Gujarat Exclusive > દેશ-વિદેશ > હેટ સ્પીચ મામલે ફેસબુકની ભાજપ ધારાસભ્ય રાજા સામે મોટી કાર્યવાહી

હેટ સ્પીચ મામલે ફેસબુકની ભાજપ ધારાસભ્ય રાજા સામે મોટી કાર્યવાહી

0
158
  • કર્ણાટકના ભાજપ ધારાસભ્ય T Raja Singh પર બેન
  • Facebookના પ્રવક્તાએ ઇ-મેઇલ પર માહિતી આપી

નવી દિલ્હીઃ ભાજપ-સંઘને ફેસબુક (Facebook) સાથે સાંઠગાંઠ હોવાના કોંગ્રેસના આરોપ વચ્ચે FBએ ગુરુવારે મોટી કાર્યવાહી કરી દીધી. ભાજપ નેતાઓની હેટ સ્પીચ ( Hate speech-નફરત ફેલવનારી પોસ્ટ)ને લઇ ફેસબુકને ભારતમાં ભારે રાજકીય દબાણનો સામનો કરવો પડી રહ્યો હતો. ત્યારે તેણે જેને કારણે આ વિવાદ થયો હતો તે, કર્ણાટક ભાજપના ધારાસભ્ય ટી રાજાસિંહ (T Raja Singh)ને પોતાના પ્લેટફોર્મ પરથી બેન કરી દીધો છે.

ફેસબુકના પ્રવક્તાએ આ માહિતી આપતા જણાવ્યું કે નફરત અને હિંસાને પ્રોત્સાહન આપનારી સામગ્રી અંગે ફેસબુકની નીતિનું ઉલ્લંઘન કરાતા ભાજપ નેતા પર પ્રતિબંધ મૂકાયો છે.

FB પ્રવક્તાએ ઇ-મેઇલ પર માહિતી આપી

FBના પ્રવક્તાએ ઇ-મેઇલ દ્વારા મોકલેલા પોતાના નિવેદનમાં જણાવ્યું કે,

” અમારા પ્લેટફોર્મ પર હિંસા અને વેરને પ્રોત્સાહનને રોકવા માટે જે નીતિઓ બનાવી છે. તેનું ઉલ્લંઘન કરવાને કારણે અમે રાજા સિંહને ફેસબુકથી પ્રતિબંધિત કરી દીધો છે.”

કાર્યવાહી થવામાં વિલંબ મામલે તેમણે જણાવ્યું કે સંભવિત ઉલ્લંઘનકર્તાને શોધવા અને તેની ચકાસણી કરવાની પ્રક્રિયા વ્યાપક છે અને તેની રુએ જ રાજા સિંહનું એકાઉન્ટ હટાવાવનો નિર્ણય લેવાયો છે.

આ પણ વાંચોઃ ફેસબુક પર વિદેશી અખબારના દાવા બાદ ભારતનું રાજકારણ ગરમાયું, BJP-કોંગ્રેસ સામસામે

નોંધનીય છે કે ફેસબુક તરફથી ધારાસભ્ય પર કાર્યવાહી એવા સમયે થઇ છે. જ્યારે વેર ફેલાવનારી સામગ્રી પર મેનેજમેન્ટ મામલે તેને ભારતમાં ભારે રાજકીય દબાણનો સામનો કરવો પડી રહ્યો છે.

થરુરના વડપણ હેઠળની સમિતિ સમક્ષ FBના અધિકારી

દરમિયાન ફેસબુકના અધિકારી બુધવારે માહિતી અને ટેકનોલોજી અંગેની સંસદીય સ્થાયી સમિતિ સમક્ષ હાજર થયા હતા. જેમાં નફરત ફેલાવતી પોસ્ટ મામલે રાજકીય પક્ષપાતના આરોપોના સવાલોનો સામનો કરવો પડ્યો હતો. આ સમિતિના વડા કોંગ્રેસના નેતા શશિ થરુર છે.

