Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > ઔદ્યોગિક એકમોના વીજ કરમાં પાંચ પૈસાનો વધારો

ઔદ્યોગિક એકમોના વીજ કરમાં પાંચ પૈસાનો વધારો

0
368

પરંપરાગત સ્ત્રોતોથી સ્વ ઉત્પાદિત વીજ વપરાશ કરતા ઔદ્યોગિક એકમો ઉપર પાંચ પૈસા વીજ શૂલ્કમાં વધારો કરવામાં આવ્યો છે. આની માહિતી ઉર્જા મંત્રી સૌરભ પટેલે આપતા જણાવ્યું હતુ કે, “પહેલા ઓદ્યોગિક એકમો પાસેથી યૂનિટ દીઠ 55 પૈસાના લેવામાં આવતા હતા. જ્યારે આ પાંચ પૈસાનો વધારો પણ પાંચ વર્ષ બાદ કરવામાં આવ્યો છે.”

સૌરભ પટેલે જણાવ્યું હતુ કે, રાજ્યમાં મોટા ઉદ્યોગો વીજ વિતરણ કંપનીઓ પાસેથી વીજળી મેળવે છે, જેના ઉપર હાલ 15% વીજ કર લાગે છે અને વર્તમાન ટેરિફ અનુસાર યુનિટ દીઠ તેનો ખર્ચ આશરે રૂ 1.05 રૂપિયા થવા જાય છે, જયારે કેપ્ટીવ વપરાશ કરતા ઔદ્યોગિક એકમો દ્વારા સરકાર હવેથી પાંચ પૈસાના વધારા પછી પણ 60 પૈસા જ વસૂલી રહી છે.

24 જુલાઈના રોજ આ સુધારા દરખાસ્તને અમલમાં લાવવાના ઉદેશ્યને ધ્યાને રાખીને રાજ્યના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા ‘ગુજરાત વિદ્યુત શુલ્ક અધિનિયમ, 1958’માં સુધારો કરવા માટે આજે એટલે કે, 25 જૂલાઈએ આ સંશોધીત બિલ રજુ કરવામાં આવ્યું હતું.

પટેલે જણાવ્યું હતુ કે, પરંપરાગત સ્ત્રોતોથી વીજ ઉત્પન કરતાં એકમો પોતાનું મુડી રોકાણ કરતાં હોઈ, વીજળી તેઓને મોંઘી પડતી હતી તેના કારણે તેઓએ આ ઘટાડો કરવા રજૂઆત કરી હતી તેને ધ્યાને લઈને રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે.