Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > Article 370: જ્યારે ગૌતમ ગંભીરે શાહીદ આફ્રિદીની બોલતી કરી હતી બંધ

Article 370: જ્યારે ગૌતમ ગંભીરે શાહીદ આફ્રિદીની બોલતી કરી હતી બંધ

0
151

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના આધારભૂત બેટ્સમેન અને હાલ ભારતીય જનતા પાર્ટી (BJP) સાંસદ ગૌતમ ગંભીર અને પાકિસ્તાનના પૂર્વ કપ્તાન શાહિદ આફ્રિદી વચ્ચેના સબંધોમાં પહેલાથી જ ખટરાગ જોવા મળી રહ્યો છે. બન્ને વચ્ચે ‘ઓન ધી ફિલ્ડ‘ અને ‘ઓફ ધી ફિલ્ડ’ જંગ છેડાતો જ રહ્યો છે. આફ્રિદી અને ગંભીર અનેક વખત એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી ચૂક્યાં છે.

આજથી એક વર્ષ અગાઉ પણ જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારી જોગવાઇ નાબૂદ કરવાની સાથે ભારત સરકારના નિર્ણય પર પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીએ વિરોધ વ્યક્ત કર્યો હતો. જે બાદ ભારતના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે જડબાતોડ જવાબ આપીને પાકિસ્તાની ક્રિકેટરની બોલતી બંધ કરી દીધી હતી.

ભારત સરકારના એ નિર્ણય પર પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો હતો. એ સમયે શાહિદ આફ્રિદીએ ટ્વીટ કરી પોતાની આક્રોશ ઠાલવ્યો હતો અને સંયુક્ત રાષ્ટ્રના અસ્તિવ પર જ સવાલ ઉભો કરી દીધો હતો.

આફ્રિદીએ કહ્યું હતું કે, “સંયુક્ત રાષ્ટ્ર (United Nation)એ આ મામલે કાર્યવાહી કરવી જોઇએ. કાશ્મીરીઓને તેમના તમામ અધિકાર મળવા જોઇએ. અમારી જેમ તેમને પણ આઝાદીનો અધિકાર મળવો જોઇએ. આફ્રિદીએ લખ્યુ હતું કે, કાશ્મીરમાં માનવતા વિરૂદ્ધ હિંસા અને ગુનાને અંજામ આપવામાં આવી રહ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિએ આ મામલે મધ્યસ્થતા કરીને પોતાની ભૂમિકા અદા કરવી જોઇએ.”

આ પણ વાંચો:  બાબા સાહેબે કલમ 370 તૈયાર કરવાનો કર્યો હતો ઇનકાર, શું નહેરૂએ સરદાર પટેલને અંધારામાં રાખ્યા?

જેનો જવાબ આપતા ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર આફ્રિદીને આફ્રિદીને ‘બેટા’ કહીને સંબોધતા લખ્યુ, ત્યાં વગર ઉકસાવાના હુમલા થઇ રહ્યાં છે, ત્યા માનવતા વિરૂદ્ધ ગુના પણ થઇ રહ્યાં છે. આ મામલો સામે લાવવા માટે આફ્રિદીની પ્રશંસા કરવી જોઇએ પરંતુ તે માત્ર એક વાતનો ઉલ્લેખ કરવાનું ભૂલી ગયો કે આ બધુ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં થઇ રહ્યું છે. ગંભીરે આફ્રિદીએ “બેટા” કહીને સંબોધતા લખ્યુ હતું કે, ચિંતા ના કરો, અમે જલ્દી તેનો ઉકેલ લાવીશું.

શાહિદ આફ્રિદીના ટ્વીટ પર ભારતીયોએ પણ તેને ટ્રોલ કર્યો હતો. કેટલાક યૂઝર્સે તેને UNSCના જમ્મુ કાશ્મીર પર પ્રસ્તાવ વાંચવાની સલાહ આપી હતી. અમુક યુઝર્સે સવાલ પૂછ્યો હતો કે, આ પ્રસ્તાવ હેઠળ પાક અધિકૃત કાશ્મીર (PoK)ને પાકિસ્તાનથી અલગ થવું પડશે. શું તમે તેના માટે તૈયાર છો?

અગાઉ ગૌતમ ગંભીરે કલમ 370 હટાવવા પર શુભેચ્છા આપતા લખ્યુ હતું, “જે કોઇ ના કરી શક્યુ તે અમે કરી બતાવ્યુ છે. કાશ્મીરમાં પણ આપણો તિરંગો લહેરાવ્યો છે. જયહિન્દ! Congratulations India ! કાશ્મીર મુબારક!”