Gujarat Exclusive > દેશ-વિદેશ > 5 હજાર કરોડનો વેપારી ગુમ, દેશની તૂટતી અર્થવ્યવસ્થાનું દર્દ પત્રમાં ઠાલવ્યું

5 હજાર કરોડનો વેપારી ગુમ, દેશની તૂટતી અર્થવ્યવસ્થાનું દર્દ પત્રમાં ઠાલવ્યું

0
11174

CCDના (Cafe Coffee day)ફાઉન્ડર અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એસએમ કૃષ્ણાના (S M Krishna) જમાઈ વીજી સિદ્ધાર્થ (VG Siddhartha)  લાપતા બન્યા બાદ તેમનો પત્ર સામે આવ્યો છે. ત્રણ દિવસ પહેલા લખેલા તેમના પત્રમાં સિદ્ધાર્થે પોતાની પરેશાનીનો ઉલ્લેખ કર્યો છે. પત્રમાં કંપનીને થઈ રહેલા નુક્શાન અને દેવાની વાત કરી છે. આ ઉપરાંત આવકવેરા વિભાગના એક પૂર્વ ડીજી દ્વારા દબાણ આપવામાં આવતું હોવાની ચર્ચા છે. સોમવારે રાતથી સિદ્ધાર્થ ગુમ છે. તેમના ડ્રાઈવરના નિવેદન અનુસાર પોલીસનું માનવું છે કે, કદાચ તેમણે આત્મહત્યા કરી લીધી છે.  હાલ તેમની તપાસ માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

આ અંગે પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, સિદ્ધાર્થ સોમવારે સાંજથી જ ગુમ છે અને તેમનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે. સોમવારે સિદ્ધાર્થ કર્ણાટકના મેંગલૂરૂ જઈ રહ્યાં હતા. આ દરમિયાન તેઓએ પોતાના ડ્રાઈવરને નેત્રવતી નદી પરના એક પૂલ પર કાર ઉભી રખાવી અને ઉતરી ગયા હતા. કારથી ઉતરીને તેઓ કોઈની સાથે ફોન પર વાત કરી રહ્યા હતા. જ્યારે થોડા સમય સુધી સિદ્ધાર્થ પરત ના ફરતા ગભરાયેલા ડ્રાઈવરે તેમના પરિવારને ફોન કરીને જાણ કરી હતી.

આ અંગે મેંગલૂરૂ પોલીસ કમિશ્નરે જણાવ્યું કે, સિદ્ધાર્થની શોધખોળમાં અભિયાન ચલાવવામાં આવ્યું છે. આ માટે સ્થાનિક તરવૈયાઓ અને માછીમારોની મદદ લેવામાં આવી રહી છે. અમે સિદ્ધાર્થની પત્ની અને અન્ય સબંધીઓ સાથે વાતચીત કરી છે. છેલ્લે તેમણે કોની સાથે ફોન પર વાત કરી હતી, તેની તપાસ કરવામાં આવી રહી છે.

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એસએમ કૃષ્ણના જમાઈ વીજી સિદ્ધાર્થના ગુમ થવાની માહિતી મળતા જ બેંગલૂરૂમાં તેમના નિવાસસ્થાને લોકો આવવાના શરૂ થઈ ગયા છે. કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પા પણ તેમના આવાસ પર પહોચ્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસના નેતા ડીકે શિવકુમાર અને બીએલ શંકર પણ ત્યાં હાજર રહ્યાં હતા.

જણાવી દઈએ કે, કૈફે કૉફી ડેના સંસ્થાપક વીજી સિદ્ધાર્થ પૂર્વ મુખ્યમંત્રી એસએમ કૃષ્ણાના જમાઈ છે. એસએમ કૃષ્ણા 2017માં કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. તેઓ મનમોહન સરકારમાં 2009થી 2012 સુધી ભારતના વિદેશ મંત્રી રહી ચૂક્યા છે.

રાવલપિંડીમાં પાકિસ્તાની સેનાનું વિમાન ક્રેશ, 17ના મોત