Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમવાર ખેલાડીઓ પહેરશે નામ-નંબરવાળી જર્સી

ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમવાર ખેલાડીઓ પહેરશે નામ-નંબરવાળી જર્સી

0
288

ટેસ્ટ ક્રિકેટમાં એક મહત્વનો બદલાવ થવા જઇ રહ્યો છે. ઓગસ્ટથી ટેસ્ટ ક્રિકેટમાં જર્સીની રૂપરેખા બદલાઇ જશે, જેને આઇસીસીએ મંજૂરી આપી દીધી છે. આઇસીસીએ તમામ દેશને આ વાતની મંજૂરી આપી છે કે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં તેમના ખેલાડી જર્સી પાછળ નંબર અને નામ સાથે રમી શકે છે.

મહત્વપૂર્ણ છે કે 2 વર્ષ સુધી ચાલનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની શરૂઆત ઓગસ્ટમાં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એશિઝ સિરીઝથી થવાની છે. આઇસીસીએ ટેસ્ટ ક્રિકેટને પોપ્યુલર બનાવવા માટે જર્સી પાછળ નંબર અને નામ લખવાની પહેલ કરી છે.

આંતરરાષ્ટ્રીય સ્તર પર આવુ પ્રથમ વખત છે જ્યારે ટીમના ખેલાડી પોતાના નામ અને નંબર ધરાવતી જર્સી પહેરશે. જોકે, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટમાં આ રીતનું ચલણ રહ્યું છે પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે આવુ પ્રથમ વખત બનશે.

ભારત પણ વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ બે મેચની ટેસ્ટ સિરીઝમાં જર્સી નંબર અને નામ સાથે નજરે પડશે. આ ટેસ્ટ સિરીઝ આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ છે. આ વાતને લઇને આઇસીસીના જીએમ મેનેજર ક્લેયર ફ્લોર્ગે કહ્યું, ‘હાં, 1 ઓગસ્ટથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ શરૂ થઇ રહી છે. આ ટેસ્ટ ક્રિકેટને પ્રમોટ કરવાનું એક મોટો પ્લાન છે.’

ICC World Championshipમાં ટેસ્ટ રેન્કિંગની ટોપ 9 ટીમ આ ટૂર્નામેન્ટનો ભાગ બનશે. આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ઓગસ્ટ 2019થી 2021 સુધી ચાલશે. જેમાં જે બે ટીમ ટોપ પર રહેશે તે 2021માં ફાઇનલમાં ટકરાશે.

વર્લ્ડકપમાં મોહમ્મદ શમી-જાડેજાને લઇને વિરાટ કોહલીથી નારાજ હતો રોહિત શર્મા, આ કારણે થયો ટકરાવ