Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > સરકારનો નવો નિયમ: અંગત ઉપયોગ માટેના ઈલેક્ટ્રિક વાહનો પર નહી મળે સબસિડી

સરકારનો નવો નિયમ: અંગત ઉપયોગ માટેના ઈલેક્ટ્રિક વાહનો પર નહી મળે સબસિડી

0
261

એક તરફ દેશની દિગ્ગજ વાહન નિર્માતા કંપનીઓ ભવિષ્ય ભાખીને ઈલેક્ટ્રિક વાહનોને લોન્ચ કરવાની તૈયારીઓ કરી રહી છે, ત્યારે બીજી તરફ સરકારે દ્વારા એક નવો આદેશ આપવામાં આવ્યો છે. સરકારે શુક્રવારે જણાવ્યું કે, દેશમાં ઈલેક્ટ્રિક વાહનો પ્રોત્સાહન આપવા માટે આપવમાં આવતી સબસિડી માત્ર વ્યવસાયિક વાહનો માટે જ ઉપલબ્ધ હશે. પોતાના અંગત ઉપયોગ માટે વાહનોની સબસિડી યોજના સામેલ નહીં કરવમાં આવે. આ બાબતની માહિતી કેન્દ્રીય ભારે ઉદ્યોગ તથા સાર્વજનિક ઉપક્રમ રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલે એક કાર્યક્રમમાં આપી હતી.

મેઘવાલે ભારત બ્રિટન મોબિલિટી ફોરમ-2019માં કહ્યું કે, મોબાઈલ હોય, કાર હોય, ટ્રક હોય, બસ હોય કે પછી ઈ-રિક્ષા હોય સરકારનું અનુમાન છે કે, આ બધી જ શ્રેણીઓમાં દેશ ઈલેક્ટ્રિક વાહનો અપનાવી શકશે. તેમણે કહ્યું કે, પેરિસ સંધિ હેઠળ કાર્બન ઉત્સર્જન કામ કરવા માટે પરિવર્તન આવશ્યક છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, સરકારે વ્યવસાયિક વાહનોના માલિકોના લીધે ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાની નીતિ સ્પષ્ટ કરી દીધી છે અને ખાલી તેને જ પ્રોત્સાહન મળશે. 10,000 કરોડ રૂપિયાની ફેમ યોજના હેઠળ વ્યાવસાયિક ઉપયોગના થ્રી વ્હીલ અને ફોર વ્હીલ વાહનો પર સબસિડી આપવામાં આવે છે. આ સબસિડી પોતાના અંગત ઉપયોગના ટૂ-વ્હીલ માટે પણ મળશે.

વિભિન્ન વાહન કંપનીઓ પોતાના ઈલેક્ટ્રિક વાહનોને લોકપ્રિય બનાવવા તથા તેને સુવિધાયુક્ત બનાવવા માટે અંગત ઉપયોગના વાહનો પર પણ સબસિડી આપવાની માંગ કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી મેઘવાલે ઈલેક્ટ્રિક વાહનોની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું કે, આવનારી પેઢીઓને સારૂ પર્યાવરણ આપવા માટે આ એકમાત્ર રસ્તો છે. તેમણે કહ્યું કે, આપણે પેરિસ સંધિની હેઠળ કાર્બન ઉત્સર્જન ઓછુ કરવા માટે ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવુ પડશે. ભવિષ્યની પેઢીઓ માટે સારૂ રહેશે કે, તેમને પ્રદૂષણ વિનાનું વાતાવરણ મળે, તે જ અમારૂ લક્ષ્ય છે.

જણાવી દઈએ કે, હાલમાં જ Hyundaiએ દેશમાં પહેલી ઈલેક્ટ્રિક એસયૂવી Kona લોન્ચ કરી છે, ત્યારે દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની Maruti પોતાની લોકપ્રિય હેચબેક કાર Wagonrને ઈલેક્ટ્રિક સંસ્કરણમાં બજારમાં ઉતારવાની તૈયારીઓ કરી રહી છે. આ સાથે Revolt Motors દેશની પ્રથમ ઈલેક્ટ્રિક બાઈક RV 400ને પણ જલ્દી લોન્ચ કરવામાં આવશે, ત્યારે સરકારના આ આદેશથી વાહન નિર્માતાઓ માટે ચિંતાનો વિષય બન્યો છે.

NIEM કોલેજ માન્યતા મામલે વિદ્યાર્થી સેનાએ ગુજ.યુનિના કુલપતિ પાસે માંગ્યો ખુલાસો