Gujarat Exclusive > The Exclusive > DYMCને માસ્ક વગરનો ફોટો ટવીટ કરવો મોંઘો પડ્યો

DYMCને માસ્ક વગરનો ફોટો ટવીટ કરવો મોંઘો પડ્યો

0
123
  • સ્માર્ટ સિટીના CEO/ DYMCએ માસ્ક વગરનો દંડ ભરવો પડ્યો
  • રવિવારે યોજાયેલી સાયકલ રેલીમાં માસ્ક વગરનો ફોટો ટવીટર પર અપલોડ કર્યો હતો
  • ભારે ચર્ચા થતાં આખરે ડીવાયએમસીએ દંડની રકમ મંગળવારે ભરી

અમદાવાદઃ અમદાવાદ સ્માર્ટ સીટીના સી.ઇ.ઓ. (CEO) તથા ડીવાયએમસી (DYMC-Penalty) નીતિન સાંગવાને (Nitin Sangwan) જાહેરમાં માસ્ક વગર ફરવા બદલ એક હજાર રૂપિયાનો દંડ ભરવો પડ્યો છે. હકીકતમાં રવિવારે અમદાવાદમાં સાયકલ રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં તેઓ સહિત અન્ય ભાગ લેનારા લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. તેમાંય વળી સાંગવાને ટવીટરમાં પોતાનો ફોટો અપલોડ કર્યો હતો. જેમાં માસ્ક પહેર્યું ન હોવાથી ભારે ચર્ચા જાગી હતી. આખરે ડીવાયએમસીએ દંડની રકમ ભરી દીધી હતી. આ ઘટના કવચિત પ્રથમ હોય તો નવાઇ પામવા જેવું નથી.

આ પણ વાંચોઃ કોરોના વકર્યો : અમદાવાદમાં ખાનગી હોસ્પિટલો ‘હાઉસફુલ’, વેન્ટિલેટર સાથેના માત્ર ICU બેડ મર્યાદિત

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા જાહેરમાં માસ્ક પહેરવા તથા સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાના મામલે વારંવાર જાહેરાતો કરે છે. અસંખ્ય લોકોને દંડ ફટકારવામાં આવ્યા છે. અને અનેક યુનિટો સીલ કરી દીધાં છે. ત્યાં સુધી કે ગઇકાલે રાજયના અધિક મુખ્ય સચિવ તથા કોર્પોરેશનમાં કોવિડ 19માં ખાસ નિમાયેલા આઇએએસ ડો. રાજીવકુમાર ગુપ્તાએ 27 વિસ્તારોની રાત્રિ લોકડાઉન કરીને દુકાનોને રાત્રિના 10થી સવારના 6 વાગ્યા સુધી બંધ રાખવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચોઃ શું સરકારની ગાઇડલાઈન ફકત મજૂર અને ગરીબ માટે?

આમ કોર્પોરેશન તરફથી પ્રજા સામે કડક પગલાં ભરવામાં આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદ સ્માર્ટ સિટીના સીઈઓ એવા ડીવાયએમસી નીતિન સાંગવાન જાહેરમાં સાયકલ રેલીમાં માસ્ક પહેર્યા વિના આવ્યા હતા. ત્યાં સુધી કે તેમની સાથે હાજર અસંખ્ય લોકો પણ માસ્ક વગરના હતા. આ ફોટો તેમણે ટવીટર પર પોસ્ટ કર્યો હતો. તેની ભારે ટીકા થઇ હતી. પરિણામે તેમણે આજે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીને માસ્ક વગર ફરવા બદલ 1 હજાર રૂપિયા દંડ ભરીને તેની રસીદ ફાડી હતી.

આ અંગે ડીવાયએમસી તથા સ્માર્ટ સીટીના સીઇઓ નીતિન સાંગવાને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ઓફીસર તથા મીડિયા ગ્રુપમાં જણાવ્યું હતું કે, હું બધા મીડીઆ મિત્રોનો આભાર માનું છું કે તમે આ શોધી કાઢયું, ભલે કોઇપણ પોઝિશન પર હોવ, કાયદો બધા માટે સરખો છે. મારી બેદરકારીભરી વતર્ણુક નજરઅંદાજ ન થવી જોઇએ, હું માફી માંગુ છું. મારી આ વતર્ણૂકના કારણે એએમસીને જ નહીં બલ્કે પ્રજા માટે પણ શરમજનક છે.