Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > સોલાના ગોતા હાઉસિંગમાંથી ગૂમ 7 વર્ષની બાળકી ખુશીની હત્યા કરેલી લાશ મળી

સોલાના ગોતા હાઉસિંગમાંથી ગૂમ 7 વર્ષની બાળકી ખુશીની હત્યા કરેલી લાશ મળી

0
340

ઘર પાસે ચોકમાં રમતી માસૂમ ખુશીનું અપહરણ કરી હત્યા કરનાર જાણભેદુ હોવાની શંકા

અમદાવાદ: સોલા વિસ્તારના ગોતા હાઉસિંગ પાસે ઘર નજીકથી શનિવારે સાંજે ગૂમ થયેલી 7 વર્ષની માસૂમ ખુશી રાઠોડની આજે હત્યા (Gota Housing Murder) કરાયેલી લાશ મળી હતી. ખુશીની હત્યા (Gota Housing Murder) કરી લાશ ઓગણજ પાસે ટોલટેક્સ નજીક ઝાડીઓમાં ફેંકી દેવાઈ હતી. પોલીસને હત્યા અને અપહરણના બનાવમાં જાણભેદુનો હાથ હોવાનો શક છે. ક્રાઇમબ્રાન્ચ પણ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ ગૂમ ખુશીને શોધવામાં લાગી હતી. પોલીસે કેટલાક લોકોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. આવી જ ઘટના 2009માં બાપુનગરમાં બની હતી. જેમાં ધર નજીકથી ગૂમ 7 વર્ષની બાળકી સંગીતાની લાશ નજીકમાં મ્યુનિસિપલ સ્કૂલના ટોઇલેટમાંથી મળી હતી.ઘટનાના 11 વર્ષ બાદ પણ સંગીતા હત્યા કેસના આરોપીનો પતો લાગ્યો નથી.

સોલાના ગોતા હાઉસિંગ વિસ્તારમાં રહેતાં રાજેશ રાઠોડ પત્ની અને 7 વર્ષની બાળકી ખુશી સાથે રહે છે. રાજેશભાઇ અને તેમના પત્ની મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. રાજેશભાઈની 7 વર્ષની પુત્રી ખુશી શનિવારે સાંજે ઘર પાસે રમતી હતી. જોકે મોડી સાંજે દિકરી ઘરે ના આવતા પરિવારજનોએ તપાસ કરી હતી. બાળકીનો કોઈ પત્તો ના લાગતા બનાવની જાણ સોલા પોલીસને કરવામાં આવી હતી.

આ પણ વાંચો: પોપ્યુલર ગ્રૂપના નબીરાઓનું કારસ્તાન: જવેલર્સને મારમારી બાનાખત રદ, 60 લાખની ઠગાઈનો આક્ષેપ

સોલા પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને લઇ બાળકીના અપહરણ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. સોલા પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ પણ બાળકીની શોધખોળમાં લાગી હતી. પોલીસે સમગ્ર ગોતા હાઉસિંગ વિસ્તારમાં તપાસ શરૂ કરી હતી. બાળકીની શોધખોળ માટે મોટાભાગના સ્ટાફને કામે લગાડવામાં આવ્યો હતી. જોકે ત્રણ દિવસ બાદ આજે ઓગણજ ટોલટેક્સ નજીક આવેલી ઝાડીઓમાંથી ખુશીની હત્યા (Gota Housing Murder) કરી ફેંકી દેવાયેલી લાશ મળી આવતાં પોલીસ અધિકારીઓ પણ બાળકીને ન બચાવી શક્યા તે બદલ દુઃખી થઈ ગયા હતા.

પોલીસની પ્રાથમિક તપાસમાં બાળકીની હત્યા ગળું (Gota Housing Murder) દબાવી કરી હોવાનું અનુમાન છે. બાળકી સાથે કોઈ શારીરિક કુચેષ્ટા થઈ છે કે નહીં તે માટે મેડિકલ તપાસ પોલીસ કરાવી રહી છે.

આ પણ વાંચો: SG હાઈવે MD ડ્રગ્સનું પોકેટ :ગુજરાત હાઈકોર્ટ, અપના અડ્ડા અને ખેતલા આપા નજીક વેચાણ!

ક્રાઈમબ્રાન્ચ અને સોલા પોલીસે આરોપીને શોધવા કવાયત શરૂ કરી છે. પોલીસને બાળકી ખુશીની હત્યા (Gota Housing Murder) અને અપહરણ પાછળ જાણભેદુનો હાથ હોવાની શંકા છે. ક્રાઈમબ્રાન્ચે આ અંગે કેટલાક શકમંદોની અટક કરી પૂછપરછ હાથ ધરી છે.

11 વર્ષ અગાઉ પણ બાપુનગર વિસ્તારમાં ગત તા.3 ફેબ્રુઆરી, 2009માં ઘરેથી ગૂમ 7 વર્ષની બાળકી સંગીતાની ડેડબોડી મ્યુન્સીપલ સ્કૂલના ટોઈલેટમાંથી મળી હતી. બાળકી પર દુષ્કર્મ આચરી હત્યારાએ તેની હત્યા કરી હતી. ઘટનાના 11 વર્ષ બાદ પણ દુષ્કર્મ સાથે મર્ડરના ગુનાનો ભેદ ઉકેલાયો નથી.