Gujarat Exclusive > The Exclusive > સંસદનું સત્ર શરૂ થતાં પહેલા જ લોકસભાના પાંચ સાંસદો પોઝિટિવ

સંસદનું સત્ર શરૂ થતાં પહેલા જ લોકસભાના પાંચ સાંસદો પોઝિટિવ

0
36

નવી દિલ્હીઃ સોમવારથી સંસદ(Parliament)ના ચોમાસુ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. આ વચ્ચે લોકસભાના પાંચ સાંસદો (Parliamentarian)નો કોરોના (Corona) રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજા સાંસદોનું પરીક્ષણ જારી છે. કોરોના સંકટના લીધે આ વખતનું સંસદનું સત્ર ઘણું બદલાયેલુ નજરે પડશે. સત્ર (Session) દરમિયાન સાંસદોને કોરોનાના દિશાનિર્દેશોનું પાલન કરવુ પડશે. આ વખતે લોકસભા કાર્યવાહી ચાર કલાક માટે ચાલશે. આ વખતે શૂન્ય કાળનો સમયગાળો પણ ઘટાડી અડધો કલાક કરી દેવાયો છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભાના વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ જણાવ્યું હતું કે અમે આગામી સત્રમાં બેરોજગારી, પ્રવાસી મજૂરોની સ્થિતિ અને દેશની આર્થિક સ્થિતિના મુદ્દાઓ પર ચર્ચા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. અમે સરકારને આગ્રહ કર્યો છે કે સંસદમાં અમારો અવાજ સંભળાવો જોઈએ. અમારા દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાને ધ્યાનમાં રાખીને અધ્યક્ષે 15 સપ્ટેમ્બરે વ્યાપાર સલાહકાર સમિતિની વધુ એક બેઠક બોલાવી છે.

આ પણ વાંચોઃ દેશમાં કોરોના કહેર યથાવત, છેલ્લાં 24 કલાકમાં નવા કેસ 94 હજારને પાર

ઉપરાષ્ટ્રપતિ સચિવાલયે જણાવ્યું હતું કે સંસદના ચોમાસુ સત્ર પહેલા રાજ્યસભાના વડા વેન્કૈયા નાયડુએ પોતાનું કોરોના પરીક્ષણ કરાવ્યુ છે. બધા સાંસદ સંસદ સત્ર શરૂ થવાના 72 કલાક પહેલાથી પોતાનું પરીક્ષણ કરાવી રહ્યા છે. સંસદીય કાર્યવાહીમાં ભાગ લેવા માટે દરેક સાંસદનો રિપોર્ટ નેગેટિવ આવવો જરૂરી છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ જણાવ્યું હતું કે ત્રણ દિવસ થઈ ગયા છે અને અમે હજી પણ અમારા કોવિડ-19 રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. ખાનગી હોસ્પિટલોમાં તપાસ કરાવનારા કેટલાક સહયોગીઓને તેમનો રિપોર્ટ મળી ગયો છે, પરંતુ અમે તેના માટે ભાગદોડ કરી રહ્યા છે. આ માટે કોને જવાબદાર ઠેરવવા જોઈએ.

આ પણ વાંચોઃ કોરોના અંગે PM મોદીએ આપ્યો આ મંત્રઃ ‘ જબ તક દવાઇ નહીં, તબ તક…

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પોતે પણ હાલમાં એઇમ્સમાં છે, પરંતુ આ અંગે પછી એઇમ્સ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે તેઓ સંસદીય કાર્યવાહી શરૂ થતા પહેલા તેમનું ચેક-અપ કરાવવા માટે અહીં રોકાયેલા છે.

ઉલ્લેખનીય છે કે અમિતશાહ રામમંદિરનો શિલાન્યાસ થવાનો હતો તે પૂર્વે જ કોરોનાનો ભોગ બન્યા હતા, તેના પગલે તેમને ત્યાંની મેદાંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જો કે મેદાંતમાંથી સાજા થયા પછી તેમની તબિયત ફરી બગડતા અને તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમને દિલ્હીમાં ફરીથી એઇમ્સમાં દાખલ કરાયા હતા અને લગભગ બે અઠવાડિયા જેટલો સમય રાખીને રજા આપવામાં આવી હતી.