Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સરદાર સરોવર નર્મદા ડેમની વિશેષતાઓ વિશે જાણી તમે પણ ચોંકી જશો

સરદાર સરોવર નર્મદા ડેમની વિશેષતાઓ વિશે જાણી તમે પણ ચોંકી જશો

0
227
  • સરદાર સરોવર નર્મદા ડેમને વિશ્વની સૌથી ઊંચી ઇમારત સાથે સંબંધ
  • અમદાવાદની 1 વર્ષની તરસ છીપાવાય તેટલું હાલ ડેમમાં પાણી છે
  • ડેમની નીક (સ્પિલવે) પર 4500 હાથી બેઠા હોય એમ કહી શકાય

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની ઘણી વિશેષતાઓ છે. જેના વિષે બહુ ઓછાને ખ્યાલ છે. આ વિશેષતા વિષે જાણી તમે ચોંકી જશો. હાલ ડેમમાંથી વિપુલ માત્રામાં જે પાણી છોડાયું એની અસર નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોમાં થઈ છે. કેટલાક ગામો બેટમાં ફેરવાયા તો કેટલાક ગામોમાં ખેતીમાં ભારે નુકશાન થયું. જો કે સરદાર સરોવર નર્મદા ડેમમાં અત્યારે એટલી માત્રામાં પાણી છે કે વરસાદ ઓછો પડે તો પણ 2 વર્ષ સુધી ગુજરાતને પીવા અને સિંચાઈના પાણીની બિલકુલ તકલીફ નહીં પડે.

ઉપરવાસમાં વધુ વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમમાં રોજનું લાખો ક્યુસેક પાણીની આવક થઈ રહી હતી.નર્મદા ડેમની સપાટી વધારવા સુપ્રીમ કોર્ટની મંજૂરી મળી ગઈ છે. હવે નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી સુધી એટલે કે 138.68 મીટર સુધી ભરી શકાશે.નર્મદા ડેમના દરવાજા બંધ કરી નર્મદા નદીમાં ઓછું પાણી છોડાશે જેના લીધે પુરના પાણી નીચા ઉતરશે. હાલ સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક ઘટતા છેલ્લા 2 દિવસથી પાણી ઓછું છોડાઈ રહ્યુ છે.

આ પણ વાંચોઃ છેલ્લાં 30 વર્ષમાં 8મી વાર ગુજરાતમાં નોંધાયો 40 ઇંચથી વધુ વરસાદ

27 બુર્જ ખલિફા બને તેટલું કોંક્રીટ ડેમમાં વપરાયું

સરદાર સરોવર નર્મદા નિગમમાં MD રાજીવ ગુપ્તાએ નર્મદા ડેમ બાબતે રોચક માહિતી આપી હતી.એમણે જણાવ્યું હતું કે,

“ઉપરવાસ માંથી સરદાર સરોવર નર્મદા ડેમમાં આવતા પાણીના પ્રવાહને 450 ટનનો એક દરવાજો એમ કુલ 30 રેડિયલ દરવાજા રોકે છે. એ એક દરવાજાનું વજન 150 હાથીના વજન જેટલું થાય છે.સરદાર સરોવર ડેમની નીક (સ્પિલવે) પર 4500 હાથી બેઠા હોય એમ કહી શકાય. એ તમામ ગેટની વોટર ડિસ્ચાર્જ કેપેસિટી 30 લાખ ક્યુસેકની છે. સરદાર સરોવર નર્મદા ડેમ બનાવવા માટે 6.8 મિલિયન ક્યુબિક મીટર કોન્ક્રીટનો ઉપયોગ થયો છે. એટલા કોન્ક્રીટથી 27 બુર્જ ખલીફાનું નિર્માણ થઈ શકે છે. (બુર્જ ખલીફા એ UAE ખાતે આવેલી વિશ્વની સૌથી ઊંચી ઇમારત છે).”

દુનિયાની સૌથી લાંબી પાકી સિંચાઈ કેનાલ

સરદાર સરોવર નર્મદા નિગમમાં MD રાજીવ ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે

“આ દુનિયાની સૌથી લાંબી પાકી સિંચાઈ કેનાલ છે. જેમાં અત્યારે 17 હજાર કરોડ લીટર એટલે કે કુલ ક્ષમતાના 77% પાણી છે. ગુજરાતમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર ડેમ 75% ભરાયેલો છે. આ ડેમની પાસેથી જ 458 કિમી લાંબી કેનાલ શરૂ થાય છે.કેનાલમાં એટલું પાણી છે કે અમદાવાદની આખા વર્ષની તરસ અને ન્યુયોર્ક શહેરની 2 મહિનાની તરસ છીપાવી શકે છે.”

આ પણ વાંચોઃ સૌરાષ્ટ્રમાં ‘મેઘ કહેર’, નદીઓએ રૌદ્ર રૂપ ધારણ કરતાં અનેક ગામો સંપર્ક વિહોણા

“ગુજરાત રાજ્યની 75% વસ્તીને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. નર્મદા કેનાલ દ્વારા રાજ્યના ખૂણે ખૂણે પહોંચતા પાણીથી 18 લાખ હેકટર એટલે કે કુલ ખેતી લાયલ વિસ્તારના 15% જમીનમાં સિંચાઈનો લાભ મળે છે.નર્મદા કેનાલની કુલ લંબાઈ 458 કિમિ છે કેનાલમાં કુલ સંગ્રહિત ક્ષમતા 22,000 કરોડ લીટર જ્યારે કેનાલમાં અત્યારે પાણીનો જથ્થો 17,100 કરોડ લીટર છે.10,000 ગામ-175 શહેર નર્મદાનું પાણી પીવા માટે મેળવે છે.18 લાખ હેકટર જમીનને સિંચાઈ માટે મળે છે.નર્મદાની કેનાલ દ્વારા 25 ડેમ,750 તળાવો ભરાય છે.”