Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રાહત: છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ દર્દીઓએ આપી કોરોનાને મ્હાત

રાહત: છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ દર્દીઓએ આપી કોરોનાને મ્હાત

0
57
  • છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1295 કેસ નોંધાયા, 13 મોત

  • રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,06,966 કુલ મૃત્યુઆંક 3136

  • રાજ્યમાં રિકવરી રેટ 81.78 ટકા થયો

ગાંધીનગર: ગુજરાતમાં કોરોના વાયરસના કેસો (Gujarat Corona Update)માં સતત વૃદ્ધિ થઇ રહી છે. જોકે રિકવરી રેટમાં પણ વધારો થયો છે. રાજ્યમાં (Gujarat Corona Update)આજે તૈરસો નજીક કોરોના કેસ નોંધાયા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન કોરોનાએ 12 દર્દીઓનો ભોગ લીધો છે. જ્યારે આજે સૌથી વધુ લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ગુજરાતમાં (Gujarat Corona Update)છેલ્લા 24 કલાકમાં 1295 કોરોનાના કેસ નોંધાયા છે, તેની સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 1,06,966એ પહોંચી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 13 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. તેની સાથે કુલ મૃત્યુઆંક 3136એ પહોંચ્યો છે.

આજે મહાનગરો સુરતમાં 265, અમદાવાદમાં 170 કેસ, વડોદરામાં 123, રાજકોટમાં 134 બાદ સૌથી વધુ જામનગર જિલ્લામાં 99 કેસ નોંધાયા છે. આજે સમગ્ર રાજ્યમાં સૌથી ઓછા કેસ પોરબંદર અને ડાંગ જિલ્લામાં નોંધાયા છે.

આ પણ વાંચો: ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ કોરોના પોઝિટિવ હોવા અંગે ભારે અસમંજસ

રાજ્યમાં (Gujarat Corona Update)કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે પણ તેની સાથે સાજા થવાનો દર પણ વધ્યો છે. આજે કોરોનાના 1295 કેસ આવ્યા જ્યારે તેની સામે 1445 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 87,479 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ ગુજરાતમાં સાજા થવાનો દર 81.78 ટકા થયો છે.

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ગુજરાતમાં કોરોનાના 16,351 કેસ એક્ટિવ છે.

ગુજરાતમાં કોરોનાની ટેસ્ટિંગ વધી છે. છેલ્લા 24 કલાકમાં 72,076 ટેસ્ટ કરવામાં આવ્યા છે જ્યારે ટેસ્ટિંગનો કુલ આંકડો 29,25,447 પર પહોંચ્યો છે.

જિલ્લાવાર કોરોનાની સ્થિતિ

જિલ્લાઓ

પોઝિટિવ કેસ
અમદાવાદ 170
સુરત 265
વડોદરા 124
ગાંધીનગર 35
ભાવનગર 41
બનાસકાંઠા 22
આણંદ 15
રાજકોટ 134
અરવલ્લી 0
મહેસાણા 23
પંચમહાલ 34
બોટાદ 7
મહીસાગર 15
ખેડા 8
પાટણ 28
જામનગર 99
ભરૂચ 22
સાબરકાંઠા 10
ગીર સોમનાથ 14
દાહોદ 20
છોટા ઉદેપુર 7
કચ્છ 32
નર્મદા 10
દેવભૂમિ દ્વારકા 19
વલસાડ 6
નવસારી 12
જૂનાગઢ 36
પોરબંદર 3
સુરેન્દ્રનગર 15
મોરબી 26
તાપી 12
ડાંગ 4
અમરેલી 27
અન્ય રાજ્ય 0

આ પણ વાંચો: યુવતીનો વિડીયો બનાવી બ્લેકમેલ કરી 7 વર્ષ સુધી દુષ્કર્મ, 4 વાર ગર્ભપાત

ભારતમાં કોરોનાની સ્થિતિ

ભારતમાં દિન-પ્રતિદિન કોરોના (Corona Virus)ને લઈને સ્થિતિ ચિંતાજનક થતી જઈ રહી છે. હાલ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા (Corona Positive Case) 42.80 લાખના આંકડાને પાર કરી ચૂકી છે. આ સાથે જ ભારત વિશ્વમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં બીજા સ્થાને પહોંચી ગયું છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, 24 કલાકમાં 75,809 નવા કેસો સામે આવ્યાં છે. જ્યારે આજ સમયગાળામાં વધુ 1133 લોકોના મરણ નોંધાયા છે. જે અત્યાર સુધી કોઈ એક દિવસમાં નોંધાયેલો મરણનો સૌથી વધુ આંકડો છે.

આમ નવા કેસો ઉમેરાવા સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 42,80,423 પર પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં કુલ 72,775 લોકો કોરોનાના કારણે મોતને ભેટ્યાં છે.