Gujarat Exclusive > દેશ-વિદેશ > પંચતત્વમાં વિલિન થયા શીલા દીક્ષિત ભીની આંખોથી લોકોએ આપી અંતિમ વિદાય

પંચતત્વમાં વિલિન થયા શીલા દીક્ષિત ભીની આંખોથી લોકોએ આપી અંતિમ વિદાય

0
317

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતને 81 વર્ષની ઉંમરમાં દિલ્હી સ્થિત એસ્કોર્ટસ હોસ્પિટલમાં એટેક આવતા નિધન થયુ હતું. શીલા દીક્ષિત 15 વર્ષ સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહ્યાં હતા. ત્રણ વખત દિલ્હીના મુખ્યમંત્રી રહેલા શીલા દીક્ષિતના નિધન પર દિલ્હી સરકારે 2 દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. શીલા દીક્ષિતના અંતિમ સંસ્કાર દિલ્હીના નિગમ બોધ ઘાટ પર કરવામાં આવ્યા હતા.

અડવાણીએ શીલા દીક્ષિતને આપી શ્રદ્ધાંજલિ

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતને શ્રદ્ધાંજલિ આપી હતી.