આ પણ વાંચોઃ ફેસબુક વિવાદ પર કોંગ્રેસનો ઝૂકરબર્ગને પત્ર, રાહુલે કહ્યું- ‘દરેક ભારતીય પૂછે પ્રશ્ન’

ટી રાજા સિંહનો ફેસબુક એકાઉન્ટ હોવાનો જ ઇનકાર

41 વર્ષના ટી રાજા સિંહ તેલંગાણાના ગોશામહલથી ભાજપના ધારાસભ્ય છે. જણાવવામાં આવી રહ્યુ છે કે અમેરિકન સમાચાર પત્રના અહેવાલ પછી ટી રાજા સાથે સંબંધિત પોસ્ટ ફેસબુકે દૂર કર્યા છે. પરંતુ ટી રાજાએ જણાવ્યું કે તેમનું કોઈ સત્તાવાર ફેસબુક પેજ નથી. તેમના ફેન પેજ પર શું ચાલે છે તેના માટે તેઓ જવાબદાર નથી.

રાજા સિંહ પોતાને કટ્ટર હિંદુવાદી નેતા ગણાવે છે અને તેમના ઉત્સવો દરમિયાનના ભાષણો, ચૂંટણી રેલીઓમાં તેઓ વારંવાર અખંડ હિંદુ રાષ્ટ્રની વાતો કરે છે. તેમના ભાષણોમાં અનેક વખત હિંસક અને ઉશ્કેરણીજનક વાતો હોય છે, તેઓ પોતાના સમર્થકોને તલવાર, ત્રિશૂલ રાખવાનો આગ્રહ કરે છે. ખાસ કરીને ધાર્મિક આધાર પર તેઓ ધર્મ વિશેષને ટાર્ગેટ કરે છે અને તેને આધાર લઇને રાજકારણ કરે છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં તેમના કથિત નિવેદન

    • ‘આપણે રામ રાજ્યની સ્થાપના કરવાની છે, પરંતુ રામ રાજ્યની સ્થાપના વાતોથી નહીં થાય, જે રામ રાજ્ય વિરુદ્ધ હશે તેમને લાતોથી મારી આપણે રામરાજ્યની સ્થાપના કરવી પડશે.’
    • ‘અખંડ હિંદુ રાષ્ટ્ર વાતોથી નહીં બને. આપણે હિંદુ રાષ્ટ્ર કોઈ પણ રીતે બનાવવાનું છે, ભલે તેના માટે પ્રાણ લેવા પડે અથવા પ્રાણ આપવા પડે.’
    • ‘જે પણ વ્યક્તિ અખંડ હિંદુ રાષ્ટ્ર વચ્ચે આવશે, તેનું નામો નિશાન નહીં રહે. અખંડ હિંદુ રાષ્ટ્રની સ્થાપના માટે દરેક હિંદુ પોતાના ઘરમાં હથિયાર રાખવાનું શીખે.’

આ ઉપરાંત પણ તેમને એકાઉન્ટ પર વેર ઓકતા નિવેદનો થયા છે.

આ પણ વાંચોઃ Facebook વિવાદ: ક્યા BJP નેતાઓની હેટ પોસ્ટ દૂર ના કરવાનો આરોપ લાગ્યો?

અમેરિકી અખબારના એહેવાલ બાદ હોબાળો

અમેરિકી અખબાર ધ વોલ સ્ટ્રીય જર્નલમાં ફેસબુક અંગે રિપોર્ટ છપાયા બાદ ભારતમાં હોબાળો થયો હતો. અખબારે અજાણ્યા આંતરિક લોકોના હવાલા આપી લખ્યું હતું કે ફેસબુક ઇન્ડિયાના વરિષ્ઠ અધિકારી અંખી દાસે એક આંતરિક સંદેશમાં રાજા સિંહ પર સ્થાયી પ્રતિબંધ લગાવવાથી અટકાવ્યા હતા. રિપોર્ટમાં કહેવાયું છે કે રાજા સિંહ સામે કાર્યવાહીથી ભારતમાં FBના બિઝનેસ પર અસર પડશે.

આ પણ વાંચોઃ ફેસબુક વિવાદ: અંખી દાસ પર અમેરિકન અખબારનો વધુ એક ખુલાસો, BJPનો પલટવાર