Gujarat Exclusive > રાજનીતિ > પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના નેતા જયપાલ રેડ્ડીનું અવસાન

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના નેતા જયપાલ રેડ્ડીનું અવસાન

0
282

કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જયપાલ રેડ્ડીનું હૈદરાબાદમાં અવસાન થયું છે. પૂર્વ કેન્દ્રીય પ્રધાન જયપાલ રેડ્ડીના અવસાનના સમાચાર સાંભળીને દુ:ખ વ્યકત કર્યુ હતું. તેઓ લોકસભાના સાંસદ અને બે વખત રાજ્યસભાના સાંસદ અને 4 વખત ધારાસભ્ય તરીકે રહી ચૂક્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, તે લાંબા સમયથી બીમાર હતા. આથી તેમને શનિવાર રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જયાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
જયપાલ રેડ્ડી 77 વર્ષના હતા અને તેમના કાર્યકાળ દરમિયાન તેઓ કેબિનેટ મંત્રી રહી ચૂક્યા હતા.

 

જયપાલ રેડ્ડીના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શોક પ્રકટ કરતા પોતાના ટ્વીટર એકાઉન્ટ પર દુ:ખ વ્યક્ત કર્યું છે.

ટેરર ફંડિગ કેસ કેસમાં NIAની મોટી કાર્યવાહી, બારામૂલામાં ઠેરઠેર દરોડા