શ્રીનગર: જમ્મુ કાશ્મીરના બડગામમાં સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર થયુ હતુ. એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ બે આતંકીને ઠાર માર્યા હતા. જાણકારી અનુસાર, આ એન્કાઉન્ટર બડગામ એસએસપી ઓફિસ પાસે થયુ હતુ. અહી સુરક્ષાદળોએ બે આતંકીઓના હોવાની સૂચના મળી હતી જે બાદ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
Advertisement
Advertisement
સુરક્ષાદળોએ પહેલા બન્ને આતંકીઓને ઘેર્યા હતા અને તે બાદ ઓપરેશન શરૂ કર્યુ હતુ. બન્ને આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. આ પહેલા રવિવારે પણ સુરક્ષાદળ અને આતંકીઓની અથડામણ થઇ હતી. રિપોર્ટ્સ અનુસાર, ત્રણ આતંકીઓને સુરક્ષાદળોએ ઘેરી લીધા હતા, પરંતુ તે ભાગવામાં સફળ થયા હતા.
J&K | Police and Army cordoned off the area in Budgam after gunshots were heard in the area; efforts are underway to nab the terrorists.
(Visuals deferred by unspecified time) pic.twitter.com/BBVoZvEY9C
— ANI (@ANI) January 17, 2023
રિપોર્ટ્સ અનુસાર, બડગામ જિલ્લાના રેડબુગ માગામ વિસ્તારમાં આતંકીઓની સૂચના મળી હતી. તે બાદ સુરક્ષાદળોએ આખા વિસ્તારને ઘેરી લીધો હતો અને તપાસ અભિયાન શરૂ કર્યુ હતુ. અહી સુરક્ષાદળોએ કેટલીક વખત આતંકીઓને સરેન્ડર કરવાની તક આપી હતી પરંતુ તે માન્યા નહતા અને સતત ફાયરિંગ કરી રહ્યા હતા. તે બાદ બન્ને તરફથી ફાયરિંગ શરૂ થયુ હતુ અને થોડી વાર પછી આતંકીઓએ ફાયરિંગ રોકી દીધી હતી. આ દરમિયાન ખબર પડી કે આતંકી ભાગી ગયા છે.
Advertisement