Gujarat Exclusive > દેશ-વિદેશ > પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને 8 ઓગસ્ટે મળશે ભારત રત્ન

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને 8 ઓગસ્ટે મળશે ભારત રત્ન

0
433

દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને 8 ઓગસ્ટે ભારત રત્ન મળશે. સૂત્રો અનુસાર રાષ્ટ્રપતિ ભવન દ્વારા પ્રણવ મુખરજીને 8 ઓગસ્ટે ભારત રત્નનું સમ્માન આપવામાં આવશે. આ વર્ષે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી સહિત ત્રણ જાણીતી હસ્તી નાનાજી દેશમુખ અને ભૂપેન હજારિકાને ભારત રત્ન આપવાનું એલાન કર્યુ હતું.

ભારત રત્ન ભારતનું સર્વોચ્ચ નાગરિક સમ્માન છે, જે અસાધારણ રાષ્ટ્રીય સેવા માટે આપવામાં આવે છે. કેન્દ્રની મોદી સરકારે 70માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર 25 જાન્યુઆરી 2019માં ભારતીય જનસંઘના વિચારક અને ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના સંસ્થાપક સભ્યમાંથી એક નાનાજી દેશમુખ, જાણીતા અસમિયા કવિ અને સંગીતકાર ભૂપેન હજારિકા અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી માટે ભારત રત્નની જાહેરાત કરી હતી.

નાનાજી દેશમુખ અને ભૂપેન હજારિકાને આ સમ્માન મરણોપરાંત મળશે. સર્વોચ્ચ નાગરિક સમ્માન અંતિમ વખત 2015માં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને પંડિત મદન મોહન માલવીય (મરણોપરાંત) આપવામાં આવ્યુ હતું. અત્યાર સુધી 45 હસ્તીઓને ભારત રત્નથી સમ્મનિત કરવામાં આવી ચુકી છે. 25 જાન્યુઆરી 2019માં જાહેરાત બાદ આ સંખ્યા 48 થઇ ગઇ છે.

2017માં રાષ્ટ્રપતિ પદથી નિવૃત થયેલા પ્રણવ મુખરજીને ભારત રત્ન મળવો તમામ માટે ચોકાવાનારૂ રહ્યું છે. રાષ્ટ્રપતિ કાર્યકાળ દરમિયાન તેમના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સારા સબંધ હતા, તેમણે અઢી વર્ષ નરેન્દ્ર મોદી સરકાર અંતર્ગત કામ કર્યુ હતું.

એક કોંગ્રેસી નેતાના રૂપમાં રાજકારણમાં નવી ઉંચાઇઓ પાર કરનારા પ્રણવ મુખરજીએ ગત વર્ષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના નાગપુર સ્થિત કાર્યાલયમાં એક કાર્યક્રમમાં સામેલ થઇને વિવાદ ઉભો કર્યો હતો.કવિ, સિંગર, ગીતકાર અને ફિલ્મ નિર્માતા હજારિકાનું 85 વર્ષની વયે 2011માં નિધન થઇ ગયુ હતું, તેમણે અસમિયા લોકગીત અને સંસ્કૃતિને હિન્દી સિનેમામાં લાવીને રાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવી હતી.
તે બાદ ભારત રત્ન માટે ત્રીજી પસંદ નાનાજી દેશમુખ એક આરએસએસ પ્રચારક હતા, જે 60ના દાયકામાં ઉત્તર પ્રદેશના પ્રભારી બન્યા હતા અને 1980ના દાયકામાં ભાજપના શિલ્પકારમાંથી એક હતા.

મોદી સરકારનો દાવો, 4 લાખ નોકરીઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