Gujarat Exclusive > દેશ-વિદેશ > ગલવાન ખીણમાં ચીનના 60થી વધારે સૈનિકના મોતઃ US અખબારનો દાવો

ગલવાન ખીણમાં ચીનના 60થી વધારે સૈનિકના મોતઃ US અખબારનો દાવો

0
56

વોશિંગ્ટનઃ લડાખ(Ladakh)ના ગલવાન ખીણ (Galwan valley)માં થયેલી હિંસક ઝડપને લઈને અમેરિકન અખબાર ન્યૂઝવીક(Newsweek)ના ખુલાસા મુજબ 15 જુને થયેલી હિંસક ઝડપમાં ચીનના 60થી વધારે સૈનિક માર્યા ગયા હતા.

કહેવામાં આવે છે કે ભારતીય ક્ષેત્રમાં આક્રમક ગતિવિધના મુખ્ય પ્રણેતા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ હતા, પરંતુ તેમની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) તેમાં નિષ્ફળ ગઈ.

આ પણ વાંચોઃ PM મોદીએ બિહારમાં પેટ્રોલિયમ સેક્ટરના ત્રણ પ્રોજેક્ટ રાષ્ટ્રને અર્પણ કર્યા

ન્યૂઝવીકે જણાવ્યું હતું કે ભારતની સરહદ પર પીએલએની નિષ્ફળતાના દૂરોગામી પરિણામ હશે. ચીનના લશ્કરે પ્રારંભમાં જ જિનપિંગને જણાવ્યું હતું કે તે લશ્કરમાં વિરોધીઓને બહાર કરવા અને વફાદારોને ભરતી કરવા પર ભાર મૂકે. જાહેર છે કે આ વાતનું પરિણામ આવશે કે કેટલાક મોટા ઓફિસરોની હકાલપટ્ટી થશે.

જિનપિંગ ભારત સામે વધુ મોટું પગલું ભરી શકે

અહીં મહત્ત્વની વાત એ છે કે આ નિષ્ફળતાના લીધે ચીનના શાસક શી જિનપિંગ ભારત સામે વધુ એક આક્રમક પગલુ ઉઠાવવા ઉત્તેજિત શશે. ઉલ્લેખનીય છે કે જિનપિંગ ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના સેન્ટ્રલ મિલિટરી કમિશનના પણ વડા છે અને પીએલએના નેતા પણ છે.

આ પણ વાંચોઃ સમાજવાદનો વધુ એક ગઢ ધ્વસ્તઃ RJD નેતા રઘુવંશપ્રસાદ સિંહનું અવસાન

મેના પ્રારંભમાં જ વાસ્તવિક અંકુશ રેખા (LAC)ના દક્ષિણમાં ચીનનું લશ્કર આગળ વધ્યું. અહીં લડાખમાં ત્રણ અલગ-અલગ વિસ્તારોમાં એશિયાના બે મોટા દેશ વચ્ચે અસ્થાયી લશ્કર છે. અહીં સરહદ નક્કી ન હોવાથી પીએલએ ભારતીય સરહદમાં ઘૂસતુ રહે છે. આ ઘૂસણફોરી 2012માં જિનપિંગ પક્ષના જનરલ સેક્રેટરી બન્યા ત્યારથી વધી ગઈ છે .

રશિયાએ ભારતને મેમાં જ ચેતવણી આપી હતી

મેમાં થયેલી ઘૂસણખોરીથી ભારત ચોંકી ગયુ હતુ. ફાઉન્ડેશન ફોર ડિફેન્સ ઓફ ડેમોક્રેસીઝના ક્લિયો પાસ્કલે જણાવ્યું હતું કે રશિયાએ મેમાં ભારતને જણાવ્યું હતું કે તિબેટના સ્વાયત્ત ક્ષેત્રમાં ચીન સતત યુદ્ધઅભ્યાસ કરીને આ વિસ્તારમાં છૂપાઈને આગળ વધવાની તૈયારી કરી છે.

આ પણ વાંચોઃ PMOમાં ત્રણ નવા આઇએએસ અધિકારી નીમવામાં આવ્યા

તેના પછી ચીન દ્વારા 15 જૂને ગલવાન ખીણમાં થયેલી ઘૂસણખોરી પછી ભારત આશ્ચર્ય પામ્યુ. આ પૂરેપૂરો સમજીવિચારીને લેવાયેલો નિર્ણય હતો. ચીનના સૈનિકો સાથેની ઝડપમાં ભારતના 20 જવાન શહીદ થયા. વિશ્વના બે સૌથી વધુ વસતીવાળા દેશ વચ્ચે છેલ્લા 45 વર્ષમાં આ પ્રથમ સંઘર્ષ હતો.

ભારત 1962ના માનસિક ઓછાયામાંથી બહાર

બૈજિંગ દ્વારા વિવાદાસ્પદ વિસ્તારોમાં ઘૂસણખોરી કરવી જૂની આદત છે. તેની સામે 1962ની હારથી ભારતીય નેતા અને જવાનોને માનસિક રીતે લકવો મારી ગયો હોવાથી તે સરહદ પર સુરક્ષાત્મક હોય છે. પણ ગલવાન ખીણમાં આવું ન થયુ. આ સંઘર્ષમાં ચીનના 43 જવાનો મર્યા, પણ પાસ્કલના કહેવા મુજબ આ આંકડો 60થી વધારે હોઈ શકે છે. ભારતીય લશ્કરના જવાન બહાદુરીથી લડ્યા. બીજી તરફ ચીને પોતાને થયેલું નુકસાન દર્શાવ્યું નથી.