Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > BREAKING : ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલ કોરોનાની ઝપેટમાં, નેતાઓમાં ફફડાટ

BREAKING : ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલ કોરોનાની ઝપેટમાં, નેતાઓમાં ફફડાટ

0
147
  • સી.આર. પાટીલના કાર્યક્રમમાં જોડાયેલા વધુ એક નેતા કોરોના પોઝિટિવ
  • સી. આર પાટીલથી લઇને ભરત પંડ્યા સહિત કેટલાંક નેતાઓ કોરોનાની ઝપેટમાં
  • સી. આર પાટીલનાં સંપર્કમાં આવેલા અન્ય નેતાઓ અને કાર્યકરોમાં ફફડાટ

ગાંધીનગર : ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ કોરોના (C R Patil Corona Positive) સંક્રમિત થયા છે. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. હાલમાં તેઓને ગાંધીનગરની એપોલો હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. કોરોના મહામારીમાં પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો પ્રવાસ ખેડતા તેઓએ સામેથી કોરોનાને નોતરૂં આપ્યું હોય તેવું લાગી રહ્યું છે.

આ સાથે અત્યાર સુધીમાં સી.આર પાટીલ (C R Patil Corona Positive) ની રેલીમાં ગયેલા મોટા ભાગના ધારાસભ્યો અને કાર્યકર્તાઓ પણ કોરોના સંક્રમિત થઇ ચૂક્યા છે. આ ઉપરાંત ભાજપનાં પ્રવકતા ભરત પંડયા, ભાજપના કાર્યાલય મંત્રી પરેશ પટેલ, પ્રદેશ મહિલા મોરચાના કાર્યાલય મંત્રી મોનાબેન રાવલ અને અમદાવાદ ( પૂર્વ ) ના સાંસદ હસમુખ પટેલને પણ કોરોના થયો છે.

આ પણ વાંચોઃ 2020-21માં ભારતીય અર્થવ્યવસ્થામાં 10.5 ટકાનો ઘટાડો થશે : ફિચ

અત્રે નોંધનીય છે કે ગાંધીનગર કોબા સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમમાં બેસતા પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલ, ભાજપના કાર્યાલય મંત્રી પરેશ પટેલ, પ્રદેશ મહિલા મોરચાના કાર્યાલય મંત્રી મોનાબેન રાવલ તેમજ ટેલીફોન ઓપરેટર રાકેશ પંડયા સહિત બે સફાઇ કર્મીને લાવનારા ડ્રાઇવર ઉપરાંત બે સફાઇ કર્મીઓને મળીને કુલ સાત જણાંને કોરોના પોઝીટીવ આવ્યાં હોવાની હકીકત પ્રકાશમાં આવી છે.

કાર્યાલયમાં ગુજરાતના ખૂણે ખૂણેથી કાર્યકરો આવતાં હોય છે. તેમાંય વળી છેલ્લાં બે સપ્તાહથી દર સોમવારે અને મંગળવારે કાર્યકરોને પોતાના વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરવા માટે ગુજરાતના મંત્રીઓને બોલાવવાનું આયોજન કરાયું હોવાથી કાર્યકરો મોટી સંખ્યામાં ત્યાં આવતાં હતા. બીજી તરફ ગુજરાતની 8 બેઠકોની પેટા ચૂંટણી ઉપરાંત મહાનગરપાલિકાઓની ચૂંટણીના ભણકારા વાગી રહ્યાં હોવાથી પણ ભાજપ કાર્યાલય સતત મીટીંગોથી ધમધમી રહ્યું છે.

ભાજપ કાર્યાલયનાં સાત જણાંને કોરોના પોઝીટીવ

ભાજપ કાર્યાલયનાં સાત જણાંને કોરોના પોઝીટીવ આવ્યાં હતાં. ત્યાં વળી ગઇ રાત્રે ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડયા પણ કોરોના પોઝીટીવ આવ્યાં હતાં. તેમણે હાલમાં યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. તેઓ કાર્યાલય કચેરીમાં અવાર નવાર જતાં હોય છે. તેમાંય વળી તાજેતરમાં જ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે ઉત્તર ગુજરાતનાં પ્રવાસે હતાં. ત્યાં સોશિયલ ડિસ્ટન્સીંગનો અભાવ હતો. જેથી સંક્રમિત થયા હોવાનું માનવામાં આવે છે.

આ ઉપરાંત અમદાવાદ ( પૂર્વ ) નાં સાંસદ હસમુખ પટેલ તથા તેમના પત્નીને પણ કોરોના પોઝીટીવ આવ્યા છે. હસમુખભાઇ સોમવારે કોરોના વિજય રથ પ્રસ્થાન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનાં ડઝનથી વધુ કોર્પોરેટરો ઉપરાંત બે ધારાસભ્યોને કોરોના પોઝીટીવ આવ્યાં હતાં. આમ, એક પછી એક રાજકારણીઓ કોરોનાના સકંજામાં સપડાતા જાય છે.

આ પણ વાંચોઃ Breaking : NCBએ ડ્રગ્સ મામલે રિયા ચક્રવર્તીની ધરપકડ કરી