Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > 18 વર્ષની ઉંમરનો દર બીજો બાળક ગરીબ

18 વર્ષની ઉંમરનો દર બીજો બાળક ગરીબ

0
364

સતત વિકાસ લક્ષ્ય (એસડીજી)ને મેળવવા માત્ર હવે દસ વર્ષ બચ્યા છે, જેમાં ગરીબીને બધી જ રીતે સમાપ્ત કરવાનો લક્ષ્ય પણ સામેલ છે, પરંતુ દુનિયા આગળ તે પડકાર છે કે બાળકોમાં ગરીબીને કઈ દષ્ટિકોણથી જોવામાં આવે.

સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (યૂએનડીપી) દ્વારા હાલમાં જ વૈશ્વિક બહુપરીમાણીય ગરીબી સૂચકાંક (Multidimensional poverty index(MPI))માં જોવા મળ્યું કે, દુનિયામાં દસ વર્ષની ઉંમરવાળા ત્રણ બાળકોમાંથી એક બાળક બહુપરિણામીય ગરીબીનો સામનો કરી રહ્યો છે. જ્યારે વયસ્કોમાં આની સંખ્યા છમાંથી એક છે. જ્યારે 18 વર્ષની ઉંમરવાળા બાળકોની વાત કરીએ તો દરેક બીજો બાળક ગરીબ છે.

રસપ્રદ વાત તે છે કે, એસડીજી-વનમાં એમપીઆઈની પ્રગતિને માપવામાં આવે છે. આમ તો ગરીબીને આવકના સ્તર પર માપવામાં આવે છે, પરંતુ એમપીઆઈને આબાદીના સંપૂર્ણ વિકાસના આધાર પર માપવામાં આવે છે. તેથી આ સૂંચકાંકને બહુપરિણામીય કહેવામાં આવે છે.

આ ઈન્ડેક્સમાં 100 દેશોની લગભગ 570 કરોડ આબાદીને સામેલ કરવામાં આવી છે. આમાં 10 સંકેતકોને સામેલ કરવામાં આવ્યા, જેમાં સ્વાસ્થ્ય, શિક્ષા અને રહેણી-કરણીના સ્તર મહત્વપૂર્ણ છે.

આમાંથી લગભગ 130 કરોડ લોકોની ઓળક ગરીબના રૂપમાં થઈ અને તેમાંથી 66.3 કરોડ બાળકો સામેલ છે, જેમની ઉંમર 18 વર્ષથી ઓછી છે અને તેમાંથી ત્રીજા ભાગના (લગભગ 42.8 કરોડ) બાળકોની ઉંમર 10 વર્ષથી ઓછી છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 18 વર્ષથી ઓછી ઉંમરના ગરીબ બાળકો બહુપરિણામીય ગરીબી માટે એક સૌથી મોટું ભાર છે. સર્વેક્ષણમાં 200 કરોડ બાળકોને સામેલ કરવામાં આવ્યા, જેમાંથી 110 કરોડ 10 વર્ષથી ઓછી ઉંમરના છે.

એમપીઆઈ અનુસાર, બહુપરિણામીય ગરીબીના મામલામાં વયસ્કોની સરખામણીમાં બાળકો વધારે પ્રભાવિત છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, છમાંથી એક વયસ્ક બહુપરિણામીય સ્તર પર ગરીબ છે, જ્યારે તેની સરખામણીમાં ત્રણમાંથી એક બાળક ગરીબ છે.

સર્વેમાં સામેલ દુનિયાના કુલ બાળકોમાંથી 34 ટકા બાળકો બહુઆયામી ગરીબીનો સામનો કરી રહ્યાં છે, જ્યારે વયસ્કોની સંખ્યા 17.5 ટકા છે. પરંતુ ખાસ વાત તે છે કે, માત્ર બે ક્ષેત્રોમાં આફ્રિકા ખંડ અને દક્ષિણ એશિયાના દેશોમાં આ ગરીબ બાળકોની સંખ્યા 85 ટકાથી વધારે છે.

આમાંથી 63.5 ટકા બાળકો જ માત્ર આફ્રિકા ઉપખંડ દેશોના છે, જે બધા જ વિકાસશીલ દેશોમાં સૌથી વધારે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ચાર આફ્રિકન દેશો, બુર્કિના ફાસો, ચાડ, ઈથિયોપિયા, નાઈજર અને દક્ષિણ સૂડાનમાં 10 વર્ષથી ઓછી ઉંમરના 90 ટકાથી વધારે બાળકો બહુપરિણામીય ગરીબીનો સામનો કરી રહ્યાં છે.

એમપીઆઈમાં પરિવારના સ્તર પર અસમાનતા અને સામાજિક રૂપથી પછાતોની તપાસ કરવામાં આવી છે. તેમાં જોવા મળ્યું છે કે, દક્ષિણ એશિયામાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના 22.7 ટકા બાળકોમાં પરિવારની અંદર જ કુપોષણના મામલાઓમાં અસમાનતા જોવા મળી છે. આનો અર્થ તે થયો કે, એક જ પરિવારમાં એક બાળક કુપોષણનો શિકાર છે, જ્યારે બીજા બાળકો નથી.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાનમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના દરેક ત્રીજો બાળક પરિવારના અંદર જ આવી જ રીતની અસમાનતાનો શિકાર બન્યા હોવાનું જોવા મળી રહ્યું છે. પ્રશાસક એચિમ સ્ટેનરે કહ્યું કે, ગરીબીથી લડવા માટે જાણવાની જરૂરત છે કે, ગરીબ લોકો ક્યાં રહે છે. તેઓ સમાન રૂપથી એક-એક દેશમાં ફેલાયેલા નથી અને ના તેઓ ઘરની અંદર છે.

જર્મની આજે પણ નાઝી બર્બરતાના પીડિતોને યાદ કરે છે, શું ભારત દાદરીના અખલાકને યાદ કરશે?