Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ: જગતપુર પાસે ગણેશ જીનેસિસ ફ્લેટમાં આગ લાગતા મહિલાનું મોત

અમદાવાદ: જગતપુર પાસે ગણેશ જીનેસિસ ફ્લેટમાં આગ લાગતા મહિલાનું મોત

0
548

અમદાવાદ: જગતપુર પાસે આવેલા ગણેશ જીનેસિસ ફ્લેટના છઠ્ઠા માળના એક ઘરમાં એસીનું કમ્પ્રેશર ફાટતા આગ લાગી હતી. આ આગની અસર 5, 7 અને 9માં માળ પર થઈ હતી. જેથી આ ત્રણેય માળ પર રહેતા લોકોને આગની અસર થઈ છે. હાલ આગ કાબૂમાં આવી ગઈ છે. તેમજ કૂલિંગની કામગીરી કરવામાં આવી રહી છે. બચાવ કામગીરી દરમિયાન ટેકનિકલ ખામી થતા ફાયરનું સ્નોરેકલ બંધ થઈ ગયું હતું. ત્યાર બાદ સ્નોરેકલ ચાલુ કરવા માટે ચાર વાર પ્રયત્નો કર્યા હોવા છતાં સ્નોરકલ ચાલુ થયું નહોતું. આ આગની ઘટના એક મહિલાનું મોત નિપજ્યુ છે.

આગ લાગતા 10 ફાયર બ્રિગેડની ગાડીઓ અને સ્નોરકલ ઘટના સ્થળે પહોંચ્યાને આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલ 5 જેટલા ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. એક ઈજાગ્રસ્ત યુવકને બહાર કાઢવામાં આવ્યો છે. આ યુવકની હાલત ગંભીર હોવાથી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ સિવાય બીજા 15 જેટલા લોકોને પણ બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે ત્રણ લોકોને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ આગને પગલે તેમજ ચીફ ફાયર ઓફિસર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બચાવ કામગીરી દરમિયાન ફ્લેટના રહીશોએ ફાયર કર્મીઓ સાથે મારામારી કરી હતી અને પોલીસ રહીશોની ભીડને કાબુમાં કરી શકતી નહોતી. જેને પગલે રેસ્કયુ કામગીરીમાં અડચણ ઉભી થઈ હતી.

અમદાવાદ: ક્લાસ બંક કરીને ટીનેજ પ્રેમીઓના રિવરફ્રન્ટમાં રંગરેલિયા