Gujarat Exclusive > દેશ-વિદેશ > ‘એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ’ પ્રદિપ શર્માએ આપ્યું રાજીનામું, લડી શકે છે વિધાનસભા ચૂંટણી

‘એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ’ પ્રદિપ શર્માએ આપ્યું રાજીનામું, લડી શકે છે વિધાનસભા ચૂંટણી

0
572

એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ (Encounter Specialist) પ્રદીપ શર્માએ પોલીસ સર્વિસની નોકરી છોડી દીધી છે. પ્રદીપ શર્માએ જણાવ્યું કે, તેમણે અંગત કારણોસર નોકરી છોડવાનો નિર્ણય કર્યો છે. જો કે આધારભૂત સુત્રોના જણાવ્યા પ્રમાણે, તેઓ ઓક્ટોબરમાં યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી લડવા માંગતા હોવાથી તેમણે VRS માટે અરજી કરી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, તેમણે 4 જુલાઈના રોજ મહારાષ્ટ્રના DGP સુબોધકુમાર જયસ્વાલને આ બાબતે અરજી આપી હતી.

મળતી માહિતી પ્રમાણે, શર્મા ભારતીય જનતા પાર્ટી (BJP)ની ટિકિટ પર ચૂંટણી લડવા માંગે છે. તેમણે અંધેરી, સાકીનાકા અને નાલાસોપારા આ ત્રણ બેઠકોમાંથી કોઈ એક બેઠક પર ઉમેદવાર બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

શર્મા 1983 બેંચના અધિકારી છે. આ બેંચના અન્ય એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ વિજય સાલસકર અને પ્રફૂલ્લ ભોસલે પણ રહ્યા છે. શર્માએ કુલ 113 એન્કાઉન્ટર કર્યો છે. લખન ભૈયા ફેક એન્કાઉન્ટર કેસમાં તેઓ અનેક વર્ષો જેલમાં પણ રહ્યાં છે. જો કે બાદ કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા, જ્યારે અન્ય પોલીસ કર્મચારીઓને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી.

કેસમાંથી મુક્ત થયા બાદ તેઓ બે વર્ષ પહેલા જ પોલીસ ફોર્સમાં પરત ફર્યા હતા. ગત વર્ષે તેમણે ઠાણે ક્રાઈમ બ્રાન્ચમાં રહેલા દાઉદના (Dawood Ibrahim) ભાઈ ઈકબાલ કાસકરની (Iqbal Kaskar) ધરપકડ કરી હતી. ગુરૂવારે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ઈકબાલના પુત્ર રિજવાનની ધરપકડ કરી હતી. પ્રદિપ શર્માએ લાંબા સમય સુધી અંધેરી CIUમાં કામ કર્યું. પ્રદીપ શર્માના જીવન પર બનેલી ફિલ્મ “અબ તક છપ્પન” ચર્ચિત રહી હતી. પ્રદીપ શર્મા જો પોલીસની નોકરીમાં નિવૃતી ના લીધી હોત, તો તેઓ મેં 2020માં રિટાયર થવાના હતા.

કર્ણાટક સંકટ: BJPના ધારાસભ્યોનો વિધાનસભા ગૃહમાં રાતવાસો, આજે કુમારસ્વામીની ‘અગ્નિપરિક્ષા’