Gujarat Exclusive > દેશ-વિદેશ > Breaking: PUBG સહિત 118 ચાઇનીઝ એપ પર ભારતમાં પ્રતિબંધ

Breaking: PUBG સહિત 118 ચાઇનીઝ એપ પર ભારતમાં પ્રતિબંધ

0
121

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે જારી તણાવ (India-China tension) દરમિયાન સરકારે ત્રીજી વખત ચીની મોબાઇલ એપ્સ (India bans 118 Chinese Apps) પર બેન લગાવ્યો છે. આ વખતે લોકપ્રિય ગેમિંગ એપ પબજી (PUBG banned in India) સહિત 118 મોબાઇલ એપ પર પ્રતિબંધ લગાવ્યો છે. સરકારે રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપતા તેના પર બેન લગાવ્યો છે.

ઇલેક્ટ્રોનિક્સ અને ઇનફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે કલમ 69A હેઠળ આ મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ (PUBG banned in India) લાદવાનો નિર્ણય કર્યો છે.

મંત્રાલયને ઘણી ફરિયાદો મળ્યા પછી પ્રતિબંધ લાદવાનો આ નિર્ણય લેવાયો છે.

જાહેર કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આ એપ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો હતો.

આ પણ વાંચો: OnePlus Billie સીરીઝમાં હશે ચાર સ્માર્ટફોન, ‘નોર્ડ’થી ઓછી હશે કિંમત

ભારતીયોના ડેટા ચોરીનો આરોપ

ઇલેક્ટ્રોનિક્સ અને ઇનફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આ મોબાઇલ ભારતની સંપ્રભુતા અને અખંડતા, ભારતની રક્ષા, રાજ્યની સુરક્ષા અને સાર્વજનિક વ્યવસ્થાને લઇ ખતરો હતો. મંત્રાલયે જણાવ્યું કે એવી ઘણી ફરિયાદો મળી હતી કે એન્ડ્રોઇડ અને આઈઓએસ પ્લેટફોર્મ પર આવા અનેક મોબાઇલ એપ છે જે યુજર્સની માહિતીની ચોરી કરે છે.

આ વખતે જે ચીની એપ પર પ્રતિબંધ લગાવ્યો છે તેમાં પબજી સિવાય લિવિક, વીચેટ વર્ક અને વીચેટ રીડિંગ, એપલોક કેરમ ફ્રેન્ડ જેવા મોબાઇલ એપ સામેલ છે.

ભારતમાં PUBGના (PUBG banned in India) એક્ટિવ યૂઝર્સ લગભગ 3.3 કરોડ છે.

આ ગેમને 5 કરોડ લોકોએ ડાઉનલોડ કરી છે.

આ પણ વાંચો: PM Cares ફંડમાં 5 જ દિવસમાં અધ્ધ.. 3,076 કરોડ આવ્યા, ચિદમ્બરમે પૂછ્યું- ડોનર્સના નામ જાહેર કરતા કેમ ડરો છો?

અત્યાર સુધી 224 એપ પર પ્રતિબંધ

અગાઉ લોકપ્રિય ટિકટોક સહિત ચીનની ઘણી એપ પર પ્રતિબંધ લગાવ્યો છે.

જૂનના અંતમાં ભારતે ટિકટોક, હેલો સહિત ચીનના 59 મોબાઇલ એપ પર પ્રતિબંધ લગાવ્યો હતો.

બાદમાં જુલાઇના અંતમાં બીજી 47 એપ પર પ્રતિબંધ લગાવ્યો હતો.

આમ અત્યાર સુધી ચીનના 224 એપ પર પ્રતિબંધ લાગી ચુક્યો છે.