Gujarat Exclusive > દેશ-વિદેશ > Facebookના MD વિધાનસભા કમિટી સમક્ષ હાજર ન થયાઃ છેલ્લી ચેતવણી

Facebookના MD વિધાનસભા કમિટી સમક્ષ હાજર ન થયાઃ છેલ્લી ચેતવણી

0
56
  • Facebookve MDને 15 ઓગસ્ટે હાજર થવાનું હતુ
  • ફેસબુકે કહ્યું- મામલો સંસદીય સમિતિ છે

નવી દિલ્હીઃ દિલ્હીમાં થયેલી હિંસા મામલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક(Facebook)ને દિલ્હી વિધાનસભા કમિટીએ હાજર થવા છેલ્લી ચેતવણી આપી છે.

ભારતમાં Facebook પર બહુ જ ગંભીર આરોપ લાગ્યા છે. અમેરિકી અખબાર વૉલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટમાં ફેસબુકે રાજકીય પક્ષપાત કરી ભાજપના નેતાઓના પોસ્ટ અને એકાઉન્ટ સામે કોઇ પગલાં નથી લીધાનું જણાવાયું હતું.

ત્યારે બાદ દિલ્હી વિધાનસભાની પીસ એન્ડ હાર્મની (Peace and Harmony) કમિટીએ ફેસબુક સામે આરોપો નક્કી કરી હાજર થવા ફરમાન કર્યું હતું. કમિટીએ કહ્યું હતું કે દિલ્હીમાં થયેલી હિંસામાં પણ ફેસબુકનો મોટો હાથ રહ્યો છે.

આ પણ વાંચોઃ Bill Gatesને આશાઃ કોરોના રસીના સૌથી વધુ ડૉઝ ભારત બનાવશે

આ આરોપોના જવાબ આપવા માટે Facebook ઇન્ડિયાના એમડી 15 ઓગસ્ટ મંગળવારના રોજ હાજર રહેવા સમન્સ મોકલ્યો હતો. પરંતુ ફેસબુકે તેના જવાબમાં દિલ્હી વિધાનસભાની કમિટીને નોટિસ પાછી ખેંચવા કહ્યું હતું. તેથી કમિટીએ હવે ફેસબુકના એમડીને છેલ્લી મુદ્દત આપી છે.

નોટિસનો Facebookએ શું જવાબ આપ્યો

ફેસબુકે દિલ્હી વિધાનસભા કમિટીના આરોપો અને નોટિસ અંગે જણાવ્યું કે,

” આ મામલો પહેલેથી જ સંસદીય સ્થાયી સમિતિ સમક્ષ છે. તેથી દિલ્હી સરકારને આ જ મામલે ફેસબુકના અધિકારીઓને સમન્સ મોકલવાનો અધિકાર નથી.”

સાથે જ Facebookએ દિલ્હીની કમિટીને એક પણ કહ્યું કે, તેમની કંપની ભારત સરકારની ગાઇડ લાઇન મુજબ કામ કરે છે. આ વાત સંસદીય સમિતિ સમક્ષ વિચારાધીન છે. ફેસબુકના અધિકારી પહેલાંજ સમિતિ સમક્ષ હાજર રહી ચૂક્યા છે. તેથી દિલ્હી કમિટીએ તેની નોટિસ પાછી ખેંચવી જોઇએ.

ચોર નક્કી કરે છે કે જજ કોણ? દિલ્હી કમિટી

દિલ્હી વિધાનસભાની કમિટિના સભ્યોએ જણાવ્યું કે,

“ફેસબુક (Facebook)એ સમન્સના જવાબમાં એક પત્ર મોકલી કમિટીનું મહત્વ ઓછું કરી નાંખ્યું તેથી ચેરમેને પોતાની શક્તિઓનો ઉપયોગ કરવો પડશે. આ વિધાનસભા છે કોઇ મજાક નથી. તેમને આ કમિટી સમક્ષ હાજર થવું જ પડશે.”

આ પણ વાંચોઃ ચાઇનીઝ સર્વેલન્સના મુદ્દે લોકસભા મોકૂફઃ લડાખ મડાગાંઠ અંગે નિવેદન આપશે રાજનાથસિંહ

કમિટીના સભ્યોએ જણાવ્યું કે,

એક ખાનગી કંપની લોકોની ચૂંટાયેલી કમિટીને કહી રહી છે કે તમને કોઇને સમન્સ પાઠવવાનો અધિકાર નથી. કારણ કે કમિટીની સામે એવા સાક્ષીઓ છે, જેમણે દિલ્હીની હિંસા અને અન્ય કામોમાં ફેસબુકનો પુરેપુરો હાથ હોવાની જુબાની આપી છે. અહીં ચોર જાતે નક્કી કરી રહ્યો છે કે જજ કોણ હશે.

Facebookને હાજર થવા મજૂર કરી શકીએ

દિલ્હી વિધાનસભાની પીસ એન્ડ હાર્મની કમિટીના પ્રમુખ રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું કે,
” Facebookએ કમિટીનું અપમાન કર્યું છે. આ કમિટી લોકો દ્વારા ચૂંટાયેલી છે. તેથી દિલ્હીની જનતાનું પણ અપમાન છે. ફએસબુકને જેને પણ કાનૂની સલાહ આપી છે. તે ખોટી છે. કારણ કે મામલો સંસદીય સમિતિ સમક્ષ છે, તો એવું નથી કે દિલ્હી વિધાનસભાની કમિટી ચર્ચા ન કરી શકે.”

“બીજી વાત એ છે કે જે મામલો સંસદીય સમિતિમાં ચાલી રહ્યો છે. તેમાં દિલ્હીની હિંસાનો ઉલ્લેખ નથી. આ કમિટી ઇચ્છે તો તે ફેસબુકને કમિટી સમક્ષ હાજર થવા મજબૂર કરી શકે છે. કમિટી વોરન્ટ ઇશ્યુ કરી શકે છે. ત્યાર બાદ ફેસબુકે રજૂ થવું જ પડશે.”

રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે અમે ફેસબુકના મેનેજીંગ ડાયરેક્ટરને છેલ્લી મહેતલ આપી રહ્યા છીએ. તો કમિટી સમક્ષ હાજક થાય. હવે પત્ર મોકલી ફેસબુકને અંતિમ ચેતવણી આપવામાં આવશે.

આ પણ વાંચોઃ લોકસભાના સાંસદોના વેતનમાં 30 ટકા કપાતનું બિલ રજૂ કરવામાં આવ્યું