Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > ઈંગ્લેન્ડે લીધો બદલો, આયર્લેન્ડને 38 રન પર પછાડ્યું

ઈંગ્લેન્ડે લીધો બદલો, આયર્લેન્ડને 38 રન પર પછાડ્યું

0
379

ઈંગ્લેન્ડે ઐતિહાસિક લોર્ડસ સ્ટેડિયમમાં આયર્લેન્ડ વિરુદ્ધ એકમાત્ર ટેસ્ટ મેચમાં શાનદાર જીત મેળવી છે. આયર્લેન્ડ વિરુદ્ધ 4 દિવસની એકમાત્ર ટેસ્ટમાં 143 રનથી પાછાડ્યું છે. શુક્રવારે મેચના ત્રીજા દિવસે 182 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલા આયરિસ ટીમ માત્ર 15.4 ઓવરમાં 38 રન ઉપર ઓલ આઉટ થઈ ગઈ હતી. આ સાથે જ ઈંગ્લેન્ડે તેની ફજેતીનો બદલો લઈ લીધો હતો. જણાવી દઈએ કે, ઈંગ્લેન્ડ પ્રથમ ઈનિંગમાં માત્ર 85 રન પર ઓલ આઉટ થઈ હતી. જેથી ક્રિકેટની દુનિયામાં ઈંગ્લેન્ડની મજાક ઉડાડવામાં આવતી હતી.

ઈંગ્લેન્ડની શાનદાર જીતમાં ફાસ્ટ બોલરોનું વિશેષ યોગદાન રહ્યું હતું. ક્રિસ વોક્સે સૌથી વધારે 6 વિકેટ ઝડપી હતી, જયારે સ્ટુઅર્ટ બ્રોડે 4 વિકેટ ઝડપી હતી. તેના પહેલા ઈંગ્લેન્ડ બીજી ઈનિંગ્સમાં 303 રન કરીને ઓલ આઉટ થઈ ગઈ હતી. જીત મેળવવા માટે આયર્લેન્ડને 181 રનનો લક્ષ્યાંક મળ્યો હતો.

આર્યલેન્ડના બેટ્સમેન જેમ્સ મેક્કોલમ (11)જ એક માત્ર બેટ્સબમેન જેણે ડબલ ડિઝીટનો આંકડો પાર કર્યો હતો.

જણાવી દઈએ કે, ઈંગ્લેન્ડે પહેલી ઈનિંગમાં 85 રન કર્યા હતા જેના જવાબમાં આયર્લેન્ડે તેની પહેલી ઈનિંગમાં 207 રન કર્યા હતા. જેથી આયર્લેન્ડને 122 રનની લીડ મળી હતી. ઈંગ્લેન્ડે બીજી ઈનિંગમાં 303 રન કર્યા હતા અને આયર્લેન્ડને જીતવા માટે 181 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

માત્ર ત્રીજી ટેસ્ટ રમી રહેલી આયર્લેન્ડની ટીમ તેનો સૌથી ઓછો સ્કોર (38) રન પર ઓલ આઉટ થઈ હતી. સૌથી ઓછા સ્કોરની વાત કરીએ તો, આ પાંચમો સૌથી ઓછો સ્કોર છે. ટેસ્ટ મેચની એક ઈનિંગમાં આ શરમજનક સ્કોર ન્યુઝીલેન્ડના નામે છે. તેઓ ઈંગ્લેન્ડ વિરુદ્ધ વર્ષ 1955માં ઓકલેન્ડમાં માત્ર 26 રન પર ઓલ આઉટ થઈ ગઈ હતી.

ટેસ્ટ ક્રિકેટ: સૌથી ઓછો સ્કોર

-ન્યૂઝીલેન્ડ 26 રન ઈંગ્લેન્ડ વિરુદ્ધ, 1955 (ઓક્લેન્ડ)

-સાઉથ આફ્રિકા 30 રન, ઈંગ્લેન્ડ વિરુદ્ધ, 1896 (પોર્ટ એલિઝાબેથ)

-સાઉથ આફ્રિકા 30 રન, ઈંગ્લેન્ડ વિરુદ્ધ, 1924 (બર્મિંઘમ)

-સાઉથ આફ્રિકા 35 રન ઈંગ્લેન્ડ વિરુદ્ધ ,1899 (કેપ્ટાઉન)

– સાઉથ આફ્રિકા 36 રન, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ, 1932 (મેલબર્ન)

-ઓસ્ટ્રેલિયા 36 રન, ઈંગ્લેન્ડ વિરુદ્ધ, 1902 (બર્મિંઘમ)

IPL હોસ્ટ કરનાર ‘ગુજ્જુ ગોરી’નો ગ્લેમરસ અવતાર, આજે જ જુઓ Photos