Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > બિહારની વિધાનસભા સાથે ગુજરાતની 8 સહિત 65 બેઠકો પર પેટાચૂંટણી

બિહારની વિધાનસભા સાથે ગુજરાતની 8 સહિત 65 બેઠકો પર પેટાચૂંટણી

0
106
  • 65 બેઠકોમાં એક લોકસભા અને 64 વિધાનસભાની બેઠક સામેલ

  • 29 નવેમ્બર પહેલા બિહાર વિધાનસભા ચૂંટણી પૂર્ણ થશે

  • ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના 8 ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું

પટના/ગાંધીનગર: કોરોના સંકટ છતાંય ચૂંટણી પંચ (Bihar Vidhan Sabha Election)એ સ્પષ્ટ કર્યુ છે કે બિહારમાં વિધાનસભા ચૂંટણી નક્કી કરેલા સમયે જ યોજાશે. તેની સાથે જ ચૂંટણી પંચે વધુમાં જણાવ્યું છે કે બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Vidhan Sabha Election) સાથે જ દેશની 65 બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાશે. તેમાં એક બેઠક લોકસભાની અને 64 વિધાનસભાની બેઠકો છે. આ 64 વિધાનસભામાં ગુજરાતની 8 વિધાનસભાની બેઠકો પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના 8 ધારાસભ્યોએ રાજીનામાં ધરતા ગુજરાતની આ વિધાનસભા બેઠકો ખાલી પડી હતી.

29 નવેમ્બર પહેલાં પૂર્ણ થશે બિહાર ચૂંટણી: EC

ચૂંટણી પંચે એ પણ જણાવ્યું કે બિહાર વિધાનસભાની (Bihar Vidhan Sabha Election) તારીખોની જાહેરાત યોગ્ય સમય પર કરવામાં આવશે. સાથે જે બેઠકો પર પેટાચૂંટણી થવાની છે તેની પણ તારીખની જાહેરાત ટૂંક સમયમાં થશે. ચૂંટણી પંચે વધુમાં જણાવ્યું કે 29 નવેમ્બર પહેલાં બિહાર વિધાનસભા ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થઇ જશે. ચૂંટણી પંચે શુક્રવારે આ વાતની જાણકારી આપી હતી.

આ પણ વાંચો: સુરતની સુમુલ ડેરીનું સુકાન માનસિંહ પટેલના હાથમાં,  રાજુ પાઠક ઉપપ્રમુખ

65 વર્ષના વૃદ્ધને પોસ્ટલ બેલેટની સુવિધા નહીં

અગાઉ બિહાર વિધાનસભા ચૂંટણીને (Bihar Vidhan Sabha Election) લઇને ચૂંટણી પંચે વિસ્તૃત ગાઇડલાઇનની જાહેરાત કરી છે. તેમાં પંચે જણાવ્યું કે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે અને આમ ના કરનારા વિરુદ્ધ કાર્યવાહી થઇ શકે છે. ચૂંટણી પંચે 65 વર્ષના વૃદ્ધને પોસ્ટલ બેલેટની સુવિધા આપવાનો આદેશ વિપક્ષી દળોના વિરોધના કારણે પરત ખેંચી લીધો છે.

ચૂંટણીમાં આ ગાઇડાલઇનનું ખ્યાલ રાખવું પડશે

બિહાર ચૂંટણીને (Bihar Vidhan Sabha Election) લઇને ચૂંટણી પંચની ગાઇડલાઇન મુજબ ઓનલાઇન નોમિનેશન થશે. જામીનની રકમ પણ ઓનલાઇન જમા કરાવી શકાશે. જોકે ફિઝિકલ નોંધણી માટેનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. પરંતુ તેના માટે બે લોકો જ સાથે જઇ શકે છે. વધુમાં વધુ બે ગાડી સાથે લઇ જઇ શકાય છે. જન-સંપર્ક અભિયાનમાં ઘેર-ઘેર વધુમાં વધુ પાંચ લોકોને મંજૂરી હશે. સાથે જ પબ્લિક રેલી યોજવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવું પડશે. કેટલાં લોકો આવશે તેની જાણકારી પણ પહેલાં નક્કી થશે.

આ પણ વાંચો: પાટણ જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે નવીન કોન્ફરન્સ હોલનું લોકાર્પણ કરાયું

ગુજરાતની કંઇ બેઠક માટે પેટા ચૂંટણી યોજાશે

1) લીંબડી વિધાનસભા બેઠક
2) અબડાસા વિધાનસભા બેઠક
3) કરજણ વિધાનસભા બેઠક
4) કપરાડા વિધાનસભા બેઠક
5) ડાંગ જિલ્લાની વિધાનસભા બેઠક
6) ગઢડા સીટ વિધાનસભા બેઠક
7) મોરબી જિલ્લાની વિધાનસભા બેઠક
8) ધારી વિધાનસભા વિધાનસભા બેઠક