં સાજા થવાનો દર 81.23 ટકા થયો 

ગાંધીનગર: ગુજરાતમાં કોરોના વાયરસના કેસો (Gujarat Corona Update)માં સતત વૃદ્ધિ થઇ રહી છે. જોકે રિકવરી રેટમાં પણ વધારો થયો છે. રાજ્યમાં (Gujarat Corona Update)આજે આજે સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન કોરોનાએ 14 દર્દીઓનો ભોગ લીધો છે.

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ગુજરાતમાં (Gujarat Corona Update)છેલ્લા 24 કલાકમાં 1,335 કોરોનાના કેસ નોંધાયા છે, તેની સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 1,04,341એ પહોંચી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 14 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. તેની સાથે કુલ મૃત્યુઆંક 3108એ પહોંચ્યો છે.

રાજ્યમાં (Gujarat Corona Update)કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે પણ તેની સાથે સાજા થવાનો દર પણ વધ્યો છે. આજે કોરોનાના 1310 કેસ આવ્યા જ્યારે તેની સામે 1,212 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 84,758 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ ગુજરાતમાં સાજા થવાનો દર 81.23 ટકા થયો છે.

આ પણ વાંચો: Covid-19: દેશમાં એક જ દિવસમાં સૌથી વધુ કેસ, કુલ સંક્રમિતો 41 લાખને પાર

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ગુજરાતમાં કોરોનાના 16,475 કેસ એક્ટિવ છે.

ગુજરાતમાં કોરોનાની ટેસ્ટિંગ વધી છે. છેલ્લા 24 કલાકમાં 72,561 ટેસ્ટ કરવામાં આવ્યા છે જ્યારે ટેસ્ટિંગનો કુલ આંકડો 27,80,681 પર પહોંચ્યો છે.

જિલ્લાઓ પોઝિટિવ કેસ
અમદાવાદ 173
સુરત 295
વડોદરા 127
ગાંધીનગર 41
ભાવનગર 49
બનાસકાંઠા 12
આણંદ 14
રાજકોટ 151
અરવલ્લી 4
મહેસાણા 29
પંચમહાલ 31
બોટાદ 3
મહીસાગર 5
ખેડા 11
પાટણ 16
જામનગર 106
ભરૂચ 22
સાબરકાંઠા 15
ગીર સોમનાથ 15
દાહોદ 17
છોટા ઉદેપુર 6
કચ્છ 29
નર્મદા 23
દેવભૂમિ દ્વારકા 12
વલસાડ 8
નવસારી 11
જૂનાગઢ 29
પોરબંદર 3
સુરેન્દ્રનગર 21
મોરબી 21
તાપી 13
ડાંગ 0
અમરેલી 23

ભારતમાં કોરોનાની સ્થિતિ

દેશમાં કોરોના વાઈરસ (Corona Virus) નું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. કોરોના પોઝિટિવ કેસો (Corona Positive Case)ની સંખ્યા દરરોજ નવો રેકોર્ડ બનાવી રહી છે. શનિવારે પ્રથમ વખત એક જ દિવસમાં 90 હજારથી વધુ નવા કેસ સામે આવ્યાં છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 90,632 નવા કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળામાં વધુ 1065 લોકોના મરણ નોંધાયા છે.

નવા કેસ નોંધાવા સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 41,13,811 પર પહોંચી ચૂકી છે. જ્યારે અત્યાર સુધી કુલ 70,626 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.