Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > GCCIની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રગતિ પેનલનો ભવ્ય વિજય

GCCIની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રગતિ પેનલનો ભવ્ય વિજય

0
62
  • સતત પાંચ કલાકની મતગણતરી બાદ પરિણામ જાહેર

  • મતગણતરીમાં વિવાદ સર્જાતાં બપોર બાદ ગણતરી ચાલુ થઇ

અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડરટીઝ (GCCI)ની ચૂંટણીમાં પ્રગતિ પેનલનો ભવ્ય વિજય થયો છે. તેની સામે આત્મનિર્ભર પેનલનો સફાયો થઇ ગયો હતો. બેલેટ પેપરના ડેટામાં ગરબડના આક્ષેપ સાથે આત્મનિર્ભર પેનલ વાંધો ઉઠાવ્યો છે. જેથી વિવાદ સર્જાતા મતગણતરી અટકી ગઈ હતી. બપોર પછી શરૂ થયેલી મતગણતરી સતત પાંચ કલાક સુધી ચાલી હતી. સાંજે 7 વાગ્યાની આસપાસ પરિણામ જાહેર થયું હતું. જો કે સાંજે પાંચેક વાગ્યે જ પ્રગતિ પેનલનો ઘોડો વીનમાં હોવાનું જણાતાં જ આત્મનિર્ભર પેનલના ઉમેદવારોએ મેદાન છોડીને ઘરે જતાં રહ્યાં હતા.

આ પણ વાંચો: CCTV: એરપોર્ટ રોડ પર કારનો દરવાજો લોક થઈ જતા છ વર્ષના બાળકનું મોત

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI)ના સીનીયર વાઇસ પ્રેસીડેન્ટની 1 બેઠક, વાઇસ પ્રેસીડેન્ટની 1 બેઠક, લાઇફ પેટ્રન સભ્ય (લોકલ) 2 તથા 1 બેઠક લાઇફ પેટ્રન (બહારગામ)ની ઉપરાંત બિઝનેસ એસોસીએશનની (સ્થાનિક)ની 2 બેઠક ઉપરાંત બિઝનેસ એસોસિએશન (બહારગામ)ની 1 બેઠક અને સામાન્ય (સ્થાનિક)ની આઠ બેઠકો મળીને કુલ 16 બેઠકોની ચૂંટણી યોજાઇ હતી.

આ બેઠકોમાં 27 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો હતો. તેમાંય સામાન્ય (લોકલ) 8 બેઠકો પર સૌથી વધુ 13 ઉમેદવારોએ ઝુંકાવ્યું હતું.

આ પણ વાંચો: સંજય રાવતના ગુજરાત અંગેના નિવેદનથી ભાજપ-કોંગ્રેસ બંને નારાજ

કોરોના મહામારી વચ્ચે ગુજરાત વેપારી મહામંડળ ( GCCI) ની શનિવારે યોજાયેલી ચૂંટણીમાં 50 ટકા જેટલું મતદાન થવા પામ્યું હતું.

આ ચૂંટણીની મતગણતરી આજે રવિવારે સવારે 8- 30 વાગ્યે શરૂ થવાની હતી.

અને બપોરે 1 વાગ્યાની આસપાસ પરિણામ જાહેર થવાની શકયતા હતી.

પરંતુ આજે સવારે મતગણતરી શરૂ થાય તે પહેલાં જ આત્મનિર્ભર પેનલે બેલેટ પેપરના ડેટામાં ગરબડનો આક્ષેપ કર્યો હતો.

તેમણે મતપેટીમાં પડેલા બેલેટ અને કોમ્યુટરમાં સ્કેન થયેલા બેલેટમાં તફાવતનો આક્ષેપ કર્યો હતો.

જ્યાં સુધી ડેટા નહીં મળે ત્યાં સુધી સ્ટ્રોંગ રૂમ ખોલવાનો આત્મનિર્ભર પેનલનો ઇન્કાર કર્યોં હતો.

તેની સાથે ચૂંટણી અધિકારી પક્ષપાત કરતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. પરિણામે મામલો વણસ્યો હતો.

કઇ બેઠક પર કોનો વિજય   વિજેતાનું નામ
સીનીયર ઉપપ્રમુખ હેંમત એન. શાહ
ઉપપ્રમુખ કે.આઇ. પટેલ
લાઇફ પેટ્રન સભ્ય ( સ્થાનિક ) અનિલ એમ. જૈન
લાઇફ પેટ્રન સભ્ય ( સ્થાનિક ) હિતેન વસંત
લાઇફ પેટ્રન મેમ્બર ( બહારગામ ) સૌરિન પરીખ
બિઝનેસ એસો. ( સ્થાનિક ) ગૌરાંગ આર. ભગત
બિઝનેસ એસો. ( સ્થાનિક ) હરગોવિંદસીઘ એસ. રાજપૂત
બિઝનેસ એસો. ( બહારગામ ) અંબર જે. પટેલ

સામાન્ય સભ્યો (સ્થાનિક)ની 8 બેઠકોના કોણ છે વિજેતા

1) અજય ડી. પટેલ
2) અંકિત શંકરભાઇ પટેલ
3) ચેતન ડી. શાહ
4) પથિક એસ. પટવારી
5) ભુપેન્દ્ર ચતુરભાઈ પટેલ
6) વીરચી અરવિદભાઈ શાહ
7) ઉદિત અરુણભાઈ દિવેટિયા
8) મદનલાલ પ્રભાતિલાલ જયસ્વાલ