Gujarat Exclusive > દેશ-વિદેશ > દિલ્હીના રાજકારણને વધુ એક ફટકો,BJPના પૂર્વ અધ્યક્ષ માંગે રામનું નિધન

દિલ્હીના રાજકારણને વધુ એક ફટકો,BJPના પૂર્વ અધ્યક્ષ માંગે રામનું નિધન

0
218

શનિવારે દિલ્હીના ત્રણ વખત મુખ્યમંત્રી રહી ચુકેલા શીલા દીક્ષિતના નિધન બાદ રવિવારે દિલ્હી બીજેપીના પૂર્વ અધ્યક્ષ,ધારાસભ્ય અને વરિષ્ઠ સંઘ સહયોગી માંગે રામ ગર્ગનું નિધન થયુ છે. તે બીમાર હતા અને ઉત્તર દિલ્હીની એક્શન બાલાજી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલતી હતી. રવિવાર સવારે તેમને અંતિમ શ્વાસ લીધા હતા.અંતિમ દર્શમ માટે તેમનો પાર્થિવ શરીર તેમના નિવાસસ્થાને રાખવામાં આવ્યુ છે. માંગે રામ ગર્ગે પોતાના શરીરને દાન કરવાનો સંકલ્પ લીધો હતો.

લોકસભા ચૂંટણીમાં મળી હતી જવાબદારી

લોકસભા ચૂંટણી પહેલા બીજેપીની ચૂંટણી રણનીતિ બનાવવા અને ચૂંટણી પ્રચારને આગળ વધારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી ભાજપના નેતાને મહત્વની જવાબદારી સોપી હતી. જવાબદારી મેળવનારા નેતાઓમાં રામ ગર્ગનું નામ સામેલ હતું.

કોઇ સમયમાં હલવાઇ રહેલા માંગે રામે 2003ને દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ વખત જીત મેળવી હતી અને ધારાસભ્ય બન્યા હતા. લોકસભા ચૂંટણી 2019માં દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વિરૂદ્ધ બીજેપીને મજબૂત કરવા માટે રામ ગર્ગને મહત્વની જવાબદારી સોપવામાં આવી હતી, તેમને સામાજિક અને સ્વયંસેવી સંગઠનો સાથે સંપર્ક કરી નરેન્દ્ર મોદી સરકારની સિદ્ધિ અને પાર્ટીની નીતિઓ પહોચાડવા માટે બનાવવામાં આવેલી સમિતીમાં સામેલ કરવામાં આવ્યા હતા.

ડાયરી લખવાના શોખીન હતા ગર્ગ

માંગે રામ ગર્ગ તે નેતાઓમાંથી એક હતા જેમને મોડા રાજકારણમાં પગ મુક્યો હતો. તે ભાજપની દિલ્હી એકમના અધ્યક્ષ રહ્યાં હતા, તેમને ડાયરી લખવાનો શોખ હતો. ધારાસભ્ય રહેતા તે રોજ ડાયરી લખતા હતા. તે પોતાની રાજકીય બેઠકો વિશે પણ લખતા હતા. માંગે રામ ગર્ગમાં ચૂંટણી જીતવાની અદભૂત કળા હતી. તે રાજકીય જીવનમાં ઘણી ઓછી ભૂલો કરતા હતા, તેમણે દિલ્હીમાં એમસીડી ચૂંટણીનું નેતૃત્વ કર્યુ હતું અને જીત પણ અપાવી હતી.