Gujarat Exclusive > દેશ-વિદેશ > નવેમ્બર સુધી દેશને મળી જશે કોરોના વેક્સિન!, Dr. Reddy’s સાથે થયો કરાર

નવેમ્બર સુધી દેશને મળી જશે કોરોના વેક્સિન!, Dr. Reddy’s સાથે થયો કરાર

0
131
  • રશિયા ભારતને કોરોના રસીના 10 કરોડ ડોઝ આપશે, થયો કરાર

  • રસીના સમાચાર પછી ડો. રેડ્ડીઝ (Dr. Reddy’s)ના શેરોમાં ઉછાળો

  • ભારતમાં કોરોનાના 50 લાખથી વધુ કેસ

નવી દિલ્હી: ડૉ. રેડ્ડીઝ (Dr. Reddy’s) લેબે ભારતમાં કોરોનાના 10 કરોડ રસી વેચવા માટે રશિયન ડાયરેક્ટ ઇનવેસ્ટમેન્ટ ફંડ (RDIF) સાથે કરાર કર્યો છે. આ ડોઝ નવેમ્બર સુધી ભારતમાં આવી શકે છે. આ સમાચાર આવ્યા પછી બીએસઈ પર ડૉ. રેડ્ડીઝ (Dr. Reddy’s)ના શેર 181 રૂપિયાની મજબૂતી સાથે 4624.45 પર પહોંચી ગયા.

મળતી માહિતી મુજબ RDIFએ રશિયાની સ્પુતનિક વી વૈક્સિનને ભારતમાં ક્લિનિકસ ટ્રાયલ અને વિતરણ માટે Dr. Reddy’s લેબોરેટરી સાથે કરાર કર્યો છે. કરાર મુજબ રશિયન કંપની ભારતમાં Dr. Reddy’s  ને 10 કરોડ ડોઝ આપશે.

આ પણ વાંચો: Corona Case Update: દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 50 લાખને પાર

RDIFના સીઈઓ કિરિલ ડિમિટ્રિવે એક નિવેદનમાં જણાવ્યું છે કે ટ્રાયલ સફળ રહ્યુ તો આ રસી નવેમ્બર સુધી ભારતમાં ઉપલબ્ધ થઇ જશે. તેમણે જણાવ્યું કે ડો રેડ્ડીઝ (Dr. Reddy’s) રશિયામાં લગભગ 24 વર્ષથી બિઝનેસ કરે છે અને તે ભારતની પ્રમુખ કંપની છે.

તેમણે દાવો કર્યો કે હ્યૂમન એડીનોવાઇરસ ડ્યૂલ વેક્ટર પ્લેટફોર્મ પર આધારિત રશિયન ડોઝ ભારતમાં કોવિડ-19 સામે સુરક્ષિત લડાઈમાં મદદ કરશે. તેમણે જણાવ્યું કે હ્યૂમન ઇડીનોવાઇરસ ડ્યૂલ વેક્ટર પ્લેટફોર્મના લગભગ રશિયામાં છેલ્લા દાયકામાં લગભગ 250 ક્લિનિકલ ટ્રાયલ થયા છે અને તેના કોઇ પણ સંભાવિત નેગેટિવ પરિણામ જોવા નથી મળ્યા.

ભારતમાં થશે ત્રીજા તબક્કાનું પરીક્ષણ

 ડો. રેડ્ડીઝ (Dr. Reddy’s) ના મેનેજિંગ ડાયરેક્ટર જીવી પ્રસાદે જણાવ્યું કે,

“આ ડોઝના તબક્કા 1 અને તબક્કા 2નું પરીક્ષણ સફળ રહ્યું છે અને હવે તેના ત્રીજા તબક્કાનું પરીક્ષણ અમે ભારતમાં કરીશું, જેથી જરૂરી નિયમનકારી શરતો પૂરી થઇ શકે.”

ઉલ્લેખનીય છે કે રશિયામાં 11 ઓગસ્ટે વિશ્વની પ્રથમ કોરોના રસી લોન્ચ થઇ હતી, જેનું નામ સ્પુતનિક વૈક્સીન રાખવામાં આવ્યું છે. આ રસીનું માત્ર પ્રથમ તબક્કા અને બીજા તબક્કાનું જ પરીક્ષણ થયું હતું.

આ પણ વાંચો: ઑક્સફોર્ડની કોરોના વૅક્સીનનું ટ્રાયલ ફરી થશે શરૂ, DCGIએ આપી મંજૂરી

દેશમાં કોરોનાના કેસો 50 લાખ પાર

ભારતમાં કોરોના (Corona Virus) સંક્રમિતોની સંખ્યા 50 લાખને પાર પહોંચી ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 90,123 જેટલા નવા કેસ (Corona Positive Case) સામે આવ્યાં છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 1290 દર્દીઓના મરણ નોંધાયા છે.

આ અંગે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, નવા કેસ ઉમેરાવા સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 50,20,360 પર પહોંચી ચૂકી છે. જ્યારે અત્યાર સુધી 82,066 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

જો કે રાહતની વાત એ છે કે, કોરોનાથી સ્વસ્થ થનારા દર્દીઓનો આંકડો 39 લાખથી પાર પહોંચ્યો છે. અત્યાર સુધી 39,42,361 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. મંગળવારે 82,844 લોકોને સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આ આંકડો કોઈ એક દિવસમાં નોંધાયેલો સૌથી મોટો આંકડો છે.