Gujarat Exclusive > ગુજરાત > GTU શિક્ષક દિને અધ્યાપકોને ટેકગુરુ એવોર્ડ આપશે

GTU શિક્ષક દિને અધ્યાપકોને ટેકગુરુ એવોર્ડ આપશે

0
58

એન્જીનીયરિંગ, ફાર્મસી, મેનેજમેન્ટ અને આર્કિટેક્ચરની જુદી-જુદી શાખાના અધ્યાપકોને અપાશે એવોર્ડ

GTUના પાયામાં તેમ જ ટેકનોલોજીના પ્રચાર -પ્રસારમાં અધ્યાપકોનો સિંહફાળો

અમદાવાદ‌: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી ( GTU ) દ્રારા આગામી 5મી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિને (teacher day) જુદી જુદી 10 કેટેગરી એન્જિનીયરિંગ, ફાર્મસી , મેનેજમેન્ટ અને આર્કિટેક્ચરના ડિપ્લોમાથી લઈને માસ્ટર સુધીના તમામ અભ્યાસક્રમની દરેક શાખાના અધ્યાપકોને ટેક ગુરુ એવોર્ડ આપીને સન્માનિત કરાશે. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ જીટીયુના ફેસબુક પેજ પર કરવામાં આવશે.

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના પાયાના મૂળમાં જીટીયુ સંલગ્ન અધ્યાપકોનો સિંહફાળો છે. ટેકનોલોજીના પ્રચાર-પ્રસાર માટે અધ્યાપકો સતત કાર્યરત રહે છે. જેમને સન્માનિત કરવાના ઉપલક્ષમાં ગત વર્ષ-2019 થી જીટીયુ દ્વારા “ટેક ગુરૂ એવોર્ડ” (tech guru award)ની શરૂઆત કરવામાં આવી છે. વર્ષ 2020 માટે જુદી-જુદી શાખાના‌ અધ્યાપકો પાસેથી ટેક ગુરુ એવોર્ડ માટેની અરજી મંગાવવામાં આવી છે. આગામી તારીખ 5 સપ્ટેમ્બર 2020ને શિક્ષકદિનના દિવસે પસંદગી પામેલ અધ્યાપકોને ટેક ગુરુ એવોર્ડ આપવામાં આવશે.

આ પણ વાંચોઃ માસિક 16 ટકા વ્યાજ વસુલતા વ્યાજખોરના ત્રાસથી યુવકનો આત્મહત્યાનો પ્રયાસ

આ પ્રસંગે અધ્યક્ષ સ્થાને જીટીયુના કુલપતિ પ્રો. ડો. નવીન શેઠ , મુખ્ય મહેમાન તરીકે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ અને જી.એસ.એસ. એકેડમી ઓફ એજ્યુકેશન એન્ડ રીસર્ચના કુલપતિ પ્રો. બી. સુરેશ, ગેસ્ટ ઓફ ઓનર તરીકે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન(જીપીએસસી)ના ચેરમેન દિનેશ દાસા, જીટીયુના કુલસચિવ ડો. કે.એન. ખેર અને નાયબ કુલસચિવ ડો. ચિરાગ નાગદા ઉપસ્થિત રહેશે.