Gujarat Exclusive > દેશ-વિદેશ > MPમાં રાજકીય ઉથલપાથલ! BJPના 4 MLA સંપર્કમાં હોવાનો કોમ્પ્યુટર બાબાનો દાવો

MPમાં રાજકીય ઉથલપાથલ! BJPના 4 MLA સંપર્કમાં હોવાનો કોમ્પ્યુટર બાબાનો દાવો

0
276

કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ બાદ હવે મધ્ય પ્રદેશમાં રાજકીય તોડફોડના અણસાર વર્તાઈ રહ્યા છે. અવારનવાર પોતાના નિવેદનોથી ચર્ચાઓમાં રહેતા કોમ્પ્યૂટર બાબાએ એક એવું નિવેદન આપ્યું છે કે, જેમાં મધ્ય પ્રદેશમાં પણ રાજકીય ખેંચતાણ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. કોમ્પ્યૂટર બાબાએ દાવો કર્યો છે કે, તેના સંપર્કમાં ભાજપના 4 ધારાસભ્યો છે. જે દિવસે મુખ્યમંત્રી કમલનાથ ઈશારો કરશે, તે દિવસે કોંગ્રેસમાં સામેલ થઈ જશે.

કોમ્પ્યુટર બાબાનું કહેવું છે કે, 4 MLA ભાજપથી ખૂબ નારાજ છે અને ગમે ત્યારે કોંગ્રેસમાં જોડાઈ શકે છે. જો કે, કોમ્પ્યૂટર બાબાએ આ MLAના નામ અને તેમના વિધાનસભા વિસ્તારો વિશે કોઈ ખુલાસો કર્યો નથી. તેમણે પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ નર્મદાને વેંચીને ખાઈ ગયા છે.

ભાજપના ધારાસભ્યોનો બળવો

ઉલ્લેખનિય છે કે, સૌથી પહેલા ભાજપના બે ધારાસભ્યો એક બિલને લઈને પાર્ટી લાઈનથી વિરૂદ્ધ મત આપ્યો હતો. ભાજપના ધારાસભ્ય નારાયણ ત્રિપાઠી અને શરદ કોલે કમલનાથ સરકારના પક્ષમાં વોટ આપ્યો હતો.

કોણ છે કોમ્પ્યૂટર બાબા

સતત ચર્ચામાં રહેતા કોમ્પ્યૂટર બાબાનું સાચુ નામ નામદેવ દાસ ત્યાગી છે. રાજનીતિ લઈને તે પોતાના નિવેદનો આપ્યા કરે છે. કોમ્પ્યૂટર બાબા મહામંડલેશ્વર છે અને ફોન અને ગેજેટ્સના ખૂબ શૌખીન છે. તે અવારનવાર શિવરાજ સરકારની આલોચના કરતા આવ્યા છે.

છેડતીની ફરિયાદ કરવા ગયેલી સગીરા સાથે પોલીસ કર્મીનો ખરાબ વ્યવહાર, પ્રિયંકા ગાંધીએ Video શેર કરી કાઢી ભડાસ