Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > લોકડાઉન સમયે GTUની પ્રવૃત્તિની બુક અને GICના 2 સ્ટાર્ટઅપનું Dy. CM દ્વારા લોકાર્પણ

લોકડાઉન સમયે GTUની પ્રવૃત્તિની બુક અને GICના 2 સ્ટાર્ટઅપનું Dy. CM દ્વારા લોકાર્પણ

0
45
  • કોરોના સામેની લડતમાં જીટીયુ દ્વારા વિવિધ રીતે સમાજ ઉપયોગી કાર્યો કરાયાં
  • 123થી વધુ અરજીઓમાંથી જીટીયુ દ્વારા 42 અરજીને માન્ય રાખીને 19 લાખથી પણ વધુની સહાય
  • જીટીયુની સમગ્ર પ્રવૃત્તિનું નીતિનભાઈ પટેલના હસ્તે પુસ્તક સ્વરૂપે વિમોચન કરાયું

અમદાવાદ : ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, “જીટીયુ દ્વારા ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સમાજ ઉપયોગી અનેક પ્રકારના કાર્યો કરવામાં આવે છે. લોકડાઉન સમયમાં પણ કોરોના વાયરસ સામેની લડતમાં જીટીયુ દ્વારા વિવિધ રીતે સમાજ ઉપયોગી કાર્યો કરવામાં આવ્યાં છે. જે અભિનંદનને પાત્ર છે.” લોકડાઉન સમયે GTU દ્વારા કરવામાં આવેલી પ્રવૃત્તિનું પુસ્તક અને જીઆઈસીનાં 2 સ્ટાર્ટઅપનું લોકાર્પણ (GTU book dedication by Nitin Patel) કરવામાં આવ્યું.

તેમનાં હસ્તે થર્મેસન સ્ટાર્ટઅપના મનિષ રાવલ દ્વારા બનાવવામાં આવેલ એન્ટી બેક્ટેરીયલ માસ્ક અને શ્રેય સ્ટાર્ટઅપનાં ભાવેશ સાલ્વી દ્વારા બનાવેલ ક્લોરો-કિલ કેમીકલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જીટીયુ ફાર્મસી વિભાગ દ્વારા કોરોના સામે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરતી અને અસરકારક હેમ્પોઈન દવાની વિસ્તૃત માહીતી મેળવી હતી.

આ પણ વાંચોઃ ગુજરાત હાઇકોર્ટને કોરોના ગ્રહણ : એક દિવસમાં 17 કર્મચારીઓ પોઝિટિવ આવતા 4 દિવસ બંધ

GTU book dedication by Nitin Patel

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સંચાલિત ઈનોવેશન કાઉન્સિલ દ્વારા ઈનોવેશન અને સ્ટાર્ટઅપ જેવા ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટઅપ કર્તાઓને પ્રોત્સાહન મળે તે હેતુસર સતત નીતનવા પ્રયોગ કરવામાં આવે છે. જીઆઈસી દ્વારા લોકડાઉન સમયમાં કોરોના મહામારીનો સામનો કરવા માટે સ્ટાર્ટઅપ કર્તાઓ પાસેથી વિવિધ આઈડીયા મંગાવવામાં આવ્યાં હતાં. 123થી વધુ અરજીઓમાંથી જીટીયુ દ્વારા 42 અરજીને માન્ય રાખીને 19 લાખથી પણ વધુની સહાય જીઆઈસી દ્વારા સ્ટાર્ટઅપ કર્તાઓને આપવામાં આવી હતી.

આ સમગ્ર પ્રવૃત્તિનું તાજેતરમાં જ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે પુસ્તક સ્વરૂપે વિમોચન (GTU book dedication by Nitin Patel) કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠ, કુલસચિવ ડો. કે. એન. ખેર, જીઆઈસીના ડાયરેક્ટર ડો. સંજય ચૌહાણ, ઈન્ક્યુબેશન મેનેજર શ્રી તુષાર પંચાલ અને જીઆઈસીનાં તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પણ વાંચોઃ 2020 સિનેમા જગત માટે કાળરૂપ, 26 વર્ષની તેલુગુ અભિનેત્રીએ કરી આત્મહત્યા