Gujarat Exclusive > આપણી જરૂરિયાત > રોજગાર > પ્રાઈવેટ કંપનીમાં કામ કરનારાઓ માટે ખુશખબર: આ વર્ષે ડબલ આંકડામાં વધશે પગાર

પ્રાઈવેટ કંપનીમાં કામ કરનારાઓ માટે ખુશખબર: આ વર્ષે ડબલ આંકડામાં વધશે પગાર

0
548

પ્રાઈવેટ કંપનીઓમાં કામ કરનારાઓ માટે ખુશખરબ છે. આ વર્ષ 6 મેટ્રો સિટીના લોકોની સેલરી ડબલ ડિઝિટમાં ગ્રો કરશે. ભારતના 9 મોટા શહેરોમાંથી 6 શહોરોમાં આ વર્ષ સેલરી ગ્રોથ ડબલ ડિઝિટમાં રહેવાનો અનુમાન છે. Team-Leaseના વાર્ષિક રિપોર્ટ અનુસાર આ શહેરોમાં લોકોની સેલરીમાં 10-11 ટકાનો ગ્રોથ રહેશે. આવો તમને જણાવી દઈએ કે, ક્યા સેક્ટરમાં લોકોને કેટલો પગારમાં વધારો મળશે.

આ સેક્ટર્સમાં સારો ગ્રોથ રહેવાનો અનુમાન

રિપોર્ટ અનુસાર ટીમ લીજે નવ શહેરોમાં 17 સેક્ટરોમાં બે લાખ સેલરી રેકોર્ડ્સ જોયા. આ રેકોર્ડ્સના આધાર પર રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યો છે કે, દિલ્હીમાંFMCD (ફાસ્ટ મૂવિંગ કંન્ઝ્યૂમર ડ્યરેબ્લ્સ) સેક્ટરમાં 11 ટકા અને બેંગ્લોરના ટેક-સ્ટાર્ટઅપ સેક્ટરમાં 10.8 ટકા સેલરી હાઈક મળી શકે છે. સારી ગ્રોથ મેળવાનાર અન્ય સેક્ટરોમાં BFSI, BPO/IT services, ઈ-કોમર્સ, એજ્યુકેશનલ સર્વિસ, એફએમસીજી, હેલ્થ કેર અને ફાર્મા હોઈ શકે છે.

અહીં રહેશે સૌથી ઓછો ગ્રોથ

કૃષિ, એગ્રોકેમિકલ્સ, ઓટોમોબાઈલ્સ, કન્સ્ટ્રક્શન, હોસ્પિટેલિટી, ઈન્ડસ્ટ્રિયલ મેન્યુફેક્ચરિંગ, મીડિયા, એનર્જી, રિટેલ અને ટેલિકોમ બિઝનેસમાં કર્મચારીઓને સૌથી ઓછો વધારો મળશે.

આ પ્રોફાઈલ પર બેસેલ લોકોને મળશે સૌથી વધારે પગાર વધારો

મુંબઈમાં ઈ-કોમર્સ અને ટેક-સ્ટાર્ટઅપના ચીફ ટેક્નીકલ ઓફિસર્સને સૌથી વધારે 17 ટકા હાઈક મળી શકે છે. 15 ટકા સુધીનું ઈન્ક્રીમેન્ટ મેળવનાર પ્રોફાઈલમાં ઓટોમોબાઈલ ડિઝાઈન એન્જિનિયર, કન્સ્ટ્રક્શનમાં ચીફ પ્લાનિંગ ઓફિસર, એનર્જી એન્જિનિયર્સ અને આઈટી, હેલ્થકેર અને ફાર્મા જેવા ડોમેનમાં વર્તમાન બધા જ આઈટી એન્જિનિયર સામેલ હશે.

Photos: આ છે વિશ્વના સૌથી લાંબા પગ ધરાવતી યુવતી, ધર્મ પરિવર્તન કરીને બની હિંદૂ