Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > US ફેડ રિઝર્વના પોલિસી સ્ટેટમેન્ટ પહેલા હાજર સોનું સ્થિર

US ફેડ રિઝર્વના પોલિસી સ્ટેટમેન્ટ પહેલા હાજર સોનું સ્થિર

0
47

નવી દિલ્હીઃ અમેરિકન ફેડરલ રિઝર્વની પોલિસી બેઠકના પરિણામની રાહ જોતા રોકાણકારોના લીધે બુધવારે સોનાની ચાલમાં જોઈએ તો ભાવ (gold movement)સ્થિર રહ્યા હતા. રાષ્ટ્રીય રાજધાનીમાં 24 કેરેટના સોનાનો ભાવ (gold movement) પ્રતિ દસ ગ્રામે 130 રૂપિયા વધી 51,450 થયો હતો. જ્યારે 22 કેરેટના સોનાનો ભાવ (gold movement)પણ તેટલો જ વધીને 50,450 થયો હતો. જ્યારે ચાંદીનો ભાવ એક કિલોએ 500 રૂપિયા ઘટીને 69,500 થયો હતો.

અમદાવાદમાં સોનાનો ભાવ (gold movement) જોઈએ તો 99.9 સોનું 52,200થી 53,600 થયુ હતુ. જ્યારે 99.5 સોનાનો ભાવ (gold movement)52,000થી 53,500 હતો. જ્યારે હોલમાર્કનો ભાવ 52,625 હતો. ચાંદી ચોરસાનો ભાવ 63,000થી 66,000 હતો. જ્યારે ચાંદી રૂપુનો ભાવ 62,800થી 65,800 હતો. આમ સોના-ચાંદીમાં થોડું વિપરીત વલણ જોવા મળ્યું હતું.

તેઓની આશા હતી કે મધ્યસ્થ બેન્ક ફુગાવાને લક્ષ્યાંક રાખીને વ્યાજદરને સંતુલિત રાખવાનું આયોજન જાહેર કરી શકે છે. હાજર સોનુ 0.1 ટકા જેટલું સામાન્ય વધી પ્રતિ ઔંસ 1,957.45 ડોલર હતો. જ્યારે અમેરિકન ગોલ્ડ ફ્યુચર્સના વાયદા પ્રતિ ઔંસ 1,966.20 ડોલર પર સ્થિર હતા.

આ પણ વાંચોઃ સોનુ, પેટ્રોલ અને ડીઝલમાં ઘટાડો, ચાંદી અને રૂપિયામાં વધારો

સિંગાપોરમાં ગોલ્ડસિલ્વર સેન્ટ્રલના મેનેજિંગ ડિરેક્ટર બ્રાયન લાને જણાવ્યું હતું કે લોકો ફેડની જાહેરાતને લઈને કોઈ મોટી પોઝિશન્સ લેવાથી દૂર રહ્યા હતા. તેઓ ફેડ દ્વારા ફુગાવાને બે ટકાથી ઉપર ટેકો આપવા માટે મોનેટરી ટૂલ્સ અંગે વધારે સ્પષ્ટતાની રાહ જોઈ રહ્યા છે. ફેડનો નિર્ણય સોનાની ચાલ કરવામાં નિર્ણાયક નીવડી શકે છે.

ગયા મહિને અમેરિકાની મધ્યસ્થ બેન્કે ફુગાવા અંગે સવલતભર્યો અભિગમ દાખવ્યો છે અને લાંબા સમય સુધી વ્યાજદર નીચા રાખવા અંગે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

આ પણ વાંચોઃ ટ્રેડરોની નફાકીય વેચવાલીના લીધે સોના-ચાંદી ઘટ્યા, રૂપિયામાં પણ ઘટાડો

એક જાણીતા વિશ્લેષકે નોંધમાં જણાવાયું હતું કે બજારો માને છે કે ફેડ તેની ભાષા કદાચ અમુક અંશે બદલે, જેથી વ્યાજદર લાંબા સમય સુધી નીચા રહે અને કદાચ આ જ બાબત ફુગાવા અંગેમાં પણ જોવા મળે.

પરંતુ હવે અમને શંકા છે કે ફેડ અમેરિકન અર્થતંત્રના સંભવિત ટર્ન પહેલા તેનું વલણ સુનિશ્ચિત કરે તે અંગે શંકા છે. નીચા વ્યાજદરના લીધે ડોલર અને બોન્ડની ઉપજ પર દબાણ આવતા બુલિયનની માંગ વધશે. સોનાને આમ પણ ફુગાવા અને ચલણની અસ્થિરતા સામે રક્ષણ માનવામાં આવે છે. તેના લીધે અગ્રણી ચલણો સામે ડોલર ઇન્ડેક્સ હળવો થયો હતો.

આ સિવાય ચાંદી પ્રતિ ઔંસ 0.1 ટકા ઘટીને 27.20 ડોલર થઈ હતી, જ્યારે પ્લેટિનમ 0.7 ટકા ઘટીને 971.11 ડોલર અને પેલેડિયમ 1.4 ટકા ઘટી 2,375.83 ડોલર થયું હતું.