Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ભાજપ કાર્યાલય ‘કમલમ’ બન્યું કોરોનાનું હોટસ્પોટ, ભરત પંડ્યા સહિત 7 સંક્રમિત

ભાજપ કાર્યાલય ‘કમલમ’ બન્યું કોરોનાનું હોટસ્પોટ, ભરત પંડ્યા સહિત 7 સંક્રમિત

0
62

અમદાવાદ: ગુજરાતમાં જીવલેણ કોરોના વાઈરસ (Corona Virus) હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે નેતાઓ, પાર્ટી કાર્યાલયો અને સરકારી કચેરીઓ પણ કોરોનાના સંક્રમણથી બચી શક્યા નથી. ગુજરાત ભાજપ (Gujarat BJP)ના પ્રવક્તા ભરત પંડ્યા (Bharat Pandya) સહિત પાર્ટી મુખ્યાલય ‘કમલમ’ (Kamalam) ખાતેના 7 પદાધિકારીઓ અને કર્મચારીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ (Corona Positive) આવ્યા બાદ હવે કાર્યકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે.

Covid-19ના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને રાજ્યના મંત્રીઓએ ગાંધીનગરના કોબા સ્થિત પ્રદેશના મુખ્ય કાર્યાલય કમલમમાં અવર-જવર બંધ કરી દીધી છે. હવે મંત્રીઓ ઓનલાઈન ડિજિટલ માધ્યમથી કાર્યકર્તાઓની ફરિયાદો સાંભળશે.

‘કમલમ’માં કોને-કોને કોરોના?
ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા સિવાય પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ના પ્રદેશ કાર્યાલયના મંત્રી પરેશ પટેલ, મહિલા મોરચાના કાર્યાલય મંત્રી મોના રાવલ, ટેલિફોન ઓપરેટર રાકેશ પંડ્યા, સફાઈ કર્મચારીઓને લાવનાર ડ્રાઈવર, 2 સફાઈ કર્મચારીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. આમ કમલમમાં કોરોનાના પોઝિટિવ કેસ આવતા કાર્યાલયની ઓફિસ બહાર રિબિનવાળા બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ગલવાન જેવી હિંસક ઘટનાનું પુનરાવર્તન કરવા માંગતું હતું ચીન, તસ્વીર આવી સામે

અગાઉ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે વ્યવસ્થા કરી હતી કે, રાજ્યના મંત્રીઓ અઠવાડિયામાં બે દિવસ સોમવાર અને મંગળવારે ભાજપના કાર્યાલયમાં આવશે. જ્યાં તેઓ કાર્યકર્તાઓની ફરિયાદ સાંબળશે. જો કે હવે ભાજપ કાર્યાલય તરફથી કાર્યકર્તાઓને કામ સિવાન કમલમમાં ના આવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

તાજેતરમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ કમલમમાં ઉમટ્યા હતા
પાર્ટી કાર્યકર્તાઓમાં કોરોનાને લઈને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત તાજેતરમાં ગાંધીનગર સ્થિત ભાજપના મુખ્યાલય કમલમમાં ધારાસભ્યો, મંત્રીઓની સાથે કાર્યકર્તાઓ પણ સતત મોટી સંખ્યામાં આવી રહ્યાં હતા.

આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગના અભાવ જોવા મળવાથી કમલમના અનેક નેતાઓ અને કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા હોવાનુ કહેવાઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના બે મંત્રીઓ રમણલાલ પાટકર અને ધર્મેન્દ્ર જાડેજા સહિત રાજ્યના 22 ધારાસભ્યો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યાં છે.