Gujarat Exclusive > દેશ-વિદેશ > ગટર સાફ કરતી વખતે ગુજરાતમાં 156 લોકોના મોત, દેશમાં 6 મહિનામાં થયા 50 કર્મીના મોત

ગટર સાફ કરતી વખતે ગુજરાતમાં 156 લોકોના મોત, દેશમાં 6 મહિનામાં થયા 50 કર્મીના મોત

0
492

ગટર સાફ કરતી વખતે કર્મચારીઓના મોત પર રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગનો (NCFK) ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. તે પ્રમાણે વર્ષ 2019ના શુરૂઆતના 6 મહિનાની અંદર સીવર સફાઈ દરમિયાન 50 કર્મચારીઓના મોત થયા હતા. જોકે, NCSKએ કહ્યું કે ડેટા ખાલી ઉત્તર પ્રદેશ, હરિયાણા, દિલ્હી, પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્નાટક અને તમિલનાડુ સહિત કુલ આઠ રાજ્યના છે. દેશના 36 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનો સમાવેશ કરવામાં આવ્યો નથી.ગુજરાતમાં જ ગટર સાફ કરતા 156 લોકોના મોત થયા હોવાનો ચોકાવનારો ખુલાસો થયો છે.

ઉદાહરણ માટે ઈન્ડિયન એક્સપ્રેસને મળેલા આયોગના આધિકારિક ડેટા પ્રમાણે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 1 જાન્યુઆરીથી 20 જૂન સુધી ત્રણ સફાઈકર્મીઓનો મોત થયા હતા. પરંતુ આ દરમિયાન ઘણા સફાઈ કર્મચારીઓના મોતના સમાચારો મળ્યા હતાં. જૂનમાં દિલ્હી જલ બોર્ડના સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સમારકામ કરાવવા માટે લાવવામાં આવેલા 3 શ્રમિકોની મોતની પૃષ્ટિ રાજ્ય દ્વારા નથી કરવામાં આવી. એટલા માટે NCSK દ્વારા આ મોતને ઓફિશિયલ રીતે દાખલ કરવામાં આવ્યા નથી. NCSK દેશની એકમાત્ર એજન્સી છે જે સફાઈકર્મીઓના મોતના ડેટા રાખે છે.

રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગે ખાલી બે વર્ષ પહેલા સફાઈ કર્મીઓની મોતની સંખ્યા પર કામ કરવાનું શુરૂ કર્યું હતું. જાણવા મળી રહ્યું છે કે, 1993 બાદ 817 સીવરમાં કામ કરતા લોકોના મોત થયા હતા. ખાસ વાત એ છે કે, આ ડેટા 20 રાજ્યોના છે જે આ વર્ષના 30 જૂન સુધીના છે ત્યાર બાદ આવી ઘટનાઓની કોઈ રિપોર્ટિગ નથી કરવામાં આવી.

રાજ્યની વાત કરીએ તો તમિલનાડુમાં સીવરમાં કામ દરમિયાન સૌથી વધુ 210 લોકોના મોત થયા છે. તેમાંથી ગુજરાતમાં 156, ઉત્તર પ્રદેશમાં 77 અને હરિયાણામાં 70 લોકોના મોત થયા છે.

રિપોર્ટના અનુસાર સીવેજ સફાઈ દરમિયાન થયેલા મોત પર સહાય આવાના મામલે તમિલનાડુ સૌથી સારુ રહ્યું છે. પ્રદેશ સરકારમાં આવા મામલે 75 ટકા મૃતકોના પરિવારોને જરૂરી 10 લાખ રૂપિયાની સહાય આપવામાં આવ્યા છે. ગુજરાતમાં ખાલી 3 ટકા જ મૃતકોના પરિવારને સહાય આપવામાં આવી છે.

મેવાણીની CMને વિનંતી, દલિત સમાજના હિતમાં ‘એક ગામ એક સ્મશાન’ની નીતિ બનાવો