Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > 2020-21માં ભારતીય અર્થવ્યવસ્થામાં 10.5 ટકાનો ઘટાડો થશે : ફિચ

2020-21માં ભારતીય અર્થવ્યવસ્થામાં 10.5 ટકાનો ઘટાડો થશે : ફિચ

0
53
  • રેટિંગ એજન્સી ફિચનું અનુમાન, “2020-21માં GDP ગ્રોથ માઇનસ 10.5 ટકા થઇ શકે છે”
  • કોરોનાને કારણે દેશના જૂન ક્વાર્ટરના GDPમાં 23.9 ટકાનો ઘટાડો થયો છે
  • તજજ્ઞોની માંગ કે અર્થવ્યવસ્થા માટે બીજું રાહત પેકેજ આવવું જોઇએ

નવી દિલ્હીઃ રેટિંગ એજન્સી ફિચએ અનુમાન (Fitch Ratings project GDP news) લગાવ્યું છે કે, “આ નાણાંકીય વર્ષ એટલે કે 2020-21માં ભારતીય અર્થવ્યવસ્થામાં 10.5 ટકાનો ભારે ઘટાડો આવી શકે છે. એટલે કે GDP ગ્રોથ માઇનસ 10.5 ટકા થઇ શકે છે.”

અત્રે નોંધનીય છે કે કોરોના સંકટને કારણે દેશના જૂન ક્વાર્ટરના જીડીપીમાં 23.9 ટકાનો ઘટાડો આવ્યો છે. આ ઘટાડો ભારતનાં આધુનિક ઇતિહાસનો સૌથી મોટો ઘટાડો હતો. માર્ચમાં આકરું લોકડાઉન લગાવવાને કારણે અર્થવ્યવસ્થામાં ભારે ઘટાડો આવ્યો છે.

ફિચએ (Fitch Ratings project GDP news) કહ્યું કે, “અર્થવ્યવસ્થા ફરીથી ખુલ્યા બાદ ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રીજા ક્વાર્ટરમાં જીડીપીમાં મજબૂત સુધાર થવો જોઇએ. પરંતુ સંકેત તો એવા જોવા મળી રહ્યાં છે કે સુધારની ગતિ ધીમી અને અસમાન હશે.”

નોંધનીય છે કે દેશના કુલ ઘરેલું ઉત્પાદનમાં જૂન ક્વાર્ટરમાં અંદાજે 24 ટકાનો ઘટાડો આવ્યો છે. આને જોતા તજજ્ઞો એવી માંગણી કરવા લાગ્યાં છે કે અર્થવ્યવસ્થા માટે બીજું રાહત પેકેજ આવવું જોઇએ. સરકાર એક બીજું મોટું રાહત પેકેજ લાવી શકે છે. પરંતુ એ લગભગ ત્યાં સુધી ન હોઇ શકે કે જ્યાં સુધી બજારમાં કોરોનાની વેક્સીન ના આવી જાય.

આ પણ વાંચોઃ ભારત આ આંતરરાષ્ટ્રીય સમૂહ સાથે જોડાશે તો સરળતાથી મળશે કોરોના વેક્સીન

જૂન ક્વાર્ટરમાં આવ્યો હતો મોટો ઘટાડો

કોરોના સંકટને કારણે એપ્રિલથી જૂનના આ નાણાંકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરના કુલ ઘરેલું ઉત્પાદન (GDP) માં 23.9 ટકાનો ઘટાડો આવ્યો છે. એટલે કે GDPમાં અંદાજે એક ચતુર્થાંશનો ઘટાડો આવ્યો છે.

પ્રથમ ક્વાર્ટરમાં સ્થિર કિંમતો પર એટલે કે રિયલ GDP 26.90 લાખ કરોડ રૂપિયાનો રહ્યો છે. જ્યારે ગયા વર્ષની અવધિમાં આ 35.35 લાખ કરોડ રૂપિયાનો હતો. આ પ્રકારે આમાં 23.9 ટકાનો ઘટાડો આવ્યો છે. ગયા વર્ષે આ સમયગાળા દરમ્યાન GDPમાં 5.2 ટકાનો વધારો થયો હતો.

આર્થિક વિકાસનું માપન

કોઇ દેશની સીમામાં એક નિર્ધારિત સમયની અંદર તૈયાર તમામ વસ્તુઓ અને સેવાઓનાં કુલ નાણાંકીય અથવા તો બજાર કિંમતને કુલ ઘરેલું ઉત્પાદન (GDP) કહેવાય છે. આ કોઇ દેશના કુલ ઘરેલું ઉત્પાદન (GDP) નું વિશાળ માપન હોય છે અને એનાંથી કોઇ દેશની અર્થવ્યવસ્થાની હાલત ખ્યાલ આવે છે.

GDP આર્થિક વિકાસ અને વૃદ્ધિનું માપન હોય છે. જ્યારે અર્થવ્યવસ્થા મજબૂત હોય છે તો બેરોજગારી ઓછી રહે છે. લોકોનો પગાર વધે છે. વેપાર જગત પોતાના કામને વધારવા માટે અને માંગને પૂર્ણ કરવા માટે વધારેમાં વધારે લોકોની ભરતી કરે છે.

આ પણ વાંચોઃ WHO પ્રમુખની ચેતવણી : વિશ્વ બીજી મહામારી માટે તૈયાર રહે