Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) દ્રારા 90 કેસોની વર્ચ્યુઅલ સુનાવણી હાથ ધરાઇ

કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) દ્રારા 90 કેસોની વર્ચ્યુઅલ સુનાવણી હાથ ધરાઇ

0
96
  • આ નવતર પદ્ધતિથી પડતર કેસોની સંખ્યામાં ઘટાડો થશે
  • જિલ્લા અને તાલુકાની કોર્ટમાં વર્ચ્યુઅલ સુનાવણી હાથ ધરવાનો પ્રારંભ
  • વીડિયો કોન્ફરન્સ દ્રારા સુનાવણીના કારણે શારીરિક હાજરીની જરૂરિયાત રહેતી નથી

અમદાવાદ : કોવિડ 19માં સામાજિક અંતર જાળવવું જરૂરી છે. તે બાબતને નજર સમક્ષ રાખવાની સાથો સાથ પ્રેક્ટીસ કરવાની જરૂરી હોવાથી કર્મચારી ભવિષ્ય નિધિ ( ઇ.પી.એફ. ) (Employee Provident Fund) દ્રારા મોટા ભાગના જિલ્લા અને તાલુકાની કોર્ટમાં વર્ચ્યુઅલ સુનાવણી હાથ ધરવાનો પ્રારંભ કર્યો છે. જુલાઇ અને ઓગસ્ટ એમ બે મહિનામાં બે પ્રાદેશિક કચેરીઓમાં 90 ન્યાયિક કેસોમાં ઓનલાઇન મીટિંગ દ્રારા વર્ચ્યુઅલ સુનાવણી હાથ ધરવામાં આવી છે. જેમાં માલિક અને અરજદારોએ હાજરી આપી હતી. જેમાં ઝડપી નિકાલ, સંમતિ હુકમો અને તાત્કાલિક પાલન જેવી પ્રક્રિયા ઝડપી બની હતી.

ઇ.પી.એફ.ઓ. (Employee Provident Fund) દ્રારા વ્યવસાયની સરળતામાં સુધારો કરવા માટે લેવામાં આવેલા શ્રેણીબદ્ધ પગલાંનો આ એક ભાગ છે. સલામત આઇટી એપ્લીકેશનનો ઉપયોગ કરીને અર્ધ ન્યાયિક કેસોમાં વર્ચ્યુઅલ સુનાવણી હાથ ધરવાની નવી સુવિધા ઇન્ચાર્જ રાજય કક્ષાનાં મંત્રી સંતોષકુમાર ગંગવારએ 9 સપ્ટેમ્બર 2020નાં રોજ વર્ચ્યુઅલ રીતે યોજાયેલી સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઓ, કર્મચારીઓના પ્રોવીડન્ટ ફંડની 227મી બેઠકમાં શરૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Narendra Modi Birthday : 70માં જન્મદિને રાહુલ ગાંધી, રામનાથ કોવિંદ સહિતના દિગ્ગજોએ શુભેચ્છા પાઠવી

સુનાવણીને લગતી દરેક માહિતી / કેસની સ્થિતિ હવે પોર્ટલ પર ઉપલબ્ધ રહેશે (Employee Provident Fund)

આ કોવિડ મહામારીમાં કેસના સમયસર નિકાલની ખાતરી કરવા માટે સુપ્રિમ કોર્ટની માર્ગદર્શિકા જરૂરી. તે જ ઉદ્દેશથી કંપનીઓ અને તેના કર્મચારીઓને ઝડપી અને વહેલો ન્યાય આપવાના દ્રષ્ટિકોણ દ્રારા વર્ચ્યુઅલ મોડમાં ( ઓનલાઇન ) કરવામાં આવશે. વર્ચ્યુઅલ કોર્ટનો હેતુ ઓનલાઇન મોડ દ્રારા કેસના ચુકાદાની સુવિધા દ્રારા સંસ્થાના માલિક, અરજદાર અને વકીલોની શારીરિક જરૂરિયાતને દૂર કરી કેસનો ઝડપી નિકાલ કરવાનો છે.

આ સુવિધા માટે વર્ચ્યુઅલ હિયરીંગ યુટીલીટીઝને કોમ્પ્લાયન્સ ઇ પોર્સીંડીંગ્સ પોર્ટલ eproceedings.epfindia.gov.in પર ઇપીએફઓ (Employee Provident Fund) કોર્ટ પ્રક્રિયા સાથે એકીકુત કરવામાં આવી છે. તેનાથી ઇ નોટીસ ઇસ્યુ કરવામાં આવશે. કાર્યવાહીની રીઅલ ટાઇમ રેકોર્ડીંગ કરવામાં આવશે અને કેસમાં થતી વાતચીત કરવામાં આવશે. સુનાવણીને લગતી દરેક માહિતી / કેસની સ્થિતિ હવે પોર્ટલ પર ઉપલબ્ધ રહેશે.

શું છે ફાયદા?

વીડિયો કોન્ફરન્સ દ્રારા સુનાવણીના કારણે શારીરિક હાજરીની જરૂરિયાત રહેતી નથી. બંને પક્ષકારોને સુનાવણી માટે રીત હાજર રહેવા માટે દૂરથી આવતાં હોય છે. તેમના પૈસા અને સમય બંનેની બચત થાય છે. સૌથી અગત્યનું આ કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડશે. ડિજીટલ કેસની પેન્ડન્સીની સંખ્યામાં ઘટાડો થશે અને વિલંબિત ન્યાય માટે અસરકારક ઉપાય થશે. આ ઉપરાંત પક્ષકારોની હાજરી ના હોવાના કારણે બિનજરૂરી કેસની મુદત વધારવાની પ્રક્રિયા ટાળી શકાશે. પરિણામે કેસના નિરાકરણ વહેલી તકે આવશે.

આ પણ વાંચો:  Narmada Damની જળ સપાટી 138.68 મીટર, CM રૂપાણીએ કર્યાં નીરના ઈ-વધામણાં