Gujarat Exclusive > આપણી જરૂરિયાત > રોજગાર > રિલાયન્સ રિટેલમાં રોકાણ કરશે ફેસબુક-KKR, Jioમાં પણ છે ભાગેદારી

રિલાયન્સ રિટેલમાં રોકાણ કરશે ફેસબુક-KKR, Jioમાં પણ છે ભાગેદારી

0
52
  • અગાઉ ફેસબુક-KKRએ રિલાયન્સ Jioમાં પણ ભાગેદારી ખરીદી હતી

  • KKRએ જિયોમાં અંદાજે 11,367 અને ફેસબુકે 45 હજાર કરોડ રૂપિયાનું રોકાણ

  • જિયોએ વિશ્વના 13 રોકાણકારો પાસેથી અંદાજે 1.52 લાખ કરોડ રૂપિયાનું રોકાણ મેળવ્યું

નવી દિલ્હી: કોરોનાકાળમાં રિલાયન્સ જિયોને એક પછી એક મોટા રોકાણકારો મળી રહ્યા છે. તેમાં અમેરિકાના ઇક્વિટી ફર્મ KKR અને સોશિયલ સાઇટ ફેસબુક પણ સામેલ છે. હવે આ બંને ફર્મ- KKR અને ફેસબુક રિલાયન્સ રિટેલ (Reliance Retail)માં રોકાણની તૈયારીમાં છે.

એક અહેવાલ મુજબ ફ્યૂચર ગ્રુપના રિટેલ વેપારના અધિગ્રહણ થયા પછી અમેરિકન કંપનીઓ રિલાયન્સ રિટેલ (Reliance Retail)માં રોકાણ કરશે.

જણાવી દઇએ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સબ્સિડિયરી કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (Reliance Retail Ventures limited) ફ્યૂચર ગ્રુપની રિટેલ એન્ડ હોલસેલ બિઝનેસ અને લોજિસ્ટિક એન્ડ વેરહાઉસિંગ બિઝનેસના અધિગ્રહણ કરવા જઇ રહી છે.

તેનાથી રિલાયન્સ ફ્યૂચર ગ્રુપના બિગ બજાર, ઈજીડે અને FBBના 1800થી વધુ સ્ટોર્સ સુધી નેટવર્ક ઉભું કરશે,

જે દેશના 420 શહેરોમાં ફેલાયેલા છે.

આ ડીલ 24,713 કરોડ રૂપિયામાં ફાઇનલ થઇ છે.

આ પણ વાંચો: ભારતમાં કર્મચારીઓની ભરતી 15 વર્ષના તળિયે: ફક્ત 3 ટકા ભરતી માટે ઇચ્છુક

સિલ્વર લેક પાર્ટનર્સ પણ રેસમાં

સમાચાર મળી રહ્યા છે કે રિલાયન્સ રિટેલ (Reliance Retailમાં અમેરિકન પ્રાઇવેટ ઇક્વિટી કંપની સિલ્વર લેક પાર્ટનર્સ 1 અબજ ડોલર (અંદાજે 7500 કરોડ રૂપિયા)ના રોકાણ માટે વાતચીતમાં વ્યસ્ત છે.

લંડનના સમાચાર પત્ર ફાઇનેન્શિયલ ટાઇમ્સ મુજબ આ રોકાણ માટે બંને સમૂહ વચ્ચે વાતચીતમાં લાગેલા છે

અને તેમાં રિલાયન્સ રિટેલની વેલ્યૂશન લગભગ 87 અબજ ડોલર (અંદાજે 4.18 કરોડ રૂપિયા)ની થઇ શકે છે.

જિયોમાં KKR અને ફેસબુકનું રોકાણ

અમેરિકામાં ઇક્વિટી ફર્મ KKRએ જિયો પ્લેટફોર્મમાં 1.5 અબજ ડોલર (અંદાજે 11,367 કરોડ રૂપિયા)નું રોકાણ કર્યું છે.

જ્યારે ફેસબુકે પણ જિયો પ્લેટફોર્મ પર અંદાજે 45 હજાર કરોડ રૂપિયાના રોકાણ સાથે અંદાજે 10 ટકા ભાગેદારી ખરીદી લીધી છે.

આ પણ વાંચો: ફેસબુક-ગૂગલને ભારતમાંથી વાર્ષિક ₹ 11,500 કરોડ રૂપિયા મળ્યાં

ઉલ્લેખનીય છે કે લોકડાઉન દરમિયાન લગભગ 3 મહિનાની અંદર રિયાલન્સે તેના સાથી કંપની જિયો પ્લેટફોર્મ માટે વિશ્વના 13 રોકાણકારો પાસેથી અંદાજે 1.52 લાખ કરોડ રૂપિયાનું રોકાણ મેળવ્યું છે.

અંદાજે 3 મહિનામાં જે કંપનીઓએ જિયો પ્લેટફોર્મમાં રોકાણ કર્યુ છે તેમાં ફેસબુક, ગૂગલ, સિલ્વર લેક, વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ, જનરલ એટલાન્ટિક, KKR, મુબાડલા, એડીઆઈએ, ટીપીજી, એલ કૈટેરટન અને પીઆઈએફ, ક્વાલકોમ અને ઇન્ટેલ સામેલ છે.