Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > સોના-ચાંદીમાં ઘટાડો, રૂપિયો વધ્યો, બ્રેન્ટ ક્રૂડ સાપ્તાહિક ઘટાડા તરફ

સોના-ચાંદીમાં ઘટાડો, રૂપિયો વધ્યો, બ્રેન્ટ ક્રૂડ સાપ્તાહિક ઘટાડા તરફ

0
114

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાનીમાં શુક્રવારે સોનાનો (Gold) ભાવ પ્રતિ દસ ગ્રામે 56 રૂપિયા જેટલા સામાન્ય ઘટીને 51,770 રૂપિયા થયા હતા. તેની સામે રૂપિયો વધ્યો હતો. અગાઉના દિવસે સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામે 51,826 રૂપિયા પર બંધ આવ્યો હતો.

ચાંદી (Silver) પણ પ્રતિ કિલોએ 738 રૂપિયા ઘટીને 69,109 પરથી 68,731 થઈ હતી. એચડીએફસી સિક્યોરિટીઝના વિશ્લેષક તપન પટેલે જણાવ્યું હતું કે નવી દિલ્હીમાં 24 કેરેટના હાજર સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામે માંડ 56 રૂપિયા ઘટ્યો હતો.

આ પણ વાંચોઃ PUBG અને TikTok સહિત 224 એપ્સ પર પ્રતિબંધથી ચીનને કેટલું નુક્સાન?

રૂપિયા (rupee)એ બે દિવસના ઘટાડાના ટ્રેન્ડથી વિપરીત ચાલ દર્શાવતા 33 પૈસાનો ઉછાળો નોંધાવતા તે અમેરિકન ડોલર સામે 73.14 પર બંધ આવ્યો હતો. તેની સામે સ્થાનિક ઇક્વિટી બજાર 634 પોઇન્ટ ઘટીને 38,357.18 પર બંધ આવ્યો તો. જ્યારે નિફ્ટી 193.60 ઘટીને 11,333.85 પર બંધ આવ્યો હતો.

આર્થિક વૃદ્દિની ચિંતાએ સોનાનો ઘટાડો મર્યાદિત બનાવ્યો

વૈશ્વિક બજારમાં સોનું હાલમાં પ્રતિ ઔંસ 1,935 પર ટ્રેડ થઈ રહ્યુ છે અને ચાંદી પ્રતિ ઔંસ 26.71 ડોલરે ટ્રેડ થઈ રહી છે. તેમણે ઉમેર્યુ હતું કે આર્થિક વૃદ્ધિને લગતી ચિંતાએ ડોલરની વૃદ્ધિને બ્રેક મારી હતી અને સોનાના ભાવને ટેકો આપ્યો હતો.

આ પણ વાંચોઃ ચીન સાથે વિવાદનો ફાયદો ઉઠાવવા માંગે છે પાકિસ્તાન, ભારતીય સેના પણ સજ્જ: CDS રાવત

ભારતમાં પણ કોરોનાના કેસોમાં દૈનિક ધોરણે વૃદ્ધિ જારી રહેતા સોનાના ભાવને ટેકો મળવાનો જારી રહ્યો હતો. એમસીએક્સ પર સોનાનો વાયદો પ્રતિ દસ ગ્રામ 168 રૂપિયા વધીને 50,910 થયો હતો. ચાંદીનો વાયદો 0.13 ટકા કે 84 રૂપિયા વધી પ્રતિ કિલોગ્રામ 67,010 રૂપિયા થયો હતો.

ગુરુવારે સોનાનો ભાવ પ્રતિ કિલો 774 રૂપિયા ખાબક્યો હતો અને 51,755 પર બંધ આવ્યો હતો. વૈશ્વિક ભાવમાં ઘટાડાના પગલે આ ઘટાડો નોંધાયો હતો. તેની સાથે ચાંદીનો ભાવ પણ પ્રતિ કિલો 1,908 ઘટીને 69,176 રૂપિયા થયો હતો.

ક્રૂડ ઓઇલનો ભાવ પણ શુક્રવારે ઘટ્યો હતો અને હવે તે સાપ્તાહિક ખોટ નોંધાવવા તરફ છે. નબળી માંગની સાથે વિપુલ પ્રમાણમાં પુરવઠાના લીધે નબળા ડોલરની ભરપાઈ થઈ ગઈ હતી.

બ્રેન્ટ ક્રુડ (Brent crude)નો ભાવ 0.4 ટકા ઘટીને પ્રતિ બેરલ 43.88 ડોલર થયો હતો. આમ બ્રેન્ટ ક્રુડ જૂન પછીનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો નોંધાવવા તરફ આગળ વધ્યુ છે. જ્યારે ડબલ્યુટીએનો ભાવ પ્રતિ 20 સેન્ટ ઘટીને પ્રતિ બેરલ 41.17 ડોલર થયો હતો.