Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રાજ્યમાં કોરોનાએ વધારી ચિંતા, છેલ્લા 24 કલાકમાં 16ના મોત

રાજ્યમાં કોરોનાએ વધારી ચિંતા, છેલ્લા 24 કલાકમાં 16ના મોત

0
51
  • છેલ્લા 24 કલાકમાં 1329 નવા કોરોના કેસ નોંધાયા

  • રાજ્યમાં રિકવરી રેટ 82 ટકાથી વધુ

ગાંધીનગર: ગુજરાતમાં કોરોના વાયરસના કેસો (Gujarat Corona Update)માં સતત વૃદ્ધિ થઇ રહી છે. જોકે રિકવરી રેટમાં પણ વધારો થયો છે. રાજ્યમાં (Gujarat Corona Update)આજે પણ તૈરસોથી વધુ કોરોના કેસ નોંધાયા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન કોરોનાએ 16 દર્દીઓનો ભોગ લીધો છે. જ્યારે આજે નોંધાયેલા નવા કેસ સામે સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધુ છે.

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ગુજરાતમાં (Gujarat Corona Update)છેલ્લા 24 કલાકમાં 1329 કોરોનાના કેસ નોંધાયા છે, તેની સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 1,08,295એ પહોંચી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 16 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. તેની સાથે કુલ મૃત્યુઆંક 3152એ પહોંચ્યો છે.

આજે મહાનગરો સુરતમાં 266, અમદાવાદમાં 171 કેસ, રાજકોટમાં 154 કોરોના કેસ નોંધાયા છે. આજે સમગ્ર રાજ્યમાં સૌથી ઓછા કેસ પોરબંદર અને અરવલ્લી જિલ્લામાં નોંધાયા છે.

આ પણ વાંચો: ડેપ્યુટી મેયર દિનેશ મકવાણા પણ કોરોના પોઝિટિવ, પાટીલને કોરોના કન્ફર્મ

રાજ્યમાં (Gujarat Corona Update)કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે પણ તેની સાથે સાજા થવાનો દર પણ વધ્યો છે. આજે કોરોનાના 1329 કેસ આવ્યા જ્યારે તેની સામે 1336 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 88,815 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ ગુજરાતમાં સાજા થવાનો દર 82.01 ટકા થયો છે.

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ગુજરાતમાં કોરોનાના 16,328 કેસ એક્ટિવ છે.

ગુજરાતમાં કોરોનાની ટેસ્ટિંગ વધી છે. છેલ્લા 24 કલાકમાં 75,936 ટેસ્ટ કરવામાં આવ્યા છે જ્યારે ટેસ્ટિંગનો કુલ આંકડો 30,01,383 પર પહોંચ્યો છે.

જિલ્લાઓ

પોઝિટિવ કેસ

અમદાવાદ 171
સુરત 266
વડોદરા 126
ગાંધીનગર 35
ભાવનગર 46
બનાસકાંઠા 12
આણંદ 12
રાજકોટ 154
અરવલ્લી 7
મહેસાણા 22
પંચમહાલ 29
બોટાદ 9
મહીસાગર 16
ખેડા 11
પાટણ 25
જામનગર 113
ભરૂચ 24
સાબરકાંઠા 11
ગીર સોમનાથ 14
દાહોદ 22
છોટા ઉદેપુર 11
કચ્છ 13
નર્મદા 8
દેવભૂમિ દ્વારકા 18
વલસાડ 13
નવસારી 11
જૂનાગઢ 37
પોરબંદર 7
સુરેન્દ્રનગર 13
મોરબી 30
તાપી 14
ડાંગ 0
અમરેલી 29
અન્ય રાજ્ય 0

આ પણ વાંચો: ભારતમાં ડિસઇન્ફેક્ટન્ટની માગમાં ઝડપી વૃદ્ધિ, વાર્ષિક 4000 કરોડથી વધુનું માર્કેટ

દેશમાં કોરોનાની સ્થિતિ

દેશમાં કોરોના સંક્રમિત કેસો (India Corona Updates news) માં એક વાર ફરીથી ઉછાળો થતો જોવા મળી રહ્યો છે. મંગળવારના રોજ સંક્રમણના કેસોમાં થોડો ઘટાડો આવ્યાં બાદ બુધવારના રોજ ફરી 89,706 નવા કેસ સામે આવ્યાં છે. આ નવા કેસોની સાથે દેશમાં કોવિડ-19ના દર્દીઓની સંખ્યા વધીને 43 લાખ 70 હજારથી પણ વધારે થઇ ગઇ છે. પરંતુ રાહતની વાત તો એ છે કે બીમારીથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યામાં પણ નફો થયો છે. મળતી જાણકારી અનુસાર, અત્યાર સુધીમાં અંદાજે 34 લાખ લોકો સાજા થઇ ચૂક્યાં છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડાઓ અનુસાર છેલ્લાં 24 કલાકમાં 1,115 લોકોના મોત થતા મૃતકોની સંખ્યા વધીને 73,890 થઇ ગઇ છે. દેશમાં સંક્રમણના કેસો (India Corona Updates news) વધીને 43,70,129 થઇ ગઇ છે. જેમાંથી 8,97,394 લોકોની સારવાર ચાલી રહી છે અને 33,98,845 લોકો સારવાર બાદ આ બીમારીથી બહાર એટલે કે કોરોનાને મ્હાત આપી ચૂક્યાં છે. સંક્રમણના કુલ કેસોમાં વિદેશી નાગરિક પણ શામેલ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર, દર્દીઓના સ્વસ્થ થવાનો દર વધીને 77.77 ટકા થઇ ગયો છે જ્યારે મૃત્યુદરમાં ઘટાડો આવ્યો છે અને આ ઘટાડો 1.69 ટકા છે. જ્યાં 20.53 દર્દીઓની હજી સારવાર ચાલી રહી છે. દેશમાં કોરોનાનો મૃત્યુદર વૈશ્વિક સરેરાશથી પણ ઓછી છે.