Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > ઉપરવાસમાં ભારે વરસાદને પગલે આજી નદી જળબંબાકાર, 3 કલાક માં 4 ઈંચ

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે આજી નદી જળબંબાકાર, 3 કલાક માં 4 ઈંચ

0
113
  • નવાગઢ ઇદગાહ મસ્જિદ વિસ્તારમાં લોકોના ઘરમાં કમર સુધી પાણી

  • ભારે વરસાદને લઈ લોકોના જનજીવન પર માઠી અસર

  • NDRFની ટીમ તૈનાત કરવામાં આવી

રાજકોટમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે,ભારે વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

તંત્ર દ્રારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પણ કરી દીધા છે.

જો કે, ઉપરવાસમાં ભારે વરસાદને લઈ આજી ડેમ જળ બંબાકાર થઈ ગઈ છે.

સ્વયંભુ રામનાથ મહાદેવ શિવલિંગને વરસાદી જળાભિષેક થઈ રહ્યો છે.

રાજકોટમાં ફાયરની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે.

લેટેસ્ટ અપડેટ મુજબ, રાજ્યમાં 188 તાલુકામાં રાત્રે 10 વાગ્યા સુધીમાં વરસાદ નોંધાયો છે.

જેમાં રાજકોટના જેતપુર અને વિછીયા તાલુકામાં 10 વાગ્યા સુધીના બે કલાકમાં ૩ ઈંચથી વધારે વરસાદ વરસી ચૂક્યો છે.

જેતપુરમાં ધોધમાર વરસાદથી પાણી લોકોના ઘરમાં ઘુસ્યા છે.

3 કલાક માં 4 ઈંચ કરતા વધુ વરસાદ વરસી પડ્યો છે.

નવાગઢ ઇદગાહ મસ્જિદ વિસ્તારમાં લોકોના ઘરમાં કમર સુધી પાણી ભરાયા છે.

તો નવાગઢ ઇદગાહ મસ્જીદ વિસ્તારના લોકો હેરાન પરેશાન લોકોની ઘરવખરી પણ પાણીમાં પલળી ગઈ છે.

ઘરમાં પાણી હોવાથી લોકો છત ઉપર આશરો લેવા મજબૂર બન્યા છે.

આ પણ વાંચો: ગુજરાત,મુંબઈ અને ગોવામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી,તંત્ર એલર્ટ

જેતપુર પેઢલા ગામમાં સરદારપુર જવાના રસ્તે એક કાર પાણીમાં તણાઈ હતી.

કાર સાથે એક વ્યક્તિનું તણાતાં મોત નિપજ્યું છે.

પેઢલાથી પાચપીપળાં જવાના રસ્તે ઉપર પૂરના પાણી અચાનક આવી જતા આ ઘટના બની હતી.

પાણીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ હતી.

નગરપાલિકાના તરવૈયા દ્વારા કાર અને તણાયેલ વ્યક્તિનું રેસ્ક્યુ કરી બહાર કાઢવાનું કામ કરાયું હતું.

ગુજરાત,મુંબઈ અને ગોવામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે,જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે અને લોકોને ભાર ગરમીથી રહાત પણ મળી છે.

જો કે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી સમયમાં ગુજરાત,મુંબઈ અને ગોવામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

જેથી તંત્ર દ્વારા એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો: શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ: સ્મશાનગૃહના સ્ટાફે મરણના કારણમાં કોરોના જણાવ્યું

મુંબઈમાં વરસી રહેલા વરસાદના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયો છે.

મહારાષ્ટ્ર વરસાદની સીધી અસર હવે ગુજરાતમાં જોવા મળશે.

ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આગાહીના પગલે તંત્ર સતર્ક થઈ ગયુ છે.

બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર સર્જાયું છે.

જેના કારણે ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર સર્જાયું છે.

જેના કારણે હવામાન વિભાગે આગાહી કરી છે કે અગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

દક્ષિણ, મધ્ય ગુજરાત અને કચ્છ તેમજ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.