Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતની તમામ 182 બેઠકો ઉપર વિજય મેળવવો પણ શક્ય-સીઆર પાટિલ

ગુજરાતની તમામ 182 બેઠકો ઉપર વિજય મેળવવો પણ શક્ય-સીઆર પાટિલ

0
38
  • પરાજયથી કયારેય ગભરાવવાની કે વિચલિત થવાની કોઈજ આવશ્યકતા હોતી નથી

  • પૂર્વ મંત્રીઓ, પૂર્વ ધારાસભ્યો, વિધાનસભા ચૂંટણીમાં હાર પામેલા ઉમેદવારો સાથેની બેઠક યોજાઇ

અમદાવાદ: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આપણે સૌએ સંપૂર્ણ સમર્પણ સાથે ભાજપની વિકાસવાદી અને રાષ્ટ્રવાદી વિચારધારાને જનજન સુધી પહોંચતી કરવાના ઉદ્દેશ સાથે પંચનિષ્ઠાથી કાર્ય કરી સતત કાર્યશીલ રહેવાનું છે. ચૂંટણીમાં હાર જીત થવી એ લોકતાંત્રિક પ્રક્રિયાનો ભાગ છે, પરાજયથી આપણે કયારેય ગભરાવવાની કે વિચલિત થવાની કોઈજ આવશ્યકતા હોતી નથી. આપણે એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે, જે લડે છે તે જ જીતે છે. કોઈ પણ પરિસ્થિતિમાં આપણે સંઘર્ષ અને કઠોર પરિશ્રમ કરવાનું છોડવું ન જોઈએ.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, આજે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતની વિકાસગાથાના સહભાગી રહેલા એવા ભૂતપૂર્વ નહીં “ઐતિહાસિક સમય”ના પૂર્વ મંત્રીઓ અને ધારાસભ્યો અને ભાજપના ઉમેદવારો સાથેની બેઠક યોજાઇ રહી છે.

આ પણ વાંચો: પદાધિકારીઓ અને MLAના વેતનમાં ઘટાડો કરવા રાજ્ય સરકાર વિધાનસભાના સત્રમાં વિધેયક લાવશે

આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય અને ઐતિહાસિક બહુમતીથી વિજય બેઠકો જીતવા અંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે માર્ગદર્શન આપ્યું હતું અને બેઠકમાં ઉપસ્થિત સૌને આવનાર સમયમાં આવનાર ચૂંટણીઓમાં સંપૂર્ણ સક્રિય રહીને ભાજપાને મજબૂત બનાવવા અનુરોધ કર્યો હતો.

આ જ ગુજરાતના ભાજપના કાર્યકરોએ લોકસભા ચૂંટણીમાં સતત બે વખત 26માંથી 26 બેઠક પર વિજય મેળવી ઇતિહાસ રચ્યો છે તો, સૌ કાર્યકર્તાઓની પરિશ્રમની પરાકાષ્ઠા, સમન્વય, માઇક્રોપ્લાનીંગ, અસરકારક વ્યવસ્થાપન દ્વારા આપણાં સૌના સામુહિક પ્રયત્નોથી વિધાનસભાની ચૂંટણીમાં તમામ 182 બેઠકો ઉપર વિજય મેળવવો પણ શક્ય છે.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પૂર્વ મંત્રીઓ, પૂર્વ ધારાસભ્યો અને ભાજપાના વિજય મેળવવામાં અસફળ રહેલા ઉમેદવારો સાથેની આ વિશેષ બેઠકનું આયોજન કરવા બદલ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાનો આભાર વ્યક્ત કર્યો હતો.

પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ 17 મી સપ્ટેમ્બર નિમિતે 14થી 20 સપ્ટેમ્બરમાં પ્રદેશ ભાજપાના ‘સેવા સપ્તાહ’ કાર્યક્રમ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70માં જન્મદિવસ નિમિતે દરેક મંડળમાં 70 દિવ્યાંગોને જરૂરી સાધન સામગ્રી, મહાનગરમાં 70 સ્થળોએ તથા જિલ્લામાં 70 ગામોમાં બ્લડ કેમ્પ, મંડળ દીઠ 70 વૃક્ષો વાવવા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: પશ્ચિમ રેલવેનો સીનિયર એન્જીનિયર 5000ની લાંચ લેતા CBIના હથ્થે ચઢ્યો

આજરોજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ, ગાંધીનગર ખાતે પૂર્વ મંત્રીઓ, પૂર્વ ધારાસભ્યો, વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવવામાં સફળ ન થયા હોય તેવા ભાજપાના ઉમેદવારો સાથેની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, ભાજપા વરિષ્ઠ અગ્રણી અને પ્રદેશ કોષાધ્યક્ષ સુરેન્દ્રકાકા, પ્રદેશ મહામંત્રીઓ ભરતસિંહ પરમાર, કે.સી.પટેલ, શબ્દશરણ બ્રહ્મભટ્ટ સહિતના પ્રદેશ હોદ્દેદારો અને પ્રદેશ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.