Gujarat Exclusive > દેશ-વિદેશ > લગ્નમાં ગધેડાઓને રંગીને બનાવી દિધા જીબ્રા, ખબર પડી તો લોકો થયા ગુસ્સે

લગ્નમાં ગધેડાઓને રંગીને બનાવી દિધા જીબ્રા, ખબર પડી તો લોકો થયા ગુસ્સે

0
587

સ્પેનમાં સફારી થીમ પર એક લગ્ન કાર્યક્રમમાં જ્યારે બે જીબ્રા ઓછા પડ્યા તો આયોજકોએ બે ગધેડાઓને જીબ્રા જેવા રંગવાળા પટ્ટાપાડીને લોકો સામે ઉભા કરી દેવામાં આવ્યાં હતા. જ્યારે પ્રાણીઓ સાથે આ પ્રકારની ક્રુરતાને લઈને સોશીયલ મીડિયા પર ઓનલાઈન કૈપેન શરૂ થયું હતું અને લોકો આયોજકોની આ હરકતની ખુબ નિંદા કરી હતી.

એક રિપોર્ટ અનુસાર કેડિજ શહેરના એલ પાલમારમાં એક કાર્યક્રમ સ્થળની બહાર ગધેડાઓને ચારો ખાતા ફિલ્માવવામાં આવ્યા હતા અને તેને જીબ્રા જેવો રંગ કરી દેવામાં આવ્યા હતા. કેટલાક લોકોએ આ ઘટનાને ‘શર્મજનક’ ગણાવીને આ ઘટનાની માહિતી પશુ અધિકારો માટે કામ કરતા કાર્યકર્તાઓને આપી હતી.

જાનવરોની ભાવનાઓની ધ્યાનમાં રાખીને એન્જેલ ટોમસ હેરેરા પેલેજ નામના એક વ્યક્તિ નારાજ થતા પોતાના ફેસબુક પર ગધેડાઓને જીબ્રાના રંગમાં રંગીને વિરોધ કરતી એક તસવીર શેર કરીને કહ્યું કે, પર્યટકો માટે ગધેડાઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રાણીઓ પણ વિલુપ્ત થવાની કગારમાં છે.

સ્થાનીય લોકો અનુસાર આ મામલે કૃષિ અને વાણિજ્યક કાર્યાલયને ધ્યાનમાં લાવવામાં આવ્યું અને સાથે સ્પેનની પ્રકૃતિ સંરક્ષણ સેવા પણ આ ઘટનાની તપાસ કરી રહી છે. જે આ પ્રકારની પ્રથમ ઘટના નથી ઇજિપ્તના એક પ્રાણી સંગ્રાહલયમાં ગત વર્ષે આ પ્રકારની હરકત કરવાનો આરોપ લગ્યો હતો.

અમદાવાદમાં વિદેશી કૂતરૂ ચોરાયુ, FIR નોંધવામાં આવી