Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરતમાં સ્પા અને મસાજ પાર્લરની આડમાં ચાલતા દેહવેપારનો પર્દાફાશ

સુરતમાં સ્પા અને મસાજ પાર્લરની આડમાં ચાલતા દેહવેપારનો પર્દાફાશ

0
111
  • ગ્રાહક દિઠ 1000 થી 2500 રૂપિયામાં છોકરીઓનું દેહવેપાર કરતા હતાં

  • સ્પા સેન્ટરમાં તપાસ કરતા વાંધાજનક વસ્તુઓ મળી આવી

  • સ્પાની પરમિટ ન હોવાની સંચાલકે કરી કબૂલાત

સ્પા અને મસાજ પાર્લરની આડમાં દેહવેપારનો ધંધો સુરતમાં જબરદસ્ત રીતે ચાલી રહ્યો છે, અગાઉ પણ આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચે બાંગ્લાદેશની કિશોરી અને એક યુવતીને દેહવેપારના ધંધામાંથી છોડાવી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

બાગ્લાદેશથી અપહરણ થયેલી એક કિશોરી સુરતમાં હોવાની માહિતી શહેર પોલીસને મળી હતી, જેથી તેને શોધવા માટે AHTU-મીસીંગ સેલ અને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો મળેલી વિગતો અને લોકેશન આધારે અલથાણ વિસ્તારમાં આવેલ સ્પા, સલુન તથા ભાડે રહેત લોકોની તપાસ કરતા હતા.

તે દરમ્યાન પોલીસકર્મી કરણસિંહ અને શૈલેષ દુબેને ખાનગી બાતમીદારો તરફથી બાતમી મળી હતી કે બાંગ્લાદેશથી ગુમ થયેલ કિશોરી જેવા વર્ણનવાળી એક કિશોરી ઇનફીનીટી હબની દુકાન નં .307 અલથાણ ભીમરાડ કેનાલ રોડ પર આવેલા મસાજ પાર્લરમાં કામ કરી રહી છે.

આ પણ વાંચો: વીક એન્ડમાં સુરતીઓની ભીડને રોકવા પાલિકા કરશે નાકાબંધી

પોલીસે મળેલી બાતમીની જગ્યાએ રેડ કરતા ત્રણ યુવકો અને બે યુવતિઓ મળી આવી હતી. જેમા બે યુવતી પૈકી એક બાંગ્લાદેશી સગીર કિશોરી હોવાનું સામને આવ્યું હતું. કિશોરીને તેનું નામ અને સરનામું પૂછતા તેને જે માહિતી આપી તે બાંગ્લાદેશીની કિશોરીના નામ સાથે મળતું આવતું હતું.

સુરત પોલીસે બાગ્લાદેશના પોલીસ સ્ટેશન કંજહાન પોલીસ સ્ટેશન ખુલના મેટ્રોપોલીટન પોલીસનો સંપર્ક કરી વેરીફાઈ કરતા તેમને મોકલાવેલ બર્થ સર્ટીફિકેટ અને ફોટો બતાવતા ગુમ થયેલ બાંગ્લાદેશી કિશોરી જ હોવાનું સામે આવ્યું હતું. આ સાથે બીજી છોકરીની 20 વર્ષની પંજાબની હોવાનું જાણવા મળ્યું હતુ.

પોલીસે સ્પાના સંચાલક અંકિતભાઇ મનસુખભાઇ કંથેરીયા, તેનો મિત્ર વિજય નાઘજીભાઇ પાઘરા અને વિશાલ સંજયભાઇ વાનખેડેની ધરપકડ કરી હતી. તેમની પાસે સ્પા ચલાવવાની પાસ-પરમીટ માંગતા તેઓએ પોતાની પાસે કોઇ પાસપરમીટ ન હોવાનું જણાવ્યુ હતુ.

આ પણ વાંચો:  ફરી એક વાર VNSGUના કુલપતિના બોગસ નામે ઈમેલ કરાયા

બન્ને છોકરીઓ દ્વારા આ સ્પામાં બહારથી ગ્રાહકો બોલાવી પોતાનું શારીરિક શોષણ થતું હોવાનું તથા સ્પા સેન્ટરમાં ગોંધી રાખતા હોવાની કબૂલાત પણ કરી હતી. સ્પા સેન્ટરમાં તપાસ કરતા વાંધાજનક વસ્તુઓ મળી આવી હતી.

સંચાલક અંકિત દ્વારા કબુલાત કરવામાં આવી હતી કે, ગ્રાહક દિઠ 1000 થી 2500 રૂપિયામાં છોકરીઓનું દેહવેપાર કરતા હતાં. આ છોકરીઓને એજન્ટ મારફતે કમિશન ઉપર કામ ઉપર રાખવામાં આવી હતી. બાંગ્લાદેશી છોકરીને વિશાલ વાનખેડે એજન્ટ મારફતે જ અહીં લાવ્યો હતો.

બાંગ્લાદેશી કિશોરી ભારત કેવી રીતે આવેલી તે બાબતે પુછતા તેને પોતાના ગામના મોહસીન મારફતે બેંગ્લોરમાં રહેતા મિલનને ત્યારબાદ મિલને મુબંઇમાં રહેતી નિતુને અને નિતુએ સુરત ખાતે શબ્બીરને વેચલી હોવાનો ખુલાસો કર્યો હતો. જેથી પોલીસે ઇ.પી.કો. કલમ -370 , 370 ( એ ) , 372,373,120 ( બી ) પોકસો એક્ટ 4,17 તથા ઈમોરલ એક્ટ 4,5,6 મુજબ કાયદેસર કાર્યવાહિ કરી આરોપી નીતુ, મિલન, મોહસીન અને સબ્બીર આલમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરી છે.