Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 222 કરોડના વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ

ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 222 કરોડના વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ

0
69
  • વિશ્વમાં ભારતે કોરોના સામેની લડાઈમાં દૃષ્ટાંત રૂપ કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું

  • રાષ્ટ્રની સફળતામાં રાષ્ટ્રના દરેક નાગરિકનું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ

અમદાવાદ: ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના વરદ હસ્તે અમદાવાદ શહેર- જિલ્લામાં 222.17 કરોડના ખર્ચે 310 જેટલા વિકાસકાર્યોનું ઈ- લોકાર્પણ અને ઈ-ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ જીલ્લામાં આશરે 45.97 કરોડના ખર્ચે 306 કામોના લોકાર્પણ અને ખાતમૂર્હત અને અમદાવાદ શહેરમાં આશરે 176.20 કરોડના ખર્ચે 4 કામોના લોકાર્પણ અને ખાતમૂર્હત સામેલ છે.

ટેકનોલોજીના માધ્યમથી યોજાયેલા આ કાર્યક્રમમાં સાંસદ અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધનમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રની સફળતામાં રાષ્ટ્રના દરેક નાગરિકનું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં ભાજપાએ સત્તાના સૂત્રો સંભાળ્યા ત્યારથી પ્રજાલક્ષી અને જનહિતકારી નિર્ણય લેવાઈ રહ્યા છે.

આ પણ વાંચો: રાજધાની એક્સપ્રેસમાં સતત 5 દિવસે મુસાફરો કોરોના પોઝિટિવ નિકળ્યા

સમગ્ર વિશ્વમાં કોરોના સંક્રમણના કારણે નેતૃત્વ, તંત્ર અને જનમાનસમાં એક પ્રકારની ક્ષુબ્ધતા પ્રસરતી જોવા મળી હતી. જ્યારે ભારતમાં પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં જનતાના સહિયારા પ્રયાસોના કારણે કોરોનાનું સંક્રમણ અટકાવવામાં અને તેની આડઅસર રૂપે ઊભી થયેલી નિરાશા અને હતાશા દૂર કરી જનતામાં નવા ઉત્સાહનો સંચાર કરવામાં આપણે સફળ રહ્યા છીએ. આ ઉપરાંત દેશના 130 કરોડ લોકોએ પણ પ્રધાનમંત્રી મોદીની સાથે ખભે-ખભો મિલાવીને કોરોના સામેના યુદ્ધમાં ભાગ લીધો અને અસરકારક પરિણામો પણ મેળવ્યા.

આ પણ વાંચો: કોંગ્રેસમાં લેટર બોમ્બ ફૂટ્યોઃ આઝાદ, સિબ્બલ, આનંદ શર્માના કદ વેતરાયા

ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણી પણ આ કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા તેઓએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સમગ્રતયા આ લોકાર્પણો અને ખાતમુહુર્તથી તેમના સંસદીય મતવિસ્તારમાં સાર્વત્રિક રીતે વિકાસના નવા આયામોનો પ્રત્યક્ષ લાભ પ્રજાજનોને મળશે સાથે-સાથે લોકોના જીવન ધોરણમાં ગુણાત્મક પરિવર્તન લાવવામાં પણ ચાવીરૂપ ભૂમિકા ભજવશે.

ક્યાં શુ કામગીરી થશે ?

આ લોકાર્પણમાં આવાસ, કૃષિ સિંચાઈ, શાળાના વર્ગખંડો જેવા પ્રકલ્પોથી સાણંદ,બાવળા અને દસક્રોઈ તાલુકાના 27 જેટલા ગામો પ્રત્યક્ષ રીતે લાભાન્વિત થશે તથા ઈ-ખાતમુહુર્તથી સાણંદ શહેર, માણકોલ, મટોડા- મોડાસર, બગોદરા, સરલા, કાણોતર, કેશરડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સુએજ સ્ટેશન, મટીરીયલ રીકવરી ફેસેલીટી સેન્ટર, પાકી સડક, કોમ્યુનીટી હોલ જેવી સુવિધાઓ પ્રાપ્ય થશે.

 

(પ્રતિકાત્મક તસવીર)