Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > BJPના પૂર્વ MP લીલાધર વાઘેલાનું નિધન, પાટણના પીંપળ ગામે થશે અંતિમ સંસ્કાર

BJPના પૂર્વ MP લીલાધર વાઘેલાનું નિધન, પાટણના પીંપળ ગામે થશે અંતિમ સંસ્કાર

0
118
  • પૂર્વ સાંસદ અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી લીલાધર વાઘેલાનું નિધન
  • 2004ના વર્ષમાં શંકરસિંહ વાઘેલા સામે ચૂંટણી લડીને તેઓ લાઇમલાઇટમાં આવ્યા હતાં
  • તેઓ 5 વખત ધારાસભ્ય (MLA) અને એક વખત સાંસદ (MP) પણ રહી ચૂક્યાં છે

પીંપળ : પૂર્વ સાંસદ અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી લીલાધર વાઘેલાનું નિધન (Liladhar Vaghela Passes Away) થયું છે. તેઓએ 87 વર્ષની વયે ડીસા ખાતે પુત્રના નિવાસ સ્થાને તેઓએ અંતિમ શ્વાસ લીધો હતો. જ્યારે પાટણના પીંપળ ગામે તેમની અંતિમવિધિ થશે. તેઓ 5 વખત ધારાસભ્ય (MLA) અને એક વખત સાંસદ (MP) રહી ચૂક્યાં છે. ઉપરાંત ગુજરાત સરકારમાં ત્રણ વખત મંત્રી પણ રહી ચૂક્યાં છે.

તમને જણાવી દઇએ કે ગાંધીનગરમાં તેમનું મકાન રિપેરિંગ થતું હોવાથી તેઓ સર્કિટ હાઉસમાં રહેતા હતાં. 16 ફેબ્રુઆરી 1935માં જન્મેલા લીલાધર વાઘેલા કોંગ્રેસમાંથી પક્ષાંતર કરીને ભાજપમાં જોડાયા હતાં. OBC નેતા એવા લીલાધર વાઘેલા મોદી સરકારમાં રાજ્યકક્ષાના પ્રધાન પણ રહી ચૂક્યા હતાં. 87 વર્ષીય નેતા લીલાધર વાઘેલા ઠાકોર સમાજના મોટા ગજાના અગ્રણી હતાં.

આ પણ વાંચો : રાજ્યસભા સાંસદ અભય ભારદ્રાજની હાલત નાજુક, એક્સપર્ટ ડૉક્ટરોની ટીમ રાજકોટમાં

જીવન અને અભ્યાસ (Liladhar Vaghela Passes Away)

લીલાધર વાઘેલા (Liladhar Vaghela Passes Away) નો જન્મ 17મી ફેબ્રુઆરી 1935ના રોજ મહેસાણાના ચાણસ્મા તાલુકાના પીંપળ ગામે થયો હતો. તેમણે બી.એ., બી.એડનો અભ્યાસ કર્યો હતો. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત ખેડૂત, સામાજિક કાર્યકર અને પત્રકાર તરીકે કરી હતી. પાંચ વર્ષ સુધી તેમણે શિક્ષક તરીકે પણ નોકરી કરી છે.

રાજકીય કારકિર્દી (Liladhar Vaghela Passes Away)

લીલાધર વાઘેલા ભૂતકાળમાં કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતાં. તેઓ ચીમનભાઈ પટેલની સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યાં છે. 2004ના વર્ષમાં શંકરસિંહ વાઘેલા સામે ચૂંટણી લડીને તેઓ લાઇમલાઇટમાં આવ્યા હતાં. જ્યારે 2014માં ભાજપે લીલાધર વાઘેલાને પાટણ બેઠક પરથી ટિકિટ આપી હતી. ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા ભાવસિંહ રાઠોડને 1 લાખ 38 હજાર 719 મતથી તેમણે હરાવ્યા હતાં.

તેઓ પોતાના દીકરાને વિધાનસભાની ચૂંટણી લડાવવા ઇચ્છતા હતાં (Liladhar Vaghela Passes Away)

લીલાધર વાઘેલા (Liladhar Vaghela Passes Away) એ 2019ની લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠામાંથી ચૂંટણી લડવા માંગતા હોવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ પહેલા તેઓ પોતાના દીકરાને વિધાનસભાની ચૂંટણી લડાવવા ઇચ્છતા હતાં. એ માટે તેમણે ભારતીય જનતા પાર્ટી છોડી દેવાની પણ ધમકી આપી હતી. તેમનાં 2019માં બનાસકાંઠા પરથી ચૂંટણી લડવાના નિવેદન બાદ સાંસદ હરિભાઈ ચૌધરી દ્વિધામાં મૂકાયા હતાં.

આ પણ વાંચો : રાજપીપળા પાલિકા ચૂંટણી પહેલાં સોશિયલ મીડિયા વોર, “આયાતી” ઉમેદવાર સામે ખતરો?