Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાત કોંગ્રેસનો ધડાકો, ઓનલાઇન શિક્ષણ મેળવતાં વિદ્યાર્થીઓ માત્ર 47 ટકા

ગુજરાત કોંગ્રેસનો ધડાકો, ઓનલાઇન શિક્ષણ મેળવતાં વિદ્યાર્થીઓ માત્ર 47 ટકા

0
90
  • કોવિડ-19ની પરિસ્થિતિમાં શૈક્ષણિક વ્યવસ્થા સુચારુ થાય તે દિશામાં પગલા ભરવા માંગ

  • ઓનલાઇન શિક્ષણથી અસમાનતા ઊભી થશે કોંગ્રેસ

અમદાવાદ: કોરોના મહામારીને લઇને વિદ્યાર્થીઓનું શિક્ષણ ના બગડે તે માટે સરકારે ઓનલાઇન શિક્ષણ આપવાની પધ્ધતિ શરૂ કરાવી છે. પરંતુ આ ઓનલાઇન શિક્ષણ માત્ર 47 ટકા વિદ્યાર્થીઓ જ લેતાં હોવાનો કોંગ્રેસે (Gujarat Congress) ધડાકો કર્યો છે. ત્યાં સુધી કે આ ઓનલાઇન શિક્ષણથી વિદ્યાર્થીઓમાં અસમાનતા ઊભી થશે. જેથી સુચારુ અને અવઢવની પરિસ્થિતિના ઉકેલ માટે પગલાં ભરવા કોંગ્રેસે માંગ કરી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ (Gujarat Congress)ના મુખ્ય પ્રવકતા ડો. મનીષ દોશીએ ગુજરાતના મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, કોવિડ-19ની વૈશ્વિક મહામારીની પરિસ્થિતિમાં સૌથી વધુ કોઈ અસરગ્રસ્ત હોય તો શૈક્ષણિક વ્યવસ્થા અને શૈક્ષણિક સંકુલો છે. કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. લોકડાઉનની જાહેરાતમાં સૌ પ્રથમ શૈક્ષણિક શાળા-કોલેજો બંધ રાખવામાં આવ્યા હતા અને સૌથી છેલ્લે શાળા-કોલેજો ખુલવાની છે. કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં લઈ વાલીઓ સતત ચિંતિત છે. રાજ્ય સરકાર પણ, શાળા-કોલેજો અંગે અવઢવ પરિસ્થિતિમાંથી બહાર આવે અને જ્યાં સુધી કોરોના સંક્રમણ અટકે નહીં ત્યાં સુધી શાળા-કોલેજો ખોલવી ના જોઈએ તેવી રજૂઆત કરી છે.

આ પણ વાંચો: શાળાઓ ખોલવા મામલે ગુજરાત સરકારની સ્પષ્ટતા, વાલીઓની ચિંતા હળવી

તેમણે ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress)ના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું છે કે, છેલ્લા ઘણાં સમયથી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય માત્ર ઓનલાઈન અને મર્યાદિત સમય માટે જ ચાલી રહ્યું છે. જેમાં સર્વે મુજબ અને જમીની હકીકત તપાસતા 47 ટકા વિદ્યાર્થીઓ જ ઓનલાઈન એજ્યુકેશન મેળવી રહ્યાં છે. ઓનલાઈન એજ્યુકેશનને કારણે અસમાનતામાં વધારો થઈ રહ્યો છે. જે ચિંતાનો વિષય છે.

આ પણ વાંચો: ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનો બીજો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ

ગુજરાત કોંગ્રેસે (Gujarat Congress) સરકાર સમક્ષ શું કરી માંગણીઓ

(1) રાજ્યમાં માર્ચથી શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે અને ઓક્ટોબર-નવેમ્બર સુધી શાળાઓ ખુલે તેવી શક્યતા નથી. શાળાઓને ઈલેક્ટ્રીસિટી, વહીવટી ખર્ચ, મેઈન્ટેનન્સ ખર્ચ, અન્ય ખર્ચા સદંતર બંધ છે. આ સંજોગોમાં સામાન્ય-મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ-વાલીઓને એક સત્રની ફી માફ કરવી અત્યંત જરૂરી છે. આ બાબતે સરકાર સંચાલકો સાથે તાત્કાલિક સંવાદ દ્વારા ઉકેલ લાવે.

(2) રાજ્યમાં માર્ચ મહિનાથી શૈક્ષણિક સ્કૂલો બંધ છે. નવા શૈક્ષણિક સત્રમાં અભ્યાસક્રમમાં કેટલો ઘટાડો કરવો તે અંગે રાજ્ય સરકારે હજી સુધી નિર્ણય કર્યો નથી. ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થી-વાલીઓ-શિક્ષકગણ સતત ચિંતામાં છે. રાજ્ય સરકારે તાકીદે તાર્કિક રીતે અભ્યાસક્રમમાં શૈક્ષણિક દિવસોને ધ્યાનમાં લઈ ઘટાડો કરવો જોઈએ.

(3) રાજ્યમાં માર્ચ મહિનાથી શૈક્ષણિક સ્કૂલો બંધ હોવાથી અભ્યાસક્રમમાં CBSE દ્વારા ઘટાડો કરવામાં આવ્યો છે. ત્યારે, ગુજરાતમાં પણ, અભ્યાસક્રમ ઘટાડાની સાથે પરીક્ષા પધ્ધતિ, ગુણભાર સહિતની બાબતોને પણ, તાત્કાલિક જાહેર કરવી જોઈએ જેથી વિદ્યાર્થીઓને તેને અભ્યાસ કરાવતા વિષય શિક્ષકોને પરીક્ષાલક્ષી તૈયારી કરાવવાનું આયોજન કરી શકે.