Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ચાર ઝોન ખાતે ફી નિયમન સમિતિની રચના

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ચાર ઝોન ખાતે ફી નિયમન સમિતિની રચના

0
49
  • અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત ખાતે ફી કમિટી રચાઇ
  • ફી વધારાને નિયંત્રણમાં રાખવા સરકાર તરફથી ફી નિયમન સમિતિની રચના
  • 3 વર્ષ માટે નવા સભ્યોની ફી નિયમન સમિતિમાં રચના કરાઇ

અમદાવાદ : રાજ્યના શિક્ષણ વિભાગે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા એમ ચાર ઝોન ખાતે ફી નિયમન સમિતિ (Fee Regulation Committee) ની રચના કરી છે. આ સમિતિની નિમણૂંક ત્રણ વર્ષ માટે કરાઇ છે.

અગાઉની સમિતિના સભ્યોની મુદ્દત પૂર્ણ થઇ જતાં સરકારે નવેસરથી નિમણૂંકો કરવાનો હુકમ કર્યો છે. સેલ્ફ ફાયનાન્સ સ્કૂલો તરફથી આડેધડ ફી વધારો ઝીંકવામાં આવતો હતો. આ ફી વધારાને નિયંત્રણમાં રાખવા માટે સરકાર તરફથી ફી નિયમન સમિતિની રચના કરાઇ છે. આ કમિટી સમક્ષ સ્કૂલ તરફથી ફી વધારાની દરખાસ્ત કરવામાં આવે છે. તેની આવક અને જાવકના આંકડા તપાસ્યા બાદ ફી નિયમન સમિતિ જે તે શાળાની ફી વધારાને મંજૂરી આપતી હોય છે.

ગુજરાત સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એક્ટ 2017 મુજબ સરકાર તરફથી ફી નિયમન સમિતિ (Fee Regulation Committee) ની રચના કરવામાં આવે છે. આ સભ્યોની નિમણૂંકને ત્રણ વર્ષ થઇ ગયા હોય અથવા તો 65 વર્ષની ઉંમર થઇ ગઇ હોય તે સભ્યના સ્થાને અન્ય સભ્યોની નિમણૂંક કરવા રાજ્ય સરકાર વિચારી રહી હતી. વર્તમાન અધ્યક્ષ તથા સભ્યોની હાલની નિમણૂંકની મુદ્દતને લંબાવવા અથવા વયની મહત્તમ મર્યાદા પૂર્ણ થવાના કિસ્સામાં નવા સભ્યોની સરકારે નિમણૂંક કરવાના હુકમો કર્યાં છે. રાજ્ય સરકારે અમદાવાદ, રાજકોટ, વડોદરા તથા સુરત એમ ચાર ઝોનના અધ્યક્ષ અને સભ્યોની ત્રણ વર્ષ માટે નિમણૂંક કરી છે.

આ પણ વાંચોઃ નર્મદા: એક શિક્ષક અને બે વિદ્યાર્થીનીઓનો આ પ્રોજેકટ વિશ્વના નકશામાં સ્થાન પામશે

કયા ઝોનમાં કોની-કોની નિમણૂંક કરાઇ?

અમદાવાદ

નામ હોદ્દો
કે.એ. પુંજ અધ્યક્ષ અને નિવૃત્ત હાઇકોર્ટ જજ
આર.આઇ. પટેલ સભ્ય અને શિક્ષણશાસ્ત્રી
વલ્લભભાઇ એમ. પટેલ સભ્ય અને સંચાલક મંડળના પ્રતિનિધિ
જૈનિક વકીલ સભ્ય અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ
ડૉ. વત્સલ પટેલ સભ્ય અને સિવિલ એન્જિનિયર

વડોદરા ઝોન

નામ હોદ્દો
ગણપતસિંહ એન. રાણા અધ્યક્ષ અને નિવૃત્ત જિલ્લા જજ
શ્રીમતિ આરતીબેન ભાટી સભ્ય અને શિક્ષણશાસ્ત્રી
યુ.એ. પટેલ સભ્ય અને સંચાલક મંડળના પ્રતિનિધિ
સૂર્યકાન્ત એચ. શાસ્ત્રી સભ્ય અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ
કેયુર રોકડિયા સભ્ય અને સિવિલ એન્જિનિયર

રાજકોટ ઝોન

નામ હોદ્દો
એચ.પી. બક્ષી અધ્યક્ષ અને નિવૃત્ત જિલ્લા જજ
વી.બી. ભેંસદડિયા સભ્ય અને શિક્ષણશાસ્ત્રી
અજય પટેલ સભ્ય અને સંચાલક મંડળના પ્રતિનિધિ
ગીરીશભાઇ દેવડિયા સભ્ય અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ
વી.સી. પાઠક સભ્ય અને સિવિલ એન્જિનિયર

સુરત ઝોન

નામ હોદ્દો
અશોક એમ. દવે અધ્યક્ષ અને નિવૃત્ત જિલ્લા જજ
ડૉ. કિશોરસિંહ ચાવડા સભ્ય અને શિક્ષણશાસ્ત્રી
કમલેશ યાજ્ઞિક સભ્ય અને સંચાલક મંડળના પ્રતિનિધિ
અશોક એમ. અગ્રવાલ સભ્ય અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ
નિલેશ શાહ સભ્ય અને સિવિલ એન્જિનિયર

આ પણ વાંચોઃ “વિશ્વ આદિવાસી અધિકાર” દિવસે જ આદિવાસીઓ દ્વારા રાજ્ય સરકારને ઘેરવાનો પ્રયાસ