Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > ભારત સરકારે TB રોગ નાબૂદ કરવા અપનાવી નવી તરકીબ, દર્દી શોધી લાવનારને મળશે ઇનામ

ભારત સરકારે TB રોગ નાબૂદ કરવા અપનાવી નવી તરકીબ, દર્દી શોધી લાવનારને મળશે ઇનામ

0
1220

વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: ભારતની દરેક હોસ્પિટલમાં TBનો દર્દી અંતે સંપૂર્ણ સારો થઈને બહાર આવે છે.ભારત સરકારે TBને નાબૂદ કરવા RNTCP પ્રોગ્રામ અંતર્ગત DOT સારવાર લાગુ કરી,ભારત સરકારે TB ના દર્દીને તમામ સારવાર મફતમાં આપવાનું નક્કી કર્યું જેના પરિણામ સ્વરૂપે હાલ TB રોગ પર કાબુ સરકાર પ્રયાસ કરી રહી છે.આ પહેલા TB રોગ અસાધ્ય ગણાતો હતો, તે સમયે જેને પણ TB હોવાનું નિદાન થાય એ દર્દીનું મોટા ભાગના કિસ્સામાં મોત જ થતુ હતું.

મોદી જ્યારે ભારતના વડાપ્રધાન બન્યા ત્યારે એમણે દેશમાંથી TBને નાબૂદ કરવા પ્રાણ લીધા અને 2025 સુધીમાં આ રોગને નાબૂદ કરવાનો સંકલ્પ કર્યો હતો.હાલ NHM દ્વારા TBને નાબૂદ કરવા તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે.ભારત સરકાર દ્વારા MDR TBના દર્દીઓ માટે 18 લાખ સુધીની દવા મફતમાં આપવામાં આવે છે,સાથે સાથે નિક્સચ પોષણ યોજના હેઠળ જે દિવસથી TBના દર્દીની દવા ચાલુ થાય ત્યારથી લઈને જ્યારે દવા પુરી થાય ત્યાં સુધી દર્દીને સરકાર 500 રૂપિયાની સહાય આપે છે.બીજી બાજુ CBNAAT વાન દેશના ખૂણે ખૂણામાં ફરી TB ના દર્દીને શોધી X-RAY,LAB TEST સહિતની કામગીરી કરી લોકોની સ્થળ તપાસ કરી નિદાન કરે છે.

હવે આ તમામ કામગીરી વચ્ચે ભારત સરકારે TB રોગને દેશમાંથી સંપૂર્ણ નાબૂદ કરવા એક નવી તરકીબ અપનાવી છે,જે કોઈ પણ વ્યક્તિ દર્દી શોધી લાવશે એને પ્રોત્સાહન સ્વરૂપે 500 રૂપિયા આપવાનું સરકારે નક્કી કર્યું છે.સરકારે આ બાબતનો એક પરિપત્ર દરેક જિલ્લાના DTC ને મોકલી આપ્યો છે.જેમાં એ પણ જણાવ્યું છે કે શોધી લાવનાર સંભવિત દર્દીનો LAB TEST થશે અને એમાં જો TB હોવાનું નિદાન થશે તો જ એ વ્યક્તિને પ્રોત્સાહન રૂપે 500 રૂપિયા મળશે.અત્રે એ ઉલ્લેખનીય છે કે વર્ષ WHO દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ વર્ષ 2015ની દ્રષ્ટિએ સંભવિત TB ના આખા વિશ્વમાં 104 લાખ દર્દીઓ સામે ભારતમાં 28 લાખ,વિશ્વમાં TBના 14 લાખ દર્દીઓના મૃત્યુઆંક સામે ભારતમાં 4.8 લાખ,વિશ્વમાં સંભવિત HIV TB ના 11.7 લાખની સામે ભારતમાં 1.1 લાખ,વિશ્વમા HIV TB 3.9 લાખ દર્દીઓના મૃત્યુઆંક સામે ભારતમાં 37,000 દર્દીઓ છે જ્યારે MDR TB ના 4.8 લાખ સામે ભારતમાં 1.3 લાખ દર્દીઓ છે.કદાચ એ જ કારણોસર ભારત સરકારે દર્દી શોધી લાવનારને પ્રોત્સાહન ઇનામ આપવાની નવી તરકીબ અજમાવી હોવાનું નક્કી કર્યું હશે એમ લાગી રહ્યું છે.

સિઝનમાં ખાઓ જાંબુ અને ગૂડબાય કહી દો આ અઢળક બીમારીઓને